રાશા મને લેક્ચર આપે છે..', રવિના ટંડનને કેમ પડે છે દીકરીથી ફટકાર?

PC: timesofindia.indiatimes.com

90ના દશકની શાનદાર એક્ટ્રેસ રવિના ટંડન પોતાની અદાકારી સાથે સાથે પોતાની સુંદરતા માટે પણ લાઇમલાઇટમાં રહે છે. રવિન ટંડન ફરી એક વખત એક્ટિંગની દુનિયામાં સક્રિય થઈ ગઈ છે. તેણે OTT પર પણ ડેબ્યૂ કરી લીધું છે અને તે જલદી જ એક મલ્ટી સ્ટાર ફિલ્મમાં પણ નજરે પડવાની છે. રવિન ટંડન પોતાની અંગત જિંદગીને લઈને પણ ચર્ચાનો હિસ્સો બનેલી રહે છે. તેના 4 બાળકો છે. 2 દીકરીઓ પૂજા અને છાયાને તેણે દત્તક લીધી છે. તો બે બાળકો તેના લગ્નથી છે રાશા અને રણબીરધર્ન.

હામાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન રવિના ટંડને જણાવ્યું હતું કે, તેને તેને કઇ રીતે જનરેશ પાસેથી શીખ લેવી જોઈએ. રવિના ટંડન મુજબ, ફેશન પોતે પુનરાવર્તિત કરે છે. તે 90ના દશકના પોતાના કપડાઓને ફરીથી પહેરી રહી છે અને સારી વાત એ છે કે એ કપડાં ફિટ પણ બેસી રહ્યા છે. રવિના સાથે તેની દીકરી રાશા પર તેના જૂના કપડાં પહેરવાનું પસંદ કરે છે. એ સિવાય રવિનાએ એમ પણ જણાવ્યું કે, તેની દીકરી તેને કઇ વાત પર ફટકાર લગાવે છે.

ઉલ્લેખનીય છે કે, લાંબા સમય બાદ ફરી ફિલ્મોમાં વાપસી કર્યા બાદ રવિના ટંડનને એવો ડર લાગે છે કે તેની ફિલ્મો દર્શકોને પસંદ આવશે કે નહીં. પોતાની ફિલ્મની રીલિઝ અગાઉ રવિના ખૂબ ગભરાઈ જાય છે. એવામાં રાશા સમજાવે છે અને થોડો ઘણી ફટકાર લગાવે છે. આ બધુ જોઈને તેના પતિ રાશા માટે કહે છે કે તું 18ની હોય કે 81ની. એક્ટ્રેસનું કહેવું છે તે નવા જનરેશન માટે શીખી રહી છે. રવિનાના જણાવ્યા મુજબ, યંગ જનરેશન વધુ અવેર છે. તે પોતાની જાતમાં જ AI છે.

હાલમાં જ રવિનાની કર્મા કોલિંગ રીલિઝ થઈ છે. જો કે, તેને કઇ ખાસ રિસ્પોન્સ મળી રહ્યો નથી. એ સિવાય તેની દીકરી રાશા પણ લાઇમલાઇટમાં બનેલી રહે છે. તેના ફિલ્મોમાં આવવાનું અત્યારે પણ ઇંતજાર છે. તો સુંદરતા અને સ્ટાઈલ મામલે રાશા થડાની પોતાની માતાથી ઓછી નથી. એક ફેમસ સ્ટાર કીડ હોવા સાથે રાશા મોટા ભાગે લાઇમલાઇટામાં રહે છે. તો 18 વર્ષીય રાશા હવે પોતાની માતાની જેમ જ એક્ટિંગની દુનિયામાં પગ રાખવા જઇ રહી છે. એવા સમાચાર છે કે રાશા સાઉથના સ્ટાર રામ ચરણ સાથે પોતાની પહેલી ફિલ્મ કરશે. જો કે, અત્યાર સુધી ફિલ્મની સત્તાવાર જાહેરાત થઈ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp