ફિલ્મોમાં કીસિંગ સીનને લઇ સલમાને કહ્યું- મારો ઉછેર અને મારા સંસ્કાર...

PC: bollywoodhungama.in

દિવાળી અને વર્લ્ડ કપના માહોલમાં રીલિઝ થવા છતાં પણ સલમાન ખાનની ફિલ્મ ટાઈગર-3એ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી છે. આ ફિલ્મની સાથે સાબિત થયું કે સલમાન ખાનની ફેન ફોલોઈંગ રોજ વધી રહી છે. સલમાને એક ઈન્ટરવ્યૂમાં રોજ વધી રહેલા તેના ફેન્સના પ્રેમનો શ્રેય પોતાની જ ફિલ્મોને આપ્યો છે સાથે જ સલમાને એવું પણ કહ્યું કે, આ સંસ્કાર તેને પોતાના પિતા સલીમ ખાન પાસેથી મળ્યા છે. કારણ કે તેમણે હંમેશા એવી ફિલ્મો કરી છે, જે આખો પરિવાર સાથે બેસીને જોઇ શકે.

સલમાન ખાને કહ્યું કે, જે પ્રકારની ફિલ્મો મેં કરી છે તે આખો પરિવાર સાથે મળીને જોઇ શકે છે. પછી તે એક્શન હોય કે રોમાંસ કે પછી કોમેડી. આવું કરતા સમયે એ વાતનું ધ્યાન રાખવામાં આવે છે કે બાળકો અને માતા-પિતાએ આ સીન્સ અલગ અલગ ન જોવા પડે. અત્યાર સુધી મેં આવું કશુ કર્યું નથી અને મને આશા છે કે આગળ ચાલીને પણ મારે આવા પ્રકારની ફિલ્મો ન કરવી પડે. જે ફિલ્મો હું કરું છું, તે ફિલ્મ ઓડિયન્સ પોતાના સગાઓની સાથે મળીને સંકોચ વિના જોઇ શકે છે. એજ કારણ છે કે તેમનો પ્રેમ અને વિશ્વાસ હંમેશા મારી સાથે રહ્યો છે.

પિતાથી પ્રેરણા મળી

સલમાન ખાને આગળ કહ્યું કે, એવા પ્રકારની ફિલ્મો પણ હોય છે જેને તમે એકલા જોઇ લો છો, કે પછી મિત્રો સાથે જોઇ શકો છો. પણ પરિવારની સાથે નથી જોઇ શકતા. પણ મારો ઉછેર, મારા સંસ્કાર મને પિતા(સલીમ ખાન) પાસેથી મળ્યા છે. જો તમે તેમની ફિલ્મોના વિલેન પણ જોયા હશે તો તેમના પણ અમુક સિદ્ધાંત હતા. પિતાની ફિલ્મોમાં હિરોઈન સાથે છેડછાડ નહોતી થતી. મારી બીજી ફિલ્મ ‘મેંને પ્યાર કિયા’માં એકપણ કિસિંગ સીન નહોતા.

પરિવાર સાથે અંગ્રેજી ફિલ્મો જોતો

પોતાના નાનપણના દિવસોને યાદ કરતા સલમાને કહ્યું કે, જ્યારે અમે નાના હતા તો એ જમાનામાં વીડિયો કેસેટ આવતી હતી. ત્યારે અમે અંગ્રેજી ફિલ્મો પરિવારની સાથે જોતા હતા. પણ ફિલ્મ જોતા સમયે જ્યારે પણ લવ મેકિંગ સીન કે કિસિંગ સીન આવતો હતો ત્યારે બધા લોકો અજીબ અનુભવ કરતા હતા. હું ઈચ્છું છું કે મારી ફિલ્મો માતા-પિતા, દાદા-દાદી, નાના-નાની પોતાના બાળકોની સાથે જોતા અજીબ મહેસૂસ ન કરે. આજ દિન સુધી આ વાતનું ધ્યાન રાખ્યું છે અને આથી મારા ફેન્સ મને પ્રેમ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp