અનંતના પ્રી-વેડિંગમાં રિહાનાનો સામાન જામનગર પહોંચતા લોકો કહે- પાછી નથી જવાની...

PC: jagran.com

હાલમાં ગુજરાતનું જામનગર ફિલ્મ અને સંગીત જગતના સ્ટાર્સ સાથે વિશ્વભરની અનેક મોટી હસ્તીઓથી ધમધમી રહ્યું છે. બોલિવૂડથી લઈને હોલિવૂડ સુધીના સ્ટાર્સ આ શહેરમાં એક ખાસ ઈવેન્ટમાં ભાગ લેવા આવી રહ્યા છે. પ્રસંગ છે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણી અને ભાવિ પુત્રવધૂ રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનનો, જેમાં ઘણી હસ્તીઓ ભાગ બનવા માટે આવી છે. આ પ્રસંગની ઘણી ઝલક સામે આવી છે, જેમાં હોલિવૂડની જાણીતી સિંગર રિહાના અને તમામ બોલિવૂડ સ્ટાર્સ પહોંચ્યા હતા. આ ખાસ પ્રસંગના કેટલાક વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં પ્રખ્યાત ગાયિકા રિહાનાની ટીમ અને આ પ્રી-વેડિંગની તેમની ધમાકેદાર તૈયારીઓની ઝલક જોવા મળી રહી છે.

રિહાન્નાની ટીમ જામનગરમાં પ્રવેશતાની સાથે જ તેમના વિશે ભારે ચર્ચા જાગી હતી. જો કે આ સમયે સૌથી વધુ ચર્ચામાં રહેલ બાબત રિહાનાના સામાનની છે, જેનો વીડિયો પણ સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, આ વસ્તુઓ રિહાનાની છે. આ વીડિયોમાં ઘણી ટ્રકો એક લાઇનમાંથી પસાર થતી જોવા મળી રહી છે, જેના પર પેક થયેલો સામાન દેખાય છે. હવે આ વીડિયો જોઈને લોકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જામનગરમાં કંઈક એવું થવા જઈ રહ્યું છે જે કદાચ પહેલા ક્યારેય ભારતીય લગ્નમાં ન બન્યું હોય.

 
 
 
View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

આ વીડિયો જોયા પછી લોકો ઘણી કોમેન્ટ પણ કરી રહ્યા છે. લોકોએ કહ્યું, એવું લાગે છે કે તેણે પોતાનું ઘર જ શિફ્ટ કરી લીધું છે. એક યુઝરે કહ્યું, કોઈ તેમને કહો કે બહેન, અહીં જામનગરમાં કાયમી માટે રહેવાનું નથી તમારે. કેટલાકે કહ્યું, શું તેઓ ભારતમાં શિફ્ટ થઈ રહ્યા છે? એકે કહ્યું, એવું લાગે છે કે તમામ દહેજ અને શગુન રિહાના તરફથી છે. એકે કહ્યું, આ સામાનને જારી કુર્લા થઈને ફેરવોને એક મિનિટ માટે. એક યુઝરે કહ્યું, જો તમારી પાસે પૈસા હોય તો શું શું થઈ શકે છે.

 
 
 
View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

રિહાન્નાને આવકારવા માટે પાર્ક કરેલી કારની ઝલક પણ સોશિયલ મીડિયા પર સામે આવી છે, જેના પર એનિમલ પ્રિન્ટ્સ દેખાય છે. આ સાથે રિહાન્ના સાથે જોડાયેલા ઘણા વીડિયો સામે આવ્યા છે, જેમાં તે ટીમ સાથે જામનગરમાં પ્રવેશતી જોવા મળી રહી છે.

 
 
 
View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

આ વીડિયો જોયા પછી લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે, કારણ કે એક તરફ પાપારાઝી તેમને કવર કરવા માટે ઉભા છે, તો બીજી તરફ આ લોકો પણ પોતાના કેમેરાથી બધુ કેદ કરતા જોવા મળે છે. લોકોએ કહ્યું, આપણે તેમના ફોટા પાડીએ છીએ કે, આ લોકો અમારા ફોટા પાડી રહ્યા છે. એકે કહ્યું, કોણ કોનું શૂટિંગ કરી રહ્યું છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp