રવિના ટંડનની બબાલનો વીડિયો વાયરલ, જાણો ખરેખર શું છે મામલો?

PC: twitter.com

રવિના ટંડનનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. બોલિવૂડ અભિનેત્રી અને તેના ડ્રાઈવર પર મારપીટનો આરોપ લાગ્યો છે. આ ઘટના 1લી જૂને મોડી રાત્રે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં બની હતી. રવિના પર બાંદ્રા વિસ્તારમાં ત્રણ લોકો સાથે દુર્વ્યવહાર અને મારપીટ કરવાનો આરોપ છે. સ્થાનિક લોકોએ પણ અભિનેત્રીને ઘેરી લીધી હતી. કેટલાક લોકોએ તેના પર હુમલો પણ કર્યો હતો. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો.

રવિના ટંડનનો એક વીડિયો રવિવાર સવારથી જ ચર્ચાનો વિષય બન્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, રવીનાનો ડ્રાઈવર ખૂબ જ બેદરકારીથી ગાડી ચલાવી રહ્યો હતો. રિઝવી કોલેજ પાસે કાર્ટર રોડ પર રવિનાની કારે ત્રણ વ્યક્તિને ટક્કર મારી હતી. જ્યારે આ વિશે રવીના સાથે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો તે નશાની હાલતમાં મળી આવી હતી. ઘટના સ્થળ પર તે વાહનમાંથી બહાર આવી હતી અને પીડિતો સાથે દુર્વ્યવહાર અને મારપીટ કરી હતી. અભિનેત્રી ઉપરાંત તેના ડ્રાઈવર પર પણ પીડિતો સાથે મારપીટ કરવાનો આરોપ છે.

વીડિયોમાં રસ્તા પર ઉભેલી જનતા રવિનાનો વીડિયો બનાવી રહી છે. જ્યારે અભિનેત્રી લોકોને કંઈપણ રેકોર્ડ કરવાની મનાઈ કરી રહી છે. તે વારંવાર કહી રહી છે કે, હું પોલીસને બોલાવીશ. પબ્લિક પણ રવીના સાથે ધક્કા-મુક્કી કરતી જોવા મળી હતી. ત્યાં હાજર દરેક વ્યક્તિએ અભિનેત્રી પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. રવિનાના આ વીડિયોએ બધાને ચોંકાવી દીધા છે.

પીડિતોનું કહેવું છે કે, તેઓ આ મામલે ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન ગયા હતા, પરંતુ ત્યાં તેમનો રિપોર્ટ નોંધવામાં આવ્યો ન હતો. પીડિત મહિલાના પુત્રએ એમ પણ કહ્યું કે, રવિના ટંડન અને તેના ડ્રાઈવરે તેની માતા અને ભાણેજ પર હુમલો કર્યો હતો.

સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે તે રવીના નહીં પરંતુ કેટલાક લોકોના જૂથે તેના પર આરોપ લગાવ્યો હતો. તેઓ રવિનાના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જે CCTV ફૂટેજ સામે આવ્યા છે, તેમાં જોઈ શકાય છે કે, મહિલાને રવિનાની કારનો સ્પર્શ સુદ્ધાં નહોતો થયો. જ્યારે કાર બિલ્ડિંગની અંદર ગઈ તો મહિલાએ ડ્રાઈવરને બહાર આવીને વાત કરવાનું કહ્યું. જ્યારે ડ્રાઈવર અને ચોકીદારે તેને ગેટની અંદર પ્રવેશતા અટકાવી તો તેણે ગેરવર્તન કરવાનું શરૂ કર્યું. રવીનાએ મામલો આગળ ન વધે તે માટે મહિલાને રોકવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન તેને ઈજા થઈ હતી. ડ્રાઈવરે મહિલાને કોઈ નુકસાન પહોંચાડ્યું નથી, જે CCTVમાં પણ દેખાઈ રહ્યું છે. રવીનાની બિલ્ડિંગમાં ઘૂસીને તેને નુકસાન પહોંચાડવાનું કૃત્ય સુરક્ષા સાથે સમાધાન છે.

ઝોન 9 DCP રાજ તિલક રોશને કહ્યું, રવિના તેના ઘરે આવી રહી હતી. તેમની કાર રિવર્સમાં હતી. પાછળથી જે મહિલા આવતી હતી તે ગુસ્સે થઈ ગઈ. ડ્રાઇવરને ધ્યાનથી વાહન ચલાવવા કહ્યું. મહિલાને કારનો સ્પર્શ પણ થયો ન હતો પરંતુ તે ગુસ્સે થઈ ગઈ અને ખૂબ જ ખરાબ બોલવા લાગી. જ્યારે રવીના બહાર આવી તો વિવાદ શરૂ થયો. હજુ સુધી અમારી પાસે કોઈ ફરિયાદ નોંધાઈ નથી. કોઈ પક્ષે ફરિયાદ નોંધાવી નથી. કોઈને ઈજા થવાના સમાચાર પણ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp