સલમાન ખાને જણાવ્યું 25-26 વર્ષથી બહાર ડિનર માટે નથી ગયો, ઘરે...

PC: indianexpress.com

સલમાન ખાનને બોલિવુડના ભાઈજાન તરીકે ઓળખવામાં આવે છે. સલમાનની ગણતરી ઈન્ડસ્ટ્રીના ટોપ સ્ટાર્સમાં કરવામાં આવે છે અને દેશભરમાં તેના ઘણાં ચાહકો છે. હાલમાં જ તેની ફિલ્મ ટાઇગર-3 રીલિઝ થઇ હતી. જેમાં સલમાન ખાન ફરી એકવાર તેના એક્શન રોલમાં જોવા મળ્યો.

સલમાન ખાનને ઘણીવાર મોટી ઈવેન્ટ્સમાં જતા જોવામાં આવે છે અને ઘણાં બોલિવુડ સ્ટાર્સને મળતો જોવા મળે છે. હાલમાં જ તેણે ટાઇગર-3ના પ્રમોશન દરમિયાન ઈન્ડિયા ટુડેને એક ઈન્ટરવ્યૂ આપ્યું હતું. જેમાં સલમાન ખાને જણાવ્યું કે તે અંગત જીવનમાં કઇ રીતે સમય પસાર કરે છે. સલમાન ખાન પોતાના અંગત જીવન વિશે ઓછી વાત કરતો જોવા ળે છે. એવામાં સલમાને ખુલાસો કર્યો કે તેનું જીવન અમુક મિત્રો અને નજીકના વ્યક્તિઓની આજુબાજુ જ ફરે છે.

સલમાન ખાને કહ્યું કે, હું પાછલા 25-26 વર્ષોમાં પોતાના ઘરેથી બહાર નીકળીને ડિનર કરવા માટે નથી ગયો. હું શૂટ કરું છું તો ટ્રાવેલ કરું છું. મારું આઉટડોર મોમેન્ટ માત્ર ત્યારે જ થાય છે જ્યારે હું મારા ગાર્ડનમાં બેસુ છું કે પછી મારા ફાર્મ પર જાઉં છું.

સલમાન ખાન આગળ કહે છે, મારું ટ્રાવેલિંગ છે ઘર, શૂટ, હોટલ, એરપોર્ટ, લોકેશન, ફરી ઘરે આવવું અને પછી જીમ જવું. માત્ર આટલું જ. હું મારા સ્ટાફ સાથે પરિવાર કરતા વધારે સમય પસાર કરું છું. હું શોપિંગ કરવા પણ જતો નથી. સલમાન ખાન કહે છે, બહાર હું ક્યારેક ક્યારેક મારી માતા સાથે જતો રહું છું. અમે કોઇ નજીકની રેસ્ટોરેંટમાં જઇએ છીએ અને પછી કોફી પી લઇએ છીએ. પણ માત્ર આટલું જ.

સલમાન ખાન બોલિવુડ ઈન્ડસ્ટ્રીનો સૌથી વ્યસ્ત કલાકાર છે. તેને પરિવાર સાથે સમય પસાર કરવાની તક ભલે ઓછી મળે છે, પણ એ તેને ગુમાવતો નથી. ઘણીવાર સલમાને ફેમિલિ ગેધરિંગની તસવીરો શેર કરી છે.

સલમાન ખાનની ફિલ્મોની વાત કરીએ તો, હાલમાં સલમાન અને કેટરીનાની ફિલ્મ ટાઇગર-3 સિનેમાઘરોમાં ચાલી રહી છે. આ ફિલ્મનું નિર્દેશન મનીષ શર્માએ કર્યું છે. ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જોકે, સલમાન ખાનની પાછલી બે ટાઇગર ફિલ્મની સરખામણીમાં આ ફિલ્મ જરા ઓછી રસપ્રદ છે. છતાં ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp