રવિના ટંડનના પિતા રવિ ટંડનના નામ પર બન્યો ચોક, દીકરી રાશા સાથે કર્યું ઉદ્ઘાટન

PC: indiatoday.in

રવિના ટંડન હિન્દી સિનેમાની એક પ્રસિદ્ધ એક્ટ્રેસ છે. જે આજે પણ પોતાની અદાકારીનો જલવો દેખાડવામાં પાછળ નથી. ભલે રવિનાએ પોતાના કરિયરમાં તમામ ઉપલબ્ધિઓ હાંસલ કરીને પોતાના માતા-પિતાને ગર્વ અનુભવ કરાવ્યો હોય, પરંતુ આજે તે પોતે ગર્વ અનુભવી રહી છે. શુક્રવારે રવિના ટંડનના પિતા રવિ ટંડનના નામે ચોકનું અનાવરણ થયું. વ્યવસાયે પ્રોડ્યુસર રહેલા રવિ ટંડનની 17 ફેબ્રુઆરીએ બર્થ એનિવર્સરી છે. જન્મદિવાસના એક દિવસ અગાઉ દિવંગત રવિ ટંડનના નામે મુંબઈના જુહુમાં એક ચોક બન્યો, જેનું અનાવરણ પોતે રવિના ટંડને કર્યું.

એક્ટ્રેસે પોતાની દીકરી રાશા થડાનીના હાથે ચોકનું ઉદ્વઘાટન કર્યું. સોશિયલ મીડિયા પર રવિના ટંડનની તસવીરો અને વીડિયો સામે આવ્યા છે, જેમાં તેઓ પોતાની ફેમિલી સાથે પિતાના ચોક ઉદ્વઘાટન કરતી નજરે પડી રહી છે. વ્હાઇટ કલરના સૂટમાં રવિના પોતાની માતા, દીકરી અને બાકી પરિવારજનો સાથે નજરે પડી રહી છે. તેની દીકરીએ બ્લેક ટોપ અને ડેનિમ જીન્સ પહેર્યું હતું. રાશાએ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાના નાનાને યાદ કર્યા અને ચોક ઉદ્વઘાટનની બધી તસવીરો શેર કરી છે.

 
 
 
View this post on Instagram

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

એક તસવીરમાં રાશા થડાની પોતાના નાનાને યાદ કરતા તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. શ્રી રવિ ટંડન ચોકની તસવીર શેર કરતા રાશાએ લખ્યું 'જન્મ દિવસની શુભેચ્છા નાનું, આઈ લવ યુ.' તો રાશાએ એક તસવીર નાનું રવિ ટંડનના ચોક ઉદ્વઘાટનથી પોતાની નાનીની તસવીર શેર કરી છે. તસવીરમાં તેઓ ચોક સામે પોઝ આપતા ખુશ નજરે પડી રહ્યા છે. એક તસવીરમાં તેઓ પોતાના પરિવાર સાથે નજરે પડી રહ્યા છે.

આ અવસર પર રવિના ટંડન ભાવુક થતી નજરે પડી. તેણે કહ્યું કે, 'હું પોતાના પિતાના વારસાને ઓળખવા અને કાયમ રહેવા પર ખૂબ સન્માનિત અનુભવિષ. એક બહુમુખી, ટ્રેન્ડ-સેટિંગ, ફિલ્મ નિર્માતાના રૂપમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમનું યોગદાન વાસ્તવમાં મહત્ત્વપૂર્ણ હતું. મુંબઇમાં તેમના નામ પર એક ચોક ખૂબ ખૂબ મહેનત અને સમર્પણના પુરાવા છે. તેમના નામને આ પ્રકારે અમર થતું જોવું મારા દિલને ગર્વથી ભરી દે છે. હું ઇન્ડસ્ટ્રી અને મુંબઈ શહેર દ્વારા તેમના પ્રત્યે દેખાડવામાં આવેલા પ્રેમ અને સન્માન માટે આભારી છું.'

તેણે કહ્યું કે, મને તેમનો વારસો આગળ વધારવા પર ગર્વ છે. જ્યારે પણ લોક મારા પિતાજી બાબતે વાત કરે ચે તો તે મોટા ભાગે તેમના ઝનૂન, તેમની બહુમુખી પ્રતિભા, કળા પ્રત્યે સમર્પણ અને ફિલ્મ સંગીત પ્રત્યે તેમની સમાજને યાદ કરે છે. તેમના યોગદાન અને રચનાત્મક કાર્યએ સિનેમાની દુનિયા પર લાંબા સમય સુધી પ્રભાવ છોડ્યો છે. જો કે, તેઓ હંમેશાં લાઇમલાઇટમાં ન રહ્યા, પરંતુ તેમનો પ્રભાવ આજે પણ અનુભવી શકાય છે. હાલમાં હું તેમને સતત મળી રહેલા સન્માન માટે આભારી છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp