ફિલ્મ ‘સેમ બહાદુર’ માટે વિકીને મળી આટલી ફી, જુઓ બધા કલાકારોની સેલેરી
બોલિવુડ અભિનેતા વિકી કૌશલ હાલમાં પોતાની બહુપ્રતીક્ષિત ફિલ્મ સેમ બહાદુર માટે ચર્ચામાં છે. ફિલ્મ પ્રેમીઓ વિકીની આ વોર ડ્રામા બાયોપિક ફિલ્મની રાહ જોઇ રહ્યા હતા, પરંતુ આ ફિલ્મને જોઈએ એવો દર્શકોને પ્રેમ મળ્યો નથી. ખેર, ફિલ્મની વાત કરીએ તો જાણીતા ફિલ્મ નિર્માતા રોની સ્કૂવાલાએ આ ફિલ્મને પ્રોડ્યુસ કરી છે. જે એવી બાયોગ્રાફિકલ ફિલ્મોને સપોર્ટ કરે છે જે દર્શકોના દિલોમાં છાપ બનાવી દે. મેઘના ગુલઝાર દ્વારા ડિરેક્ટ આ ફિલ્મ ભારતના પહેલા ફીલ્ડ માર્શલ, સેમ માનેકશૉના જીવન પર આધારિત છે. વિકી કૌશલે આ ફિલ્મમાં સેમ માનેકશૉનું પાત્ર ભજવ્યું છે.
વિકીની સાથે ફિલ્મમાં અન્ય ઘણાં પ્રતિભાશાળી કલાકારો પણ છે. જેમાં ફાતિમા સના શેખ, સાન્યા મલ્હોત્રા, નીરજ કાબી, મોહમ્મદ ઝીશાન આયૂબ જેવા કલાકારો સામેલ છે.
ઉરી અને રાઝી જેવી જોરદાર ફિલ્મોમાં અભિનય કર્યા બાદ વિકી કૌશલ હવે જીવની પર આધારિત યુદ્ધ ડ્રામા ફિલ્મમાં ભારતના પહેલા ફીલ્ડ માર્શલ સેમ માનેકશૉની ભૂમિકામાં જોવા મળશે. વિકીને આ ફિલ્મમાં તેની આ ભૂમિકા માટે 10 કરોડ રૂપિયા ફીના રૂપમાં આપવામાં આવ્યા છે.
વિકી કૌશલ પછી અભિનેત્રી ફાતિમ સના શેખ આ ફિલ્મમાં ભારતના પૂર્વ પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધીના પાત્રમાં જોવા મળશે. જેને ફિલ્મ માટે 1 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. તો સાન્યા મલ્હોત્રા ફિલ્મમાં સેમ માનેકશૉના પત્ની સિલ્લૂ માનેકશૉની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં સેમની પત્નીની ભૂમિકા માટે અભિનેત્રીને 1 કરોડ રૂપિયા સેલેરી પેટે આપવામાં આવ્યા હતા.
નીરજ કાબી આ ફિલ્મમાં ભારતના પહેલા પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરૂની ભૂમિકામાં જોવા મળશે. આ પાત્ર માટે અભિનેતાને લગભગ 30 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. ફિલ્મમાં લોર્ડ માઉન્ટબેટનનું પાત્ર કલાકાર એડવર્ડ સોનેનબ્લિક ભજવી રહ્યો છે. જેને પણ ફી પેટે 30 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે.
ફિલ્મમાં અભિનેતા મોહમ્મદ ઝીશાન આયૂબ ફિલ્મમાં પાકિસ્તાન રાષ્ટ્રપતિ યાહ્યા ખાનના પાત્રમાં જોવા મળશે. જેને 15 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. ખેર, ફિલ્મ લગભગ 70-80 કરોડ રૂપિયાના બજેટમાં બની છે.
વિકી કૌશલ દ્વારા અભિનીત આ ફિલ્મ 1 ડિસેમ્બર 2023ના રોજ સંદીપ રેડ્ડી વાંગાની ‘એનિમલ’ સાથે થિએટર્સમાં રીલિઝ થઈ હતી, જેમાં રણબીર, રશ્મિકા, અનિલ કપૂર અને બોબી દેઓલ લીડ રોલમાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp