સૈફ બોલ્યો- બોલિવુડમાં સારા એક્ટરને એ તક નથી મળતી, જે ક્યારેક-ક્યારેક...
એક્ટર સૈફ અલી ખાને હાલમાં જ પોતાની ફિલ્મ 'ઓમકારા' અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચાલી રહેલા Nepotismને લઈને પોતાની વાત રજૂ કરી છે. વિશાલ ભારદ્વાજ નિર્દેશિત 'ઓમકારા'માં લંગડા ત્યાગીનું કેરેક્ટર પ્લે કરવા માટે આમિર ખાન ખૂબ ઉત્સાહી હતો, પરંતુ તેને તક ના મળી. વર્ષ 2006માં રીલિઝ થયેલી સુપરહિટ ફિલ્મ 'ઓમકારા' સૈફ અલી ખાનના કરિયર માટે એક મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. આ ફિલ્મમાં સૈફ અલી ખાને લંગડા ત્યાગીનું કેરેક્ટર પ્લે કર્યું હતું, જેમાં સૈફની એક્ટિંગને આજે પણ લોકો યાદ કરે છે.
કામના પહેલા દિવસ બાદ કલાકરોએ તેને ખાન સાહબ કહીને બોલાવવાનું શરૂ કરી દીધુ, તો તેના પર સૈફે કહ્યું, હું જે પ્રકારનો વ્યક્તિ છું, મેં જે ફિલ્મો કરી છે, તેના અનુસાર વિશેષાધિકારનું હોવું અને વિશેષાધિકાર ના હોવો, તે લોકોની પોતાની પ્રતિભા દ્વારા આવે છે, જ્યારે અમારામાંથી કેટલાક લોકો સ્પષ્ટરીતે કહું તો, અમારી પાસે જન્મથી વિશેષાધિકાર હોય છે અને અમારા માતા-પિતા અમારા માટે સરળતાથી ઘણા દરવાજા ખોલી આપે છે. આથી, તે અજાણ્યા લોકો સાથે તમે સેટ પર હો અને તમે તમારા સીન માટે એટલી જ મહેનત કરો છો, જેટલી બાકીના તમામ લોકો કરે છે અને પછી તમે તે સીન કેમેરાની સામે સૌથી શ્રેષ્ઠ રીતે કરો છો તો તમને સારો અનુભવ થાય છે અને એ લોકોના સન્માનને મેળવવું ખરેખર મહત્ત્વપૂર્ણ લાગે છે.
વિશાલ ભારદ્વાજ વિશે વાત કરતા સૈફ અલી ખાને કહ્યું, ખાન સાહબ જેવું કોમ્પિલમેન્ટ મેળવવું હંમેશાં સારું લાગે છે. મેં ભૂતકાળમાં નસીરુદ્દીન શાહની સાથે કામ કર્યું છે. તે મારા માટે એક વખાણ જેવું છે. મેં ક્યારેય તે પહેલા કંઈક આવુ નહોતું કર્યું. આવું ભારતમાં ઘણીવાર થાય છે કે, સારા એક્ટરને એ તક નથી મળતી, જે ક્યારેક-ક્યારેક વિશેષાધિકાર પ્રાપ્ત લોકોને મળે છે.
સૈફ અલી ખાન અવાર-નવાર ફિલ્મ ઉદ્યોગમાં ભાઈ-ભત્રીજાવાદ વિરુદ્ધ ચર્ચામાં સૌથી આગળ રહ્યો છે. સૈફ અલી ખાને પોતાના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, Nepotism એક ભયાનક વસ્તુ છે. હું સંપૂર્ણરીતે ભાઈ-ભત્રીજાવાદની વિરુદ્ધ છું. મને વિશ્વાસ છે કે, તેને કારણે મને ફાયદો થયો છે. નિશ્ચિતરૂપે, આવા લોકોની સરખામણીમાં વધુ અવસર છે, જે ફિલ્મ જગત સાથે સંકળાયેલા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp