શાહિદ-કૃતિની ફિલ્મ જોતા પહેલા વાંચી લો રિવ્યૂ, રોબોટ-હ્યુમન લવસ્ટોરી છે
બોલીવુડે આપણી આખી પેઢીને રોમાંસ શીખવ્યો છે. તમારા જીવનસાથીને પ્રેમભરી આંખોથી જોવું, દરેક વખતે તેની સાથે રહેવું અને તેના હોઠને વારંવાર ચુંબન કરવું... રોમેન્ટિક ફિલ્મોના પાત્રો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે તમે એકલા બેસીને મોટા પડદા પર આ બધું જુઓ છો, ત્યારે તે ખૂબ જ સરસ અને સ્વપ્નશીલ લાગે છે. દિલ ખુશ થઈ જાય છે. પરંતુ પછી તમે વાસ્તવિકતામાં પાછા આવો છો અને જુઓ કે યાર, આ સારું તો ઘણું હતું, પણ આ બધું ફક્ત ફિલ્મોમાં જ થાય છે. શાહિદ કપૂર અને કૃતિ સેનનની ફિલ્મ 'તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા' જોયા પછી તમને કંઈક આવું જ લાગશે.
આ ફિલ્મની વાર્તા પણ સાવ અલગ છે. આ આર્યન અગ્નિહોત્રી (શાહિદ કપૂર) અને સિફરા (કૃતિ સેનન)ની વાર્તા છે. બંનેની પસંદ અને નાપસંદ એકબીજાને ખૂબ જ મળતા આવે છે, પરંતુ અન્ય બાબતોમાં તેઓ ખૂબ જ અલગ છે. શા માટે? કારણ કે આર્યન એક માનવ છે અને સિફરા અત્યંત બુદ્ધિશાળી રોબોટ છે. આર્યન એક રોબોટિક્સ એન્જિનિયર છે, જે મુંબઈમાં એક મોટી ઓફિસમાં કામ કરે છે. તેનું જીવન એકદમ બિન્દાસ્ત છે. તેમાં માત્ર એક જીવનસાથી અને કામવાળીનો અભાવ છે. કામવાળી બાઈ આર્યન પોતે જ તેને તેના નાખરાથી ભગાડી દે છે અને જીવનસાથી મેળવવી એવા એના નસીબ નથી. પરંતુ તેની લાગણીશીલ માતા શર્મિલા (અનુભા ફતેહપુરિયા)એ તેના લગ્નના સપના જોઈ લીધા છે. તેથી તેનું બચવું ખૂબ મુશ્કેલ છે.
આર્યન તેની માસી ઉર્મિલા (ડિમ્પલ કાપડિયા)ની ખૂબ નજીક છે. તે તેની કંપનીની બ્રાન્ચમાં કામ પણ કરે છે. ઉર્મિલા તેને એક પ્રોજેક્ટ પર કામ કરવાના બહાને તેની US ઓફિસમાં બોલાવે છે. ત્યાં પહોંચ્યા પછી આર્યન ઉર્મિલાના ઘરે સિફરાને મળે છે. સિફરાની વાતચીતના શબ્દો, તેના અભિવ્યક્તિઓ અને તેની સુંદર ક્રિયાઓથી આર્યન તેનું દિલ તેની આગળ હારી બેસે છે. ત્યાર પછી પાછળથી તેને ખબર પડે છે કે સિફરા માનવ નથી પણ રોબોટ છે. ત્યારે તે છેતરાયાનો અનુભવ કરે છે. પણ પ્રેમ છે, તો તે થઈ ચૂક્યો છે, તો તેના પર કોનો અંકુશ છે? માત્ર તેની લાગણીઓને કારણે આર્યન સિફરાને ટેસ્ટના બહાને ભારત લાવે છે અને તેની સાથે લગ્ન કરે છે. હવે સિફરા રોબોટ છે તો કંઈ પણ ગડબડ થવાની શક્યતા નક્કી જ છે.
દિગ્દર્શક અમિત જોશી અને આરાધના શાહ દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મ 'તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા' એકદમ હળવી છે. તેની વાર્તા તદ્દન અલગ અને રસપ્રદ છે. તેમાં ઘણા મજેદાર અને યોગ્ય જોક્સ છે, જે તમને ખરેખર હસાવશે. ફિલ્મમાં VFXનો યોગ્ય ઉપયોગ કરવામાં આવ્યો છે. અમિત અને આરાધનાનું ડિરેક્શન ઘણું સારું છે. તેણે પોતાની ફિલ્મને ખૂબ જ સરળ અને મજેદાર રીતે દર્શકો સુધી પહોંચાડી છે. જો તમે આમાં કંટાળી ગયા હોવ તો પણ કોઈ અન્ય સીન તમને હસાવીને તમને વ્યસ્ત કરી દે છે. હા, વાર્તા થોડી વાહિયાત લાગે છે, પરંતુ તેની ક્ષણો પણ છે. તમે સિફરા અંગે આર્યનના સંઘર્ષને સમજો છો. તેનો તેની લાગણીઓ પર નિયંત્રણ નથી, તેથી તે તેજ કરે જે પ્રેમમાં પાગલ માણસ તેના મશીનથી બનેલા રોબર્ટ જેવા જીવનસાથી સાથે કરે છે, અને સચ્ચાઈને નજરઅંદાજ કરે છે!
શાહિદ કપૂરે આર્યનના રોલમાં ખૂબ જ સારું કામ કર્યું છે. તેનો આનંદ-પ્રેમાળ અને રોમેન્ટિક અવતાર જોઈને તે એકદમ તાજગીભર્યું હતું. સિફરાના રોલમાં કૃતિ સેનન સારી લાગે છે. લાગણીવિહીન રોબોટ બનવું સરળ નહોતું, પરંતુ તેણે આ ભૂમિકા ખૂબ જ સારી રીતે ભજવી છે. આ ફિલ્મમાં શાહિદ કપૂર અને કૃતિ સેનનની કેમેસ્ટ્રી અદભૂત છે. બંને એકસાથે એકદમ ફિટ બેસે છે. તેમનો રોમાન્સ કરવાનું જોઈને, તમને રોમાન્સ કરવાનું મન થશે. આ ફિલ્મ વેલેન્ટાઈન વીક દરમિયાન જોવા માટે યોગ્ય છે. તેમના સિવાય ધર્મેન્દ્ર, ડિમ્પલ કાપડિયા, રાકેશ બેદી, રાજેશ કુમાર, અનુભા ફતેહપુરિયા, આશિષ વર્મા, ગ્રુશા કપૂર અને રાશુલ ટંડને તેમના પાત્રો ખૂબ જ સારી રીતે ભજવ્યા છે. દરેક વ્યક્તિ ફની અંદાજમાં જોવા મળે છે.
આ ફિલ્મમાં ઘણી ખામીઓ છે, જેને તમે ઇચ્છો તો અવગણી શકો છો. રોમેન્ટિક કોમેડી ફિલ્મોમાં મોટાભાગે તમે લોજિક લાગુ કરવા માંગતા નથી. જો તમે 'તેરી બાત મેં ઐસા ઉલ્ઝા જિયા' જોશો તો તમને તે ગમશે. ફિલ્મનો ક્લાઈમેક્સ સારો છે. તેના ગીતો અને બેકગ્રાઉન્ડ સ્કોર પણ સારો છે. પરંતુ સિંગર રાઘવના ઓરિજિનલ ગીત 'તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા'ને બગાડવા બદલ હું ફિલ્મના નિર્માતાઓને માફી આપી શકતો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp