બાહુબલી-RRRના ડિરેક્ટર રાજામૌલીએ જણાવ્યું ફરી આલિયા ભટ્ટ સાથે કામ કરશે કે નહીં
એસ.એસ.રાજામૌલીની ફિલ્મ ‘RRR’ થી બોલિવુડની ડિવા આલિયા ભટ્ટે સાઉથમાં ડેબ્યૂ કર્યો હતો, આ ફિલ્મમાં આલિયાનો રોલ નાનો હતો, પણ આલિયાને નોટીસ જરૂર કરવામાં આવ્યું હતું. આલિયા ભટ્ટ ડિરેક્ટર એસ.એસ.રાજામૌલીની સાથે કામ કરીને ખૂબ જ ખુશ હતી, તો શું રાજામૌલી અને આલિયા ભવિષ્યમાં ફરીથી સાથે કામ કરશે?
આલિયાના વિશે શું કહ્યું રાજામૌલીએ?
એસ.એસ.રાજામૌલીએ એક ઈન્ટરવ્યૂમાં એક્ટ્રેસ સાથે ફરી કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. બોલિવુડ હંગામા સાથેની વાતચીતમાં રાજામૌલીએ કહ્યું કે, હું આલિયાને ખૂબ જ પસંદ કરું છું. તેની એક્ટિંગ સ્કીલના કારણે હું તેને ખૂબ માનું છું. હું તેની સાથે ફરીથી કામ કરવા માટે રાહ જોઈ રહ્યો છું, મને વિશ્વાસ છે કે, આલિયા ફરીથી મારી સાથે કામ કરવા ઈચ્છશે.ફિલ્મે એક્ટર અને ડિરેક્ટર તરીકે અમારા બંનેને કનેક્ટ કર્યું છે. ફિલ્મ ‘RRR’માં મારી પાસે આલિયા માટે મોટો રોલ ન હતો, મારો કહેવાનો અર્થ છે કે, લાંબો રોલ ન હતો, પણ કહાની જ આવી છે. આવું નથી કે, અમે વિચાર્યું કે, આપણે મોટો રોલ બનાવીએ અને અમે તેને પછી કાપી નાંખ્યું, નહીં આવું નથી.
“અમે બંને આ વાત પહેલાથી જાણતા હતા કે, ફિલ્મમાં આલિયાનો રોલ નાનો રહેશે, પણ આ રોલ ખૂબ જ મહત્વનો રહેશે, જે બંને તાકતને સાથે લાવશે, આ જ મેં આલિયાને કહ્યું હતું અને તે દિલથી આ ફિલ્મનો ભાગ બનવા માટે તૈયાર થઇ હતી. અમે આ વાત પહેલાથી જાણતા હતા, અમે સાથે કામ કરીને ખૂબ જ ખુશ છીએ, હું ફરીથી આલિયાની સાથે કામ કરવાનું પસંદ કરીશ.”
આલિયા નારાજ થવાના સમાચાર પર શું કહ્યું ડિરેક્ટરે?
‘RRR’ની રીલિઝ પછી સમાચાર આવ્યા હતા કે, આલિયા મૂવીમાં પોતાના રોલથી ખુશ નથી, આ જ કારણે તેને ‘RRR’ સાથે જોડાયેલા તમામ પોસ્ટસને ઈન્સ્ટાથી ડીલીટ કરી દીધા છે. વિવાદ વધ્યા પછી આલિયાએ તેના પર લાંબો પોસ્ટ લખીને સ્પષ્ટતા કરી હતી. આ વિવાદ પર રીએક્ટ કરતા રાજામૌલીએ કહ્યું કે, જો તમારી ફિલ્મને લઈને કોઈ અફવા નથી ફેલાઈ રહી તો, તમને પરેશાન થવાની જરૂર છે, કેમ કે તમે લોકો પર પ્રભાવ નથી છોડી રહ્યા, જ્યારે ફિલ્મ અસર કરવાની શરૂઆત કરે છે, ત્યારથી જ અફવાઓ ફેલાવવાની શરૂઆત થઇ જાય છે. ‘RRR’એ બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી છે. ફિલ્મની આ સફળતા જોયા બાદ ફેન્સ રાજમૌલીની આગામી ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp