ભાઈજાન-અરિજિત વચ્ચે સમાધાન! સિંગરે ગાયું સલમાનની ફિલ્મ ‘ટાઇગર 3’ માટે ગીત

PC: timesnownews.com

ફેન્સ સલમાન ખાનની ફિલ્મ ‘ટાઇગર 3’ની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં સલમાન ખાન ફરી એક વખત રૉ એજન્ટ અવિનાશ સિંહ રાઠોડ ઉર્ફ ટાઈગરના રૂપમાં નજરે પડશે. ફિલ્મમાં સલમાન ખાન શાનદાર એક્શન કરતો નજરે પડવાનો છે. ‘ટાઇગર 3’ના ટ્રેલરને ઓળખનારાઓના મનમાં જોશ ભરી દીધો છે અને હવે તેના પહેલા ગીતનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. આ ગીતની ખાસ વાત એ છે કે તેને બોલિવુડના ફેવરિટ સિંગર અરિજિત સિંહે ગાયું છે.

જી હા, અરિજિત સિંહે સલમાન ખાનની ફિલ્મ માટે પહેલું ગીત ગાયું છે. તેનાથી સ્પષ્ટ છે કે બંને સ્ટાર બચ્ચે દુશ્મની સમાપ્ત થઈ ગઈ છે. ‘ટાઇગર 3’ નું પહેલા ગીતનું નામ ‘લેકે પ્રભુ કા નામ’ છે. આ ગીતના પહેલા લૂકમાં સલમાન ખાનને પોતાની હિરોઈન કટરીના કૈફ સાથે જોઈ શકાય છે. પોસ્ટરમાં સલમાન બ્લેક શર્ટ અને પેન્ટ પહેરીને નજરે પડી રહ્યો છે. તેણે કાળા ચશ્મા પણ પહેર્યા છે. જેમાં તેનો સ્વેગ અલગ જ છે. તો કટરીના કૈફ લોંગ રેડ બુટ્સ, રેડ ક્રોપ ટોપ અને વ્હાઇટ શોટ્સ પહેરીને છે. તેણે ફેધર જેકેટ પણ પહેર્યો છે. સલમાને ગીતનું પોસ્ટર શેર કરતા લખ્યું ‘પહેલા ગીતની પહેલી ઝલક #LekePrabhuKaNaam! ઓહ હા, આ છે અજીરિત સિંગનું પહેલું ગીત મારા માટે. આ ગીત 23 ઓક્ટોબરે આવશે. ‘ટાઇગર 3’ થિયેટરોમાં દિવાળીના દિવસે 12 નવેમ્બરે રીલિઝ થશે.

કેમ થઈ હતો સલમાન અને અરિજિત વચ્ચે ઝઘડો?

આ પહેલી વખત છે જ્યારે સિંગર અરિજિત સિંહે, સલમાન ખાનની કોઈ ફિલ્મમાં ગીત ગાયું છે. આ અગાઉ સુપસ્ટારે સિંગરને એકદમ બ્લેકલિસ્ટ કર્યો હતો. સલમાનની અરિજિતથી નારાજગી વર્ષ 2014માં શરૂ થઈ હતી. એક એવોર્ડ શૉને સલમાન ખાન હોસ્ટ કરી રહ્યો હતો અને અરિજિતે તેમાં એક એવોર્ડ જીત્યો હતો. સેરેમની દરમિયાન સ્ટેજ પર થયેલી બંને સટારો વચ્ચેની મજાક ઇગોની જંગમાં બદલાઈ ગઈ હતી. અરિજિત ત્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નવો હતો. પોતાના કામમાં બિઝી હોવાના કારણે તે કેઝ્યૂઅલ આઉટફિટ અને ચપ્પલ પહેરીને એવોર્ડ શૉમાં અડધી રાત્રે પહોંચ્યો હતો.

ફંક્શનમાં અરિજિતને પોતાના ગીત માટે એવોર્ડ મળ્યો તો સ્ટેજ પર તેને હોસ્ટ સલમાન અને રિતેશ દેશમુખ લેવા પહોંચ્યા. અહી અરિજિતનો પહેરવેશ જોઈને સલમાન બોલ્યો ‘તું વિનર છે?’ તેના જવાબમાં સિંગરે કહ્યું ‘તમે લોકોને સૂવાડી દીધો.’ તેની આ વાત સલમાનને સારી ન લાગી અને તે નારાજ થઈ ગયો. એવોર્ડ શૉથી કોલકાતા પરત જવા સુધી અરિજિતને પોતાની ભૂલનો અનુભવ થઈ ગયો હતો. તેણે સલમાન પાસે જઈને માફી માગી હતી, પરંતુ વાત હાથથી નીકળી ચૂકી હતી.

સલમાનની અરિજિત માટે નારાજગી પહેલી વખત ત્યારે જાહેર થઈ જ્યારે મીત બ્રોઝે તેમની ફિલ્મ ‘કીક’ માટે અરિજિત સાથે રેકોર્ડ કરેલું એક ગીત ડ્રોપ કરી દીધું. પ્રીતમે પણ ‘બજરંગી ભાઈજાન’ માટે અરિજિતના અવાજનો ઉપયોગ કરવાથી હાથ ખેચી લીધા હતા. અરિજિતે સલમાન ખાન પાસે ઘણી વખત માફી માગી, પરંતુ સલમાન તેને માફ કરવાના મૂડમાં જરાય નહોતો. સલમાને સિંગરને કહ્યું હતું કે, તેણે એવોર્ડ શૉની ઇજ્જત કરવી જોઈતી હતી અને ઢંગના કપડાં પહેરીને આવવું જોઈતું હતું. અરિજિતને લાગ્યું કે બધુ સારું થઈ ગયું છે, પરંતુ એમ ન થયું.

ત્યારબાદ ‘બજરંગી ભાઈજાન’, ‘સુલતાન’ અને બીજી ફિલ્મોથી તીના ગીત રીજેક્ટ થયા. અરિજિતે સોશિયલ મીડિયા પર ઈમોશનલ લેટરના માધ્યમથી સલમાન સાથે સંબંધ સારા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યારબાદ તેણે પોસ્ટ ડીલિટ કરી દીધી. આટલા વર્ષો બાદ બંને સ્ટારોના સંબંધ સારા થઈ ગયા છે અને અરિજિતે સલમાન માટે પહેલું ગીત ગાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp