હિંદુઓની જીવન જીવવાની રીત મને પસંદ છે: સૈફ અલી ખાન

PC: assets.vogue.in

 બોલિવુડ અભિનેતા સૈફ અલી ખાન એક ઇવેન્ટમાં એકદમ મસ્તી અને મજાકના મુડમાં દેખાયો હતો.

‘જવાની જાનેમન’નું ગીત ‘દિલ લુટ્યા’ પર સૈફ અલી ખાનને સવાલ કરવામાં આવ્યો હતો કે, શું તને જવાની ઢળવાનો ડર લાગે છે? આ સવાલનો જવાબ આપતા સૈફ અલી ખાને કહ્યું હતું કે નહીં, ક્યારેય નહીં. મને જવાની ઢળવાનો ડર ક્યારેય નથી લાગ્યો અને લાગતો પણ નથી. જવાની તો મારી ક્યારની ઢળી ગઇ હતી. મને આ પ્રકારના કોઇ પણ ઇશ્યૂ થયા નથી, સાચુ કહું તો મેં ક્યારેય વિચાર્યું પણ નથી, મને લાગે છે કે જો તમે પોતાને દિલથી યંગ અનુભવ કરો તો, તમે સારું ફિલ કરો છો, પરંતુ હું ક્યારેય ખુબ યંગ હોવા કે રહેવા નથી માંગતો.

સૈફે મસ્તીભર્યા અંદાજમાં કહ્યું હતું કે, મારે વૃદ્ધ તો નથી થવું, પરંતુ હું ખુશ છું. પોતાના મગજમાં એ વાત ક્લિયર છે. લોકો જરૂર મને એવું કહે છે કે, આવા કપડાં પહેરશે તો તું યંગ લાગશે, આવા વાળ કપાવશે તો તું યંગ લાગશે, મને વધુ યંગ લાગવાનું પ્રેશર જ નથી. જ્યાં સુધી કામ મળે છે, મળતું રહેશે, જ્યારા રિટાયર કરશે તો રિયાર થઈ જશઈ અને ચિલ કરીશ.

સૈફ અલી ખાને પોતાની વાત પુરી કરતા કહ્યું હતું કે, તમને ખબર હોવી જોઇએ કે તમારે કઇ રીતે જીવન વીતાવવું છે. મને જીવન પસાર કરવાનો આ હિંદુ આઇડિયા પસંદ છે, જેમાં એક સમય હોય છે જ્યારે તમારે કમાવાના હોય છે અને એક સમય હોય છે જ્યારે તમારે રિલેક્સ કરવાનું હોય છે. જીવનમાં દરેક કામ કરવાનો એક સમય હોય છે. જ્યારે જે વસ્તુનો સમય આવશે એ સમયના હિસાબે આપણે કામ કરીશું, મને એ વસ્તુઓમાં આનંદ મળશે. મને વૃદ્વ થવામાં કોઇ ઇશ્યૂ નથી. હું તૈયાર છું એ માટે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp