TRP રેટિંગ ચાર્ટમાં Bigg Boss 14 પીટાઈ ગયો, આ શૉ છે ટોપ પર

PC: amarujala.com

TRP રેટિંગ અનુસાર Bigg Boss 14ને હજુ સુધી ટોપ 5માં જગ્યા મળી નથી. જ્યારથી આ શૉ શરૂ થયો છે ત્યારથી આ શૉની TRP વધારવા માટે અનેક પ્રકારના પ્રયોગ કરવામાં આવી રહ્યા છે. શૉમાં રહેલા સ્પર્ધકો લોકોનું મનોરંજન કરવા માટે અનેક પ્રકારના નખરા કરી રહ્યા છે. છતાં સલમાન ખાન જે શૉને હોસ્ટ કરે છે એ TRP ચાર્ટમાં ટોપ સુધી પહોંચી શક્યો નથી. જ્યારે રૂપા ગાંગુલી અભિનીત શૉ 'અનુપમા' નંબર વન પોઝિશન પર છે.

 

આ અઠવાડિયે જાહેર થયેલી TRP રેટિંગની યાદીમાં સલમાન ખાનના શૉને ટોપ 5માં પણ સ્થાન મળ્યું નથી. એવું અપેક્ષિત હતું કે, સલમાન ખાન આ શૉને હોસ્ટ કરે છે એટલે સારી એવી TRP રેટિંગ મળી રહેશે. પણ એવું થયું નથી. જ્યારે રૂપા ગાંગુલી અભિનીત શૉ અનુપમા નંબર વન પોઝિશન પર છે. જેને ધીરજ ધુપરના શૉ કુંડલી ભાગ્યને પછાડી દીધો છે. પ્રથમ ક્રમે 'અનુપમા', બીજા ક્રમે 'કુંડલી ભાગ્ય', ત્રીજા સ્થાને 'કુમકુમ ભાગ્ય' અને ચોથા સ્થાને 'છોટી સરદારની' શૉ રહ્યો છે. જ્યારે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' પાંચમા ક્રમે રહ્યો છે. અત્યારે આ ચિત્ર જોયા બાદ એવું લાગે છે કે, Bigg Boss 14ને રેટિંગ સુધી પહોંચવા માટે ખૂબ જ મહેનત કરવી પડશે. શૉના સ્પર્ધકોએ પણ ભારે મહેનત કરવી પડશે. ખાસ કરીને સિનિયર્સ સિદ્ધાર્થ શુક્લા, ગૌહર ખાન અને હિના ખાન શૉની બહાર છે ત્યારે આવું ચિત્ર જોવા મલ્યું છે. હવે જોવાનું એ છે કે, આ શૉની TRP વધારવા માટે કેવી રણનીતિનો પ્રયોગ કરવામાં આવે છે. શૉમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી પણ થઈ શકે છે. હવે જોવાનું એ છે કે, વાઈલ્ડ કાર્ડ એન્ટ્રીથી શું TRP માં વધારો થશે? આ શૉમાંથી અત્યાર સુધીમાં ગુરપાલ અને શહજાદ દેઓલ ઘરની બહાર નીકળી ગયા છે. આ સિવાય એઝાજ ખાન અને પવિત્રા પુનિયા પણ જોખમમાં છે. જે ગમે ત્યારે ઘરમાંથી બહાર નીકળી શકે છે.

 

સિનિયર્સ ઘરમાંથી ચાલ્યા જતા અનેક જૂનિયર્સ માથું પકડીને રડ્યા હતા. અનેક સ્પર્ધકોએ આ સિનિયર્સ સાથેના કેટલાક કડવા-મીઠા અનુભવ શેર કર્યા હતા. આ વાતને લઈને અનેક સ્પર્ધકો વચ્ચે ગરમાવો આવી જાય એવી ચર્ચા થઈ હતી. હિના અને ગૌહર એ વાત પર અડગ રહ્યા હતા કે, સિદ્ધાર્થની ટીમ રૂલ્સ ફોલો કરતી ન હતી. જેના કારણે આખો ટાસ્ક ખરાબ થઈ ગયો હતો. જ્યારે સિદ્ધાર્થે ઘરના મુખ્ય હોલમાં જઈને પોતાની ટીમના સભ્યોને ક્રેડિટ આપી શૉ ચલાવનારા ટ્રુ પ્લેયર્સ કહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp