હીરો જેટલું જ કામ પણ ફી ઓછી, ઈન્ડસ્ટ્રીના આ વલણથી નારાજ લારા દત્તા

PC: instagram.com/larabhupathi

બોલિવૂડ અભિનેત્રી લારા દત્તા આ દિવસોમાં તેના નવા શો 'સ્ટ્રેટેજીઃ બાલાકોટ એન્ડ બિયોન્ડ'ની સફળતાનો આનંદ માણી રહી છે. લારા, જે 2000ના દાયકાની શરૂઆતમાં ઇન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક હતી, તે હાલમાં નિતેશ તિવારીની 'રામાયણ' માટે શૂટિંગ કરી રહી છે. અહેવાલો અનુસાર લારા 'રામાયણ'માં કૈકેયીની ભૂમિકા ભજવી રહી છે.

હવે એક નવી વાતચીતમાં લારાએ ઈન્ડસ્ટ્રીમાં ફીને લઈને હીરો અને હિરોઈન વચ્ચે થતા ભેદભાવ અંગે ખુલીને વાત કરી છે. લારાએ કહ્યું કે, ફીને લઈને આ ભેદભાવ ઈન્ડસ્ટ્રીમાં જૂની સમસ્યા છે. તેણે કહ્યું કે, લીડ એક્ટ્રેસ જે ખૂબ જ નસીબદાર છે તેને પણ તેના સાથી પુરૂષ હીરો કરતા ઘણી ઓછી ફી મળે છે.

મીડિયા સૂત્રો સાથેની તાજેતરની વાતચીતમાં લારા દત્તાએ કહ્યું હતું કે, સિનેમામાં એક મહિલા તરીકે વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, પરંતુ સૌથી મોટી છે ફીમાં ભેદભાવ. લારાએ કહ્યું, 'અમે ઉદ્યોગમાં અમારા પુરૂષ સાથીદારો કરતાં વધુ નહિ, તો તેમની બરાબર મહેનત તો કરીએ જ છીએ. પરંતુ મોટાભાગની મહિલાઓને, જો તેઓ નસીબદાર હોય તો, પુરૂષ અભિનેતાની ફીના દસમાં ભાગ જેટલી જ ફી મેળવે છે.'

આગળ વાત કરતા લારાએ કહ્યું કે 'બ્યુટી સ્ટાન્ડર્ડ્સ' જેવી ઘણી વસ્તુઓ બદલાઈ પણ ગઈ છે, જેના કારણે અભિનેત્રીઓની કરિયર લાંબી થઈ ગઈ છે. લારાએ કહ્યું, 'આ બધું હવે પ્રક્રિયામાં આવી ગયું છે અને આ પરિવર્તન લાવવામાં ઘણી મહિલાઓનો હાથ છે.' લારાએ એમ પણ કહ્યું હતું કે, અગાઉ જ્યારે 30 વર્ષની ઉમર થતી ત્યારે લોકોને લાગતું હતું કે અભિનેત્રીની કારકિર્દી ખતમ થઈ ગઈ છે અને હવે તેણે સેટલ થઇ જવું જોઈએ.

તેનું ઉદાહરણ આપતા તેણે કહ્યું, 'મારે ક્યારેય આ વસ્તુનો સામનો કરવો પડ્યો નથી. હું ખુદ 40માં વર્ષમાં છું અને મેં ક્યારેય કામ કરવાનું બંધ કર્યું નથી.' લારાએ કહ્યું કે, જ્યારે તેણે 2003માં ડેબ્યૂ કર્યું ત્યારે સેલિબ્રિટી બનવું સરળ તો હતું પરંતુ તેમાં ઘણી ફ્રિલ્સ હતી. તેમણે કહ્યું, 'ઘણા કોર્પોરેટ અને સ્ટુડિયોના આગમન સાથે, વ્યાવસાયિકતા આવી છે અને હવે વસ્તુઓ ખૂબ સુવ્યવસ્થિત થઈ ગઈ છે.'

લારાએ એમ પણ કહ્યું કે, આજે કલાકારો પર એક ચોક્કસ રીતે સારા દેખાવાનું ઘણું દબાણ છે. પરંતુ જ્યારે તે 21 વર્ષ પહેલા આવી હતી, ત્યારે લોકોએ તેમનું કામ કરતા હતા અને આગળ વધતા હતા. નિતેશ તિવારીની 'રામાયણ' સિવાય લારા અક્ષય કુમારની આગામી ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ'માં પણ જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp