લોકસભાની ચૂંટણી વચ્ચે રશ્મિકા મંદાના પર કેમ રોષે ભરાઇ કોંગ્રેસ? બોલી- આ EDની..

PC: siasat.com

બોલિવુડ એક્ટ્રેસ રશ્મિકા મંદાનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ‘અટલ બિહારી વાયપેયી સેવરી ન્હાવા અટલ સેતુ’નો પ્રમોશનલ વીડિયો પોસ્ટ કરવા પર ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે. માત્ર એટલુ જ નહી, પરંતુ આ વખત કોંગ્રેસે પણ તેના પર પ્રહાર કર્યો છે. કેરળ કોંગ્રેસે રશ્મિકા મંદાનાની નિંદા કરતા કહ્યું કે, ‘બોલિવુડ એક્ટ્રેસે જે વીડિયો પોસ્ટ કર્યો છે, એ EDના માધ્યમથી ડિરેક્ટ કરવામા આવ્યો છે. કેરળ કોંગ્રેસે X પર લખ્યુ કે, ‘ડિયર રશ્મિકા મંદાનાજી, દેશે અગાઉ પણ  પેઈડ એડ્સ અને સેરોગેટ એડ્સ જોઇ છે. એવું પહેલી વખત છે, જ્યારે આપણે ED દ્વારા ડિરેક્ટેટ એડ જોઇ રહ્યા છીએ.

કોંગ્રેસે આગળ લખ્યું કે, એ સારું રહ્યું છે. ખૂબ સારું! અમે જોયું કે તમારી એડ્માં અટલ સેતુ ખાલી નજરે પડી રહ્યો છે. કેરળથી હોવાના કારણે અમે વિચાર્યુ કે મુંબઇમાં એટલું ઓછું ટ્રાફિક છે એટલે અમે મુંબઇમાં પોતાના મિત્રો પાસેથી જાણકારી મેળવી. તેમણે અમને જણાવ્યું કે, રાજીવ ગાંધી બાંદ્રા વર્લી સી લિંક પર ટ્રાફિક ખૂબ વધારે છે. રેફરેન્સ માટે અમે એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોને પણ જોઇ લો.

રશ્મિકા મંદાનાએ અટલ સેતુનો પ્રમોશનલ વીડિયો શેર કરતા તેના વખાણ કર્યા છે. તેણે જણાવ્યું કે, કયા પ્રકારે મુંબઇ ટ્રાન્સ હાર્બર લિંકના કારણે લોકોને ફાયદો થઇ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વીડિયો પર રિપ્લાઇ પણ આપ્યો હતો. તો ANI સાથે વાત કરતા રશ્મિકા મંદાનાએ અટલ સેતુના વખાણ કરતા કહ્યું હતું કે, મને લાગે છે કે હવે ઓછામાં ઓછુ ભારત ક્યાય રોકાઇ રહ્યું નથી. હવે દેશના વિકાસને જુઓ.

એ આશ્ચર્યજનક છે કે, છેલ્લા 10 વર્ષમાં દેશે કેટલો વિકાસ કર્યો છે. આપણા દેશમા પાયાનો ઢાંચો, પ્લાનિંગ, રોડ યોજના, એ બધુ ખૂબ શાનદાર છે. મને લાગે છે કે હવે આ આપણો સમય છે. મને અત્યારે ખબર પડી કે આ બધુ 7 વર્ષમા પૂર્ણ થયું છે અને એ 20 કિમી લાંબો છે. એ આશ્ચર્યજનક છે. ઇમાનદારીથી કહું તો હું આશ્ચર્યચકિત છું. ભારત સૌથી સ્માર્ટ દેશ છે, હું કહેવા માગીશ. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp