પવન કલ્યાણની ઐતિહાસિક જીત પર રશિયન પત્નીએ તિલક કરી આરતી ઉતારી

PC: telugu.hashtagu.in

લોકસભા ચૂંટણીના પરિણામોની સાથે આંધ્ર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના પરિણામો પણ જાહેર થયા. બંને ચૂંટણી પરિણામોમાં તેલુગુ સિનેમાના સુપરસ્ટાર અને જનસેના પાર્ટીના નેતા પવન કલ્યાણનો મોટો વિજય થયો છે. પવન કલ્યાણ જીતીને ઘરે પહોંચ્યો ત્યારે રશિયન પત્ની અન્ના લેઝનેવાએ તેમની આરતી કરી અને તિલક કરીને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. આનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જે ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યો છે. પવન કલ્યાણના ચાહકો જોરશોરથી ઉજવણી કરી રહ્યા છે. રામ ચરણથી લઈને ચિરંજીવી સુધીના ઘણા સાઉથ સુપરસ્ટાર્સે પવન કલ્યાણને આ ઐતિહાસિક જીત માટે અભિનંદન પાઠવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી 2014માં, BJPએ પવન કલ્યાણની જનસેના પાર્ટી અને ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી (TDP) સાથે ગઠબંધન કર્યું હતું અને પછી ચૂંટણી લડી હતી, જેમાં તેને ઐતિહાસિક જીત મળી હતી. જ્યાં એક તરફ NDA ગઠબંધન આ ચૂંટણી જીતી ગયું, તો બીજી તરફ રાજ્યની ચૂંટણીમાં પણ પવન કલ્યાણનો દબદબો રહ્યો. તેણે YSR કોંગ્રેસ પાર્ટીની વાંગા ગીતાને 70,279 મતોથી હરાવીને પીઠાપુરમ બેઠક જીતી હતી.

એકસ (X) પર શેર કરેલા વીડિયોમાં પવન કલ્યાણની પત્ની અન્ના લેઝનેવા પહેલા તિલક અને પછી અભિનેતાની આરતી કરતી જોવા મળે છે. ચાહકો પણ આ વીડિયો પર પ્રતિક્રિયા આપી રહ્યા છે અને પવન કલ્યાણને જીત માટે અભિનંદન આપી રહ્યા છે. ભાઈ ચિરંજીવી અને ભત્રીજા અલ્લુ અર્જુન અને રામ ચરણે પવન કલ્યાણ પર ઘણો પ્રેમ વરસાવ્યો. અત્રે ઉલ્લેખનીય છે કે, પવન કલ્યાણીની જનસેના પાર્ટી YSRCPને પાછળ છોડીને બીજા નંબરની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી છે. તેમણે જ TDP સાથે ગઠબંધન કરવાની પહેલ કરી અને ત્યાર પછી BJP સાથે પણ ગઠબંધન કર્યું.

અત્રે ઉલ્લેખનીય છે કે, પવન કલ્યાણે વર્ષ 2008માં પોતાની રાજકીય ઇનિંગની શરૂઆત કરી હતી. તે સમયે તેઓ ભાઈ ચિરંજીવીની પ્રજા રાજ્યમ પાર્ટીની યુવા પાંખના પ્રમુખ હતા. પરંતુ પ્રજા રાજ્યમ પાર્ટીના કોંગ્રેસ સાથે વિલીનીકરણ થયા પછી પવન કલ્યાણે 2014માં પોતાની જનસેના પાર્ટી બનાવી.

પવન કલ્યાણના ફિલ્મી કરિયરની વાત કરીએ તો રાજકારણમાં હોવા છતાં તે એક્ટિંગ કરી રહ્યો છે. વર્ષ 2023માં તે 'બ્રો' ફિલ્મમાં જોવા મળ્યો હતો અને આ વર્ષે તે 'હરિ હરા વીરા મલ્લુ' અને 'ધે કોલ હિમ ઓજી' જેવી ફિલ્મોમાં જોવા મળશે. પવન કલ્યાણની ફિલ્મ વર્ષ 2025માં પણ રિલીઝ થશે, જેનું નામ 'ઉસ્તાદ ભગત સિંહ' છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp