સાઈ પલ્લવી 'યશ 19'માં 'રોકી ભાઈ' સાથે રોમાન્સ કરશે? 8મી ડિસેમ્બરે યશ કરશે ધમાકો!

PC: tollywood.net

જ્યારથી 'રોકી ભાઈ' એટલે કે યશે તેની નવી ફિલ્મની જાહેરાત કરી છે, ત્યારથી કંઈક ને કંઈક નવું અપડેટ સામે આવી રહ્યું છે. જેના કારણે ચાહકોનો ઉત્સાહ પણ વધી રહ્યો છે. યશે તાજેતરમાં જાહેરાત કરી હતી કે, તે તેના નવા પ્રોજેક્ટનું નામ 8 ડિસેમ્બરે રિલીઝ કરશે. અત્યાર સુધી બધા માની રહ્યા હતા કે, આ નવો પ્રોજેક્ટ KGF 3 હશે, કારણ કે અત્યાર સુધી યશે પોતાનો લુક 'રોકી ભાઈ' જેવો જ રાખ્યો છે. પણ એવું ન થયું. હવે ચાહકો 8મી ડિસેમ્બરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દરમિયાન, એક રસપ્રદ અપડેટ બહાર આવ્યું છે અને તે એ છે કે સાઈ પલ્લવી 'યશ 19'માં અભિનેતાની સામે જોવા મળશે. જો કે, હજુ સુધી કંઈપણ પુષ્ટિ નથી.

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતા અહેવાલ અનુસાર, સાઈ પલ્લવી 'યશ 19'માં યશ સાથે રોમાન્સ કરતી જોવા મળશે. ફિલ્મમાં બંને વચ્ચે ઘણા રોમેન્ટિક સીન્સ જોવા મળશે. જો આમ થશે તો કન્નડ સિનેમામાં સાઈ પલ્લવીની આ ડેબ્યૂ હશે. સાઈ પલ્લવીએ અત્યાર સુધી માત્ર તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં જ કામ કર્યું છે.

યશની નવી ફિલ્મનું નામ હાલમાં 'યશ 19' છે. સત્તાવાર નામ અને કાસ્ટ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મ ડ્રગ્સ માફિયા પર આધારિત હશે અને તેનું નિર્દેશન ગીતુ મોહનદાસ કરશે. યશની વાત કરીએ તો, તે 2022માં KGF 2માં જોવા મળ્યો હતો. એ ફિલ્મ પછી યશે પોતાની જાતને નવી ફિલ્મની તૈયારીમાં વ્યસ્ત રાખ્યો હતો. હવે લગભગ દોઢ વર્ષ પછી તેની નવી ફિલ્મ ચાહકોની સામે રિલીઝ થવા જઈ રહી છે.

જ્યારે યશ તાજેતરમાં મલેશિયામાં હતો ત્યારે તેને આ ફિલ્મ વિશે પૂછવામાં આવ્યું હતું. વધુ વિગતો આપ્યા વિના તેણે કહ્યું, 'હું એમ નહીં કહું કે તે એક મોટી ફિલ્મ હશે, પરંતુ તે સારી ફિલ્મ હશે. હું ટૂંક સમયમાં જાહેરાત કરીશ. થોડી ધીરજ રાખો અને મારા પર વિશ્વાસ રાખો. તમને ધમાકેદાર મૂવી મળશે.'

અત્રે ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર 2023 માં, યશ તેની નવી ફિલ્મની ટીમ સાથે લંડન ગયો હતો અને ત્યાં બે અઠવાડિયા સુધી લોકેશન શોધી રહ્યો હતો. તે સમયે યશ હોલીવુડના સ્ટંટ કોરિયોગ્રાફર અને નિર્દેશક જેજે પેરીને પણ મળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp