સંકેત ભોંસલેએ બતાવી લગ્ન પછીની હાલત, વીડિયો જોઈને હસવું આવશે
જાણીતા કોમેડિયન ડૉ. સંકેત ભોંસલે અને સુગંધા મિશ્રાએ 26 એપ્રિલના રોજ પોતાના નવા જીવનની શરૂઆત કરી છે. તેમણે જલંધર ખાતે લગ્ન કર્યા હતા. સોશિયલ મીડિયા પર તેમના લગ્નના ફોટા ઘણા વાયરલ થયેલા જોવા મળી રહ્યા છે. તેની સાથે તેમના ફેન્સ બંનેને તેમના નવા જીવવની શરૂઆત માટે શુભેચ્છા પાઠવતા જોવા મળી રહ્યા છે. હવે સંકેત ભોંસલેએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં લગ્ન પછી તેની કેવી હાલત થઈ છે તે બતાવી રહ્યો છે.
View this post on Instagram
વીડિયો ઘણો ફની છે અને તેને જોયા પછી તમે તમારું હસવું રોકી શકશો નહીં. ફેન્સ સોશિયલ મીડિયા પર સુગંધા અને સંકેતના ગ્રાન્ડ લગ્નના વીડિયોઝ ઘણા એન્જોય કરી રહ્યા છે. જણાવી દઈએ કે, સંકેતે સુગંધાને કેરીંગ વાઈફ કહી છે પરંતુ, એક ટ્વિસ્ટની સાથે. વીડિયોમાં જ્યારે સુગંધા પતિ સંકેતને ચા માટે પૂછે છે તો તેમાં ટ્વિસ્ટ આપતા કહે છે કે, સારું મારા માટે પણ બનાવતો આવજે. સંકેતે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે- શાદી કે બાદ.
View this post on Instagram
આ પહેલા સુગંધાએ પોતાના સોશિયલ મીડિયા પર લગ્નના બે વીડિયોઝ પણ શેર કર્યા છે. જે ઘણા ચર્ચામાં છે. એક વીડિયોમાં સુગંધા વરમાળા હાથમાં લઈને ગ્રાન્ડ એન્ટ્રી કરી રહી છે, તો બીજા વીડિયોમાં જયમાળા દરમિયાન બંને સાથે જોવા મળી રહ્યા છે. આ સિવાય સુગંધા દુલ્હન તરીકે તૈયાર થતી પણ જોવા મળી રહી છે. તેણે આ સમય દરમિયાનના કેટલાંક ફોટા પણ શેર કર્યા છે. લાઈટ કલરના લહેંગામાં સુગંધા ઘણી સુંદર લાગી રહી છે.
View this post on Instagram
આ સિવાય સુગંધાએ તેમની સગાઈ વખતનો એક વીડિયો શેર કરેલો જોવા મળી રહ્યો છે, જેમાં સંકેત સુગંધા માટે વાત કરતા કરતા ઈમોશનલ થયેલો જોવા મળે છે અને તેની આંખમાં આંસુ આવી ગયા હતા, જેને સુગંધા લૂછતી જોવા મળે છે. આ એક ઘણો ક્યુટ વીડિયો છે, જે તેમના સંબંધની મજબૂતાઈને બતાવે છે. જણાવી દઈએ કે, સુગંધા અને સંકેત ભોંસલેના લગ્નમાં ઘણા લોકો સામેલ થયા ન હતા અને સામેલ થયેલા લોકો પહેલા કોરોના ટેસ્ટ કરાવીને આવ્યા હતા. તેમણે અચાનક જ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોતાના પ્રિવેડીંગના ફોટા શેર કરીને સૌને તેમના લગ્નની જાણકારી આપી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp