સીતાના રોલ માટે પરફેક્ટ પલ્લવી,ક્યારેય નાના કપડા ન પહેરવાના લીધા સોગંધ,લવ લેટર..

PC: cinejosh.com/

સાઉથ ફિલ્મોની એક્ટ્રેસ સાઈ પલ્લવીનો 9 એપ્રિલે 32મો જન્મદિવસ ગયો. નિતેશ તિવારીની બિગ બજેટ ફિલ્મ 'રામાયણ'માં સીતાનો રોલ નિભાવવા જઇ રહેલી સાઈ પલ્લવીને આ રૂપમાં જોવા માટે ફેન્સ બેચેન છે. ઘણી ફિલ્મોમાં તે જુનિયર આર્ટિસ્ટના રોલમાં નજરે પડી, પરંતુ તેના માટે તેને ક્યારેય કોઈ ક્રેડિટ મળ્યું નથી, પરંતુ આજે દરેક સાઇ પલ્લવી સાથે કામ કરવા માગે છે. વર્ષ 2020માં તે સાઉથ સિનેમાની સૌથી પ્રભાવશાળી સેલિબ્રિટિઝ વાળી ફોર્બ્સની '30 અંડર 30'વાળી લિસ્ટમાં પણ સામેલ રહી. સાઈ પલ્લવી ડૉક્ટર છે. તે એક કાર્ડિયોલોજીસ્ટ છે. ક્યારેય એક્ટ્રેસ બનવું નહોતું, પરંતુ નસીબ ફિલ્મોમાં લઈ આવ્યું. આ ફેક્ટર તો બધા જાણે છે, પરંતુ કેટલીક એવી વાતો છે જેનાથી લોકો અજાણ છે.

સાઈ પલ્લવી આમ તો પોતાની પર્સનલ લાઈફને ખૂબ અંગત રાખે છે અને કદાચ જ તેનું કોઈ એક્ટર કે કો-સ્ટાર સાથે નામ જોડાયું હશે, પરંતુ એક વખત તેણે સાથે ભણતા છોકરાને લવ લેટર લખ્યો હતો, જેના કારણે તેને માર ખાવો પડ્યો હતો. સાઈ પલ્લવીએ 'માય વિલેજ શૉ' યુટ્યુબ ચેનલને 2022માં બનાવ્યો હતો કે તેના માતા-પિતાએ તેણે લખેલો લવ લેટર પકડી લીધો અને તેને ખૂબ મારી હતી. ત્યારે સાઈ પલ્લવી સાતમા ધોરણમાં ભણતી હતી. શું તમને ખબર છે સાઈ પલ્લવી નાના કપડાં પહેરતી નથી?

અહી સુધી કે ફિલ્મોમાં પણ નાની કપડાં પહેરતી નથી અને તેને લઈને એક સખત પોલિસી બનાવી રાખી છે. સાઈ પલ્લવીએ એક વખત Gallataને આપેલા ઇન્ટરવ્યૂમાં તેનું કારણ બતાવ્યું હતું. તેણે કહ્યું હતું કે, જ્યારે હું જોર્જિયામાં ભણી રહી હતી, તો મેં ટેન્ગો શીખ્યો. એક પરફોર્મન્સ માટે મને સ્લિટ ડ્રેસ પહેરવી પડી અને તેના માટે મેં માતા-પિતા પાસે મંજૂરી પણ લીધી. અહી સુધી કે તેમને પણ તેનાથી કોઈ પરેશાની નહોતી. પછી જ્યારે મારી પહેલી ફિલ્મ 'પ્રેમમ' રીલિઝ થઈ અને મારા પ્રદર્શનના વખાણ થયા તો મારો ટેન્ગો ડાન્સ વાયરલ થઈ ગયો.

લોકો વીડિયો જોઈને મારી સ્લિટ ડ્રેસ પર કમેન્ટ કરવા લાગ્યા. હું અસહજ થઈ ગઈ. મને લાગ્યું કે, મને ઓબ્જેક્ટિફાઈ કરવામાં આવી રહી છે. ત્યારથી મેં નિર્ણય કરી લીધો અને સોગંધ ખાધા કે નાના કપડાં નહીં પહેરું. સાઈ પલ્લવીએ ઘણી ફિલ્મોમાં જુનિયર આર્ટિસ્ટનો રોલ કર્યો અને તેમાં ક્યારેય ક્રેડિટ ન મળ્યું. તેણે વર્ષ 2015મા નહીં, પરંતુ આ અગાઉ વર્ષ 2005 અને વર્ષ 2008માં આવેલી ફિલ્મો 'કસ્તુરી માન' અને 'ધામ ધૂમ'માં નજરે પડી હતી. પરંતુ તેમાં તેને ક્રેડિટ ન મળ્યું.

સાઈ પલ્લવીને પહેલો એક્ટિંગ બ્રેક ફેસબુકના માધ્યમથી મળ્યો હતો. વર્ષ 2014માં જ્યારે તે જોર્જિયામાં ભણી રહી હતી તો ડિરેક્ટર Alphonse Puthrenએ ફેસબુક પર તેના રિયાલિટી શૉના વાયરલ વીડિયોની ક્લિપ જોઈને અપ્રોચ કરી હતી. ત્યારે સાઈ પલ્લવીએ ઇનકાર કરી દીધો હતો. તેના 6 વર્ષ બાદ Alphonse Puthrenએ ફરી તેને અપ્રોચ કરી તો એક્ટ્રેસને લાગ્યું કે તે તેનો પીછો કરી રહ્યો છે. તે પોલીસમાં ફરિયાદ કરવા જઇ રહી હતી. ત્યારે તે જાણતી નહોતી કે એ વ્યક્તિ એક ફિલ્મ મેકર છે. જ્યારે Alphonse Puthrenએ હકીકત બતાવી તો તેણે ડિરેક્ટર પાસે માફી માગી અને પછી તેની વર્ષ 2015માં આવેલી ફિલ્મ 'પ્રેમમ'માં કામ કર્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp