26th January selfie contest

કરીનાનું ચીની વર્ઝન છે તૈમુરઃ સૈફ અલી ખાન

13 Oct, 2017
11:31 PM
PC: masala.com

અત્યારે સોશિયલ મીડિયામાં સૈફ અલી ખાન-કરીના કપૂરનો પુત્ર તૈમુર ખાસ્સો ચર્ચામાં છે, તેવામાં કરીના કહે છે કે, તૈમુર તેના પર ગયો છે, તો બીજી બાજુ સૈફ અલી ખાન કહે છે કે, તૈમુર મારા પર ગયો છે. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં સૈફે કહ્યું હતું કે, તૈમુર થોડા દિવસ મારા જેવો દેખાય છે અને થોડા દિવસ તે કરીના જેવો દેખાય છે, પરંતુ અત્યારે તે કરીનાનું ચીની વર્ઝન દેખાય છે. તેને મોંગોલિયા મોકલી દેવો જોઈએ.