પ્રભાસની ‘સલાર’ અને શાહરૂખની ‘ડંકી’ ફિલ્મની 13 દિવસની કમાણી જાણી લો

PC: khabarchhe.com

બોલિવુડના બાદશાહ શાહરૂખ ખાનની ફિલ્મ ‘ડંકી’ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. સાઉથના સુપરસ્ટાર પ્રભાસની ‘સલાર’ની સાથે રીલિઝ થવા છતા શાહરૂખ ખાનની ફિલ્મે બોક્સ ઓફિસ પર 200 કરોડનો આંકડો પાર કરી લીધો છે. નવા વર્ષના બીજા જ દિવસે શાહરૂખની ફિલ્મે 200 કરોડનો આંકડો પાર કરી લીધો છે.

120 કરોડના બજેટમાં બનેલી ‘ડંકી’ હવે સુપરહિટ ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ગઈ છે. નવા વર્ષે ‘ડંકી’ ફિલ્મના કલેક્શનમાં ઉછાળ જોવા મળ્યો હતો. શાહરૂખની આ પાંચમી એવી ફિલ્મ છે, જેણે 200 કરોડના ક્લબમાં એન્ટ્રી લીધી હોય. આ ફિલ્મે રીલિઝના 13મા દિવસે 3.85 કરોડની કમાણી કરી હતી.  આ સાથે ‘ડંકી’ ફિલ્મનું ટોટલ કલેક્શન 200.62 કરોડ પહોંચી ગયું છે. ફિલ્મે વર્લ્ડ વાઇડ પણ સારી કમાણી કરી છે. ફિલ્મે દુનિયાભરમાં 400 કરોડથી વધુનો કારોબાર કરી લીધો છે.

શાહરૂખની ‘ડંકી’ની સાથે સાથે પ્રભાસની ‘સલાર’ ફિલ્મે પણ બોક્સ ઓફિસ પણ ઘણા રેકોર્ડ્સ બનાવ્યા છે. ‘સલાર’ ફિલ્મે 12 દિવસમાં 369.37 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp