આલિયા ભટ્ટ સાથે રોમાંસ કરવાની ના પાડી સંજય દત્તે જીતી લીધા ફેન્સના દિલ

PC: news18.com

બોલિવુડ એક્ટર સંજય દત્ત અને આલિયા ભટ્ટ ખૂબ જ સારી બોન્ડિંગ શેર કરે છે. બંનેએ ફિલ્મ ‘કલંક’ અને ‘સડક 2’માં સાથે જ કામ પણ કર્યું છે, પણ શું તમે જાણો છે કે, સંજય દત્ત ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ફિલ્મમાં એક્ટ્રેસ સાથે ઓનસ્ક્રીન રોમાન્સ કરવા માટે તૈયાર ન હતો. તેણે આલિયા ભટ્ટ સાથે મોટા પડદા પર રોમાન્ટિક સીન કરવા માટે ના પાડી દીધી હતી. જવાબ આપતા સમયે સંજય દત્તે કહ્યું કે, તે યંગ એક્ટ્રેસ જેમ કે આલિયા ભટ્ટ સાથે સિલ્વર સ્ક્રીન પર રોમાન્સ નહીં કરી શકે.

એક્ટરે કહી આ વાત

ગુડટાઈમ્સ સાથેની વાતચીતમાં સંજય દત્તે કહ્યું કે, હું આ વાત જાણું છું કે, હું 60 વર્ષનો છું અને હું યંગ એક્ટ્રેસેસ સાથે સ્ક્રીન પર રોમાન્સ કરવાને લઈને સહજ અનુભવ નથી કરતો, ઉંમર છે તો થોડી હું કંઈ આલિયા ભટ્ટની સાથે રોમાન્સ કરવા લાગુ. આપણે જીવનમાં આગળ વધવું જોઈએ અને જે વસ્તુ છે, તેને એક્સેપ્ટ કરવી જોઈએ. સંજય દત્ત ટૂંક સમયમાં જ રણબીર કપૂરની સાથે ફિલ્મ ‘શમશેરા’માં જોવા મળશે.

યંગ એક્ટર્સ જેમ કે, રણબીર કપૂર સાથે બોન્ડીગને લઈને એક્ટરે કહ્યું કે, ‘આ છોકરો ખૂબ જ હાર્ડવર્કિંગ છે. ફોકસની સાથે કામ કરે છે અને તેની સાથે કામ કરવામાં મજા પણ આવે છે.’ સાઉથ ફિલ્મ ‘કેજીએફ ચેપ્ટર 2’ સંજય દત્તને ઓફર થઇ હતી. એક્ટરે કહ્યું કે, મને સાઉથથી જ ઓફર મળ્યો હતો, મને લાગે છે કે, આજના સમયમાં ઇન્ડસ્ટ્રીમાં કોઈ ભેદભાવ નથી, અમે બધા એક છીએ, એક મોટી ફેમિલી, આ જ ભારતીય સિનેમાની સારી વાત છે, આજે અમે ઈન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીને રિપ્રિજેન્ટ કરીએ છે.

‘કેજીએફ ચેપ્ટર 2’ માં સંજય દત્તના ઉપરાંત સાઉથ સુપરસ્ટાર યશ છે. તે ઉપરાંત રવીના ટંડન પણ જોવા મળશે. ફિલ્મ 14 એપ્રિલે રીલિઝ થશે. થિયેટર્સમાં આ ફિલ્મની બુકિંગ પહેલાથી જ થઇ ગઈ છે, બધી ટિકિટસ વેચાઈ ગઈ છે. ફિલ્મનું નિર્દેશન પ્રશાંથ નીલે સંભાળ્યું છે. ગત ‘કેજીએફ’ની જેમ જ આ ફિલ્મથી ફેન્સને ખૂબ જ આશાઓ છે, આ ફિલ્મ કન્નડ, તેલુગુ, હિન્દી, તમિલ અને મલયાલમ ભાષામાં રીલિઝ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp