26th January selfie contest

શું સલમાન ખાને દુબઈમાં કરી લીધા છે લગ્ન? અરબાઝના શોમાં કર્યો ખુલાસો

PC: dnaindia.com

અરબાઝ ખાન પોતાનો શો પિંચ સાથે પાછો ફર્યો છે. અરબાઝના ટોક શોમાં સલમાન ખાન ગેસ્ટ બનીને આવ્યો હતો. જ્યાં સલમાન ખાન બાબતે સોશિયલ મીડિયા પર કઈ રીતેની વાત થાય છે એ અરબાઝ ખાને બતાવી છે. સલમાન ખાનનો એપિસોડ બુધવારે રીલિઝ થયો હતો. અરબાઝ ખાને જણાવ્યું કે સોશિયલ મીડિયા પર સલમાન ખાન બાબતે મોટા ભાગના કમેન્ટ્સ પોઝિટિવ હોય છે પરંતુ એક એવો સવાલ પૂછ્યો જેની બાબતે સાંભળીને તમે ચોંકી જશો.

અરબાઝ ખાન ટોક શોમાં કેટલાક યુઝર્સના કમેન્ટ વાંચી સંભળાવે છે, જેના પર સલમાન ખાન પોતાનું રીએક્શન આપે છે. એક યુઝરે સલમાન ખાનને તેની વેડિંગ બાબતે પૂછ્યું. કમેન્ટમાં લખ્યું હતું કે ક્યાં છુપાઈને બેઠો છે ડરપોક. ભારતમાં બધા જાણે છે કે તું દુબઈમાં પોતાની પત્ની નૂર અને 17 વર્ષીય દીકરી સાથે રહે છે. ભારતના લોકોને ક્યાં સુધી મૂર્ખ બનાવીશ. આ કમેન્ટ સાંભળીને પહેલા તો સલમાન ખાન ચોંકી ગયો. તે પૂછે છે કોના માટે છે? અરબાઝ ખાન પોતે પણ આ વાત સાંભળીને હસવા લાગે છે અને કહે છે કે મારી ભાભી ક્યાં છે? નૂર કેટલે દૂર છે?

 
 
 
View this post on Instagram

A post shared by Arbaaz Khan (@arbaazkhanofficial)

સલમાન ખાન કહે છે કે આ લોકો ખૂબ જ વેલ ઇન્ફોર્મડ છે. એ બધી પાયાવિહોણી વાતો છે. ખબર નથી કોની બાબતે લખ્યું છે. ખબર નથી ક્યાં પોસ્ટ કરવામાં આવી છે. શું ઇમ્પ્રેશન આપવા માગે છે. સલમાન ખાને આગળ કહ્યું કે તેને એમ લાગે છે કે હું તેનું નામ લઈને કહીશ કે મારી કોઈ પત્ની નથી. હું ભારતમાં જ રહું છું. 9 વર્ષની ઉંમરથી હું ગેલેક્સી અપાર્ટમેન્ટમાં રહું છું. હવે સલમાન ખાનનું આ ઇન્ટરવ્યૂ ખૂબ ચર્ચામાં આવી ગયું છે. સલમાન ખાનને ઈન્ડસ્ટ્રીમાં મોસ્ટ હેન્ડસમ બેચલર પણ કહેવામાં આવે છે.

તેના બધા ફેન્સ એજ સવાલ કરે છે કે તે લગ્ન ક્યારે કરશે? સલમાન ખાનનું નામ ઘણી જાણીતી એક્ટ્રેસ સાથે જોડાયું તો છે પરંતુ લગ્નના મંડપ સુધી તેનો કોઈ સંબંધ પહોંચી શક્યો નથી. પિંચ 2મા અનન્ય પાંડે, ટાઈગર શ્રોફ, ફરહાન અખ્તર, કિયારા અડવાણી, રાજકુમાર રાવ અને ફરાહ ખાન આવવાના છે. અરબાઝ ખાનની આ બીજી સીઝન છે. પહેલી સીઝન દર્શકો વચ્ચે ખૂબ ચર્ચામાં રહી હતી. સલમાન ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લી વખતે રાધેમાં નજરે પડ્યો હતો. આ ફિલ્મ ઈદના અવસર પર રીલિઝ થઈ હતી. રાધે ફિલ્મમાં સલમાન ખાન સાથે દિશા પટાની, રણદીપ હુડ્ડા અને જેકી શ્રોફ લીડ રોલમાં હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp