રોનિત રોયે કોરોનાકાળમાં વેચવી પડી હતી પોતાની ગાડીઓ, આ 3 એક્ટરોએ કરી હતી મદદ

PC: hindustantimes.com

એક્ટર રોનિત રોય જેણે ફિલ્મો સાથે સાથે T.V.ની દુનિયામાં પણ ખૂબ નામના હાંસલ કરી છે. તેની પોતાની એક સિક્યોરિટી એજન્સી પણ છે. રોનિત રોયે કોરોનાના મુશ્કેલી ભરેલા દિવસોને યાદ કર્યા છે. એક્ટરે જણાવ્યું કે, તેણે એ દરમિયાન મુશ્કેલ સમય જોયો. તેનો બિઝનેસ ઠપ્પ પડી ગયો હતો. કોઈ કામ નહોતું. 130 કર્મચારી હતા, જેમના પરિવારની જવાબદારી પણ તેના માથે હતી. રોનિત રોય ખુલાસો કર્યો કે, સંકટ સમયમાં જે લોકો કોઈ સેવા વિના પણ પૂરી રકમની ચૂકવણી કરતા રહ્યા, તેમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર અને કરણ જોહર સામેલ હતા.

રોનિત રોય પોતાની સિક્યોરિટી એજન્સીની શરૂઆત વર્ષ 2000મા આમીર ખાન સાથેની ફિલ્મ ‘લગાન’ દરમિયાન કરી હતી. એક્ટરના જણાવ્યા મુજબ, આજે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તે બધાને સર્વિસ ઉપલબ્ધ કરાવે છે. એક્ટરે એક ન્યૂઝ પોર્ટલને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, આ અગાઉ થોડા મહિનામાં મેં વધુ કામ કર્યું નહોતું. મારી પાસે 130 કર્મચારી હતા અને તેમનો પણ પરિવાર હતો. અમે નક્કી કર્યું કે બધાને સેલેરી આપવામાં આવે, પરંતુ વેતન માત્ર એટલું જ છે જે તમે આપી શકો છો અને મને અનુભવ થયો કે ઘર પર ઘણી બધી બેકાર વસ્તુ પડી હતી.

રોનિત રોય જણાવ્યું કે, કેટલીક કારો હતી, જેને હું ઉપયોગ કરી રહ્યો નહોતો. મારી પાસે એક મિની કુપર હતી, જેને મેં ક્યારેય ડ્રાઈવ કરી નથી એટલે મેં તેને જવા દીધી. જો કે, કેટલીક અન્ય લક્ઝરી આઈટમ હતી, જેને અમારે વેચવાની હતી અને તેનાથી સ્ટાફની ચૂકવણી કરવાની હતી. મેં કોઈને ફેવર ન કર્યા. એ મારી જવાબદારી હતી. અક્ષય કુમાર, કરણ જોહર અને અમિતાભ બચચેને પણ સાથ આપ્યો. તેમણે સર્વિસ લીધા વિના પણ ચૂકવણી કરી હતી. એટલે થોડી-ઘણી ત્યાંથી રાહત મળી ગઈ હતી. 130માંથી 30 લોકોનો ખ્યાલ એ લોકોએ રાખ્યો હતો.

 ‘કસોટી  જિંદગી કી’ શૉમાં મિસ્ટર બજાજના રોલથી રાતો રાત ફેમસ થયેલા એક્ટરે ઇન્ટરવ્યૂમાં પોતાના એ સમયનો પણ ઉલ્લેખ કર્યો, જ્યારે તેને નશાની લાત લાગી ગઈ હતી. એક્ટરે જણાવ્યું કે, તે સેટ પર પણ નશાની હાલતમાં જવા લાગ્યો હતો. તેનાથી તેની ઇમેજ ખરાબ થવા લાગી હતી. તેણે જણાવ્યું કે, સફળતા તેના માથે ચઢી ગઈ હતી. કામ પર પણ તેની અસર થવા લાગી હતી. એ ઊંઘી શકતો નહોતો, પરંતુ પુત્રી અને પત્નીના ડરથી તે છોડી દીધી. તેને એક ફોબિયા પણ છે કે લોકો શું વિચારશે. તો તેને આ લત છોડી દીધી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp