સલમાન ખાનની ‘ટાઈગર 3’ના કારણે ‘ધ માર્વલ્સ’ને નથી મળી રહી IMAX સ્ક્રીન્સ

PC: marvel.com

સલમાન ખાનની ફિલ્મ ‘ટાઇગર 3’નો બઝ ગતિ પકડી ચૂક્યો છે. 14 ઓક્ટોબરના રોજ ભારત વર્સિસ પાકિસ્તાન વચ્ચે થનાર વર્લ્ડ કપ 2023ની મેચથી ફલેઝ્ડ પ્રમોશન્સ શરૂ થઈ રહ્યા છે. 16 ઓક્ટોબરના રોજ ફિલ્મનું ટ્રેલર લોન્ચ થવાનું છે. આ બધા વચ્ચે મેકર્સ ફિલ્મથી સલમાન ખાન અને કટરીના કૈફના કેરેક્ટર પોસ્ટર્સ રીલિઝ કરી રહ્યા છે. ‘ટાઇગર 3’ સાથે માર્વલની ફિલ્મ ‘ધ માર્વેલ્સ’ રીલિઝ થઈ રહી છે.

માર્વલની ફિલ્મો IMAX ફોર્મેટમાં રીલિઝ થઈ રહી છે. માર્વલની ફિલ્મો IMAX ફોર્મેટમાં રીલિઝ કરવામાં આવે છે. પરંતુ ‘ટાઇગર 3’ના ચક્કરમાં ‘ધ માર્વલ્સ’ને IMAX સ્ક્રીન ન મળવાની વાત કહેવામાં આવી રહી છે. મોટા ભાગે જ્યારે પણ હોલિવુડની ફિલ્મ સાથે ઇન્ડિયન ફિલ્મ IMAX રીલિઝ થાય છે તો IMAX થિયેટર્સ હોલિવુડવાળી ફિલ્મને મહત્ત્વ આપવામાં આવે છે, પરંતુ ‘ટાઇગર 3’એ ખેલ પલટી દીધો.

ગત દિવસોમાં ‘ટાઇગર 3’ના જે પોસ્ટર્સ રીલિઝ કરવામાં આવ્યા છે, તેમાં કહેવામાં આવ્યું છે કે, ફિલ્મ IMAXમાં પણ રીલિઝ થશે. દુનિયાભરમાં હોલિવુડ ફિલ્મોને હિન્દી ફિલ્મોની ઉપર મહત્ત્વ આપવામાં આવે છે એટલે મોટા ભાગે IMAX સ્ક્રિન્સ હોલિવુડ ફિલ્મોને આપવામાં આવે છે. આ જ ચલણ ભારતમાં પણ ચાલી રહ્યું હતું. બૉલિવુડ હંગામાના રિપોર્ટ મુજબ, IMAX કોર્પોરેશન નથી ઇચ્છતું કે બે IMAX ફિલ્મો એક જ દિવસે રીલિઝ થાય. ખૂબ ખૂબ બચવા બચાવવા છતા જો એમ થઈ જાય છે તો હિન્દી ફિલ્મોને સાઇડ કરીને અંગ્રેજી ફિલ્મને IMAX સ્ક્રીન આપી દેવામાં આવે છે.

જ્યારે પ્રભાસની ‘આદિપુરુષ’ રીલિઝ થઈ ત્યારે DCની ફિલ્મ ‘ધ ફ્લેશ’ રીલિઝ થઈ હતી એટલ આદિપુરુષને IMAXમાં રીલિઝ કરવામાં આવી નહોતી. આ અગાઉ રણવીર સિંહની ‘83’ પણ ‘સ્પાઇડર મેન- નો વો હોમ’ સાથે રીલિઝ થઈ હતી. એટલે ‘83’ને પણ IMAX સ્ક્રીન ઉપલબ્ધ ન થઈ. પરંતુ ‘ટાઇગર 3’ના કેસમાં મામલો ઊંધો થઈ ગયો. યશરાજ ફિલ્મ્સે પહેલા જ આખા દેશમાં તમામ સ્ક્રીન બુક કરી લીધી છે. તેમાં IMAX સ્ક્રીન્સ પણ સામેલ છે. ‘ટાઈગર’ની ટક્કર થવાની છે ‘ધ માર્વલ્સ’ સાથે. પરંતુ ‘ધ માર્વલ્સ’ને થોડી ઘણી IMAX સ્ક્રીન્સ પર રીલિઝ કરવામાં આવશે કેમ કે મોટા ભાગની IMAX પર ‘ટાઈગર 3’ લાગશે. હકીકતમાં સ્થિતિ શું થશે એ આગામી દોઢ બે અઠવાડિયામાં સ્પષ્ટ થઈ જશે.

તેની પાછળનું કારણ યશરાજ ફિલ્મની ડિસ્ટ્રિબ્યુશન વિંગની તેજ તર્રારી અને સલમાન ખાનના સુપરસ્ટારડમને માનવામાં આવી રહ્યું છે. IMAX નોર્મલ થિયેટરથી અલગ હોય છે. તેમાં સ્ક્રીન સાઇઝ મોટી હોય છે. ફિલ્મની ક્વાલિટી સારી હોય છે. આ પાયાનો ફરક છે. હજુ પણ અંતર હોય છે, પરંતુ એ ટેક્નિક્લિટીઝમાં નથી પડતા. જ્યાં સુધી વાત ‘ટાઈગર 3’ની, તો મેકર્સે અત્યાર સુધી ફિલ્મની સત્તાવાર ડેટ જાહેર કરી નથી. આ ફિલ્મમાં સલમાન ખાન સાથે કટરીના કૈફ, ઈમરાન હાશમી, રણવીર શૌરી, રેવતી અને રિધિ ડોગરા જેવા એક્ટર્સ કામ કરી રહ્યા છે. ‘ટાઈગર 3’ને મનીષ શર્માએ ડિરેક્ટ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp