માલ્યાના ગોવા વિલાને ખરીદી ચૂક્યો છે આ એક્ટર, હોટલને ક્વોરેન્ટાઈન સેન્ટર બનાવી
કોરોના મહામારી સામે લડવા માટે દેશભરથી ઘણાં કલાકારો સામે આવી રહ્યા છે. શાહરુખ ખાન, સલમાન ખાનથી લઈને અક્ષય કુમાર જેવા કલાકારો તેમના ડોનેશન દ્વારા કોરોના પીડિત લોકોને રાહત પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છે. શાહરૂખ ખાને તો આર્થિક સહાયતા ઉપરાંત પોતાની ઓફિસ સ્પેસને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને આપી છે, જેથી તેને ક્વોરેન્ટાઈન સેન્ટર તરીકે ઉપયોગ કરી શકાય.
શાહરૂખ બાદ આવું જ કંઇ અભિનેતા સચિન જોશીએ પણ કર્યું છે અને તેણે પોતાની 36 રૂમની હોટલને ક્વોરેન્ટાઈન સેન્ટર તરીકે આપી છે. આ હોટલનું નામ બીટલ છે અને તે મુંબઈના પવઈ વિસ્તારમાં સ્થિત છે. જોકે અભિનેતા અને જાણીતા બિઝનસમેન તરીતે ઓળખ બનાવનાર સચિન જોશીએ આ પહેલા ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાનો ગોવા વિલા પણ ખરીદ્યો હતો.
73 કરોડમાં ખરીદ્યો હતો માલ્યાનો વિલાઃ
વિજય માલ્યાએ ગોવામાં સમુદ્ર તટ પર સ્થિત કિંગફિશર વિલા સચિન જોશીને વેચી દીધો હતો. આ પહેલા આ વિલાને વેચવાની ત્રણવાર કોશિશ કરવામાં આવી હતી. આ પ્રોપર્ટી ગોવામાં કંડોલિમ બીચ પર સ્થિત છે અને આ વિલા 12350 વર્ગફુટમાં ફેલાયેલો છે. તે સમયે તેની કિંમત 85 કરોડ લગાવવામાં આવી હતી, જોકે સચિન જોશીએ કે વિલા 73 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
પોતાની હોટલને ક્વોરેન્ટાઈન સેન્ટર તરીકે ફેરવવાના તેના નિર્ણય અંગે સચિને કહ્યું હતું કે, મુંબઈ ગીચ વસતી અને ભીડવાળું શહેર છે. અહીં પર્યાપ્ત હોસ્પિટલો અને બેડ્સ નથી. જ્યારે BMCએ અમને મદદ માટે અપ્રોચ કર્યા તો અમે તેમની મદદ કરવાનો નિર્ણય લીધો. અમે BMCની મદદથી પોતાની હોટલને ક્વોરેન્ટાઈન સુવિધા માટે આપી. પૂરી બીલ્ડિંગ અને રૂમોને સતત સેનેટાઈઝ કરવામાં આવી રહ્યા છે અને સ્ટાફ પણ જરૂરી સામાનોની સાથે સજ્જ છે.
આ બોલિવુડ કલાકારોએ પણ ફાળો આપ્યોઃ
બોલિવુડ ઈન્ડસ્ટ્રી તરફથી અત્યાર સુધીમાં અક્ષય કુમાર, વરુણ ધવન, શિલ્પા શેટ્ટી, વીકી કૌશલ, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, અનુષ્કા શર્મા, પ્રિયંકા ચોપરા, આલિયા ભટ્ટ, કાર્તિક આર્યન, કેટરીના કૈફ, રણદીપ હુડ્ડા, સોનૂ સૂદ વગેરે જેવા કલાકારો ડોનેશન કરી ચૂક્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp