ગર્લગેંગ સાથે માલદીવ્સમાં વેકેશન એન્જોય કરતી જોવા મળી સારા, શેર કર્યા Photos
બોલિવુડની એક્ટ્રેસ સારા અલી ખાન ફિલ્મ ઈન્ડ્સ્ટ્રીની સૌથી વધુ ચર્ચિત અભિનેત્રીઓમાંની એક છે. તે પોતાના કામની વચ્ચે પણ વેકેશનની મજા માણવાનું ભૂલતી નથી. ક્યારેક તેની માતા અમૃતા સિંહ સાથે, ક્યારેક ભાઈ ઈબ્રાહિમ સાથે તો ક્યારેક પોતાના ગર્લ ગ્રુપ સાથે વેકેશન એન્જોય કરતી જોવા મળે છે. સારા તેના આ વેકેશનના ફોટોઝસોશિયલ મીડિયા પર શેર કરવાનું ભૂલતી નથી.
હાલમાં સારા તેની ગર્લ ગેંગ સાથે ફરીથી એક વખત માલદીવ્સમાં વેકેશનની મજા માણતી જોવા મળી છે. તે અહીં પુલમાં ઘણી મસ્તી કરતી જોવા મળી છે. તેણે માલદીવ્સથી આ મસ્તીના ફોટોઝ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. સારા અલી ખાને બિકીની પહેરેલા ફોટોઝ શેર કર્યા છે. સારા આ ફોટોઝમાં મલ્ટી કલરની બિકીની પહેરેલી જોવા મળે છે અને સ્વિમીંગ પુલના કિનારે ઉભી રહીને પોઝ આપતી જોવા મળી છે. સાથે જ તેણે પોતાના મિત્રો સાથેના ફોટોઝ પણ શેર કર્યા છે. આ ફોટોઝની સાથે તેણે એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં સનસેટ થતો જોવા મળે છે.
ફોટોઝ અને વીડિયો શેર કરતા સારા અલી ખાને લખ્યું છે કે, ઉપર સ્કાઈ છે અને નીચે સેન્ડ. આસપાસ સમુદ્ર છે અને હું ફ્લોની સાથે આગળ વધતી રહેવા ઈચ્છું છું. સારા અલી ખાન માટે માલદીવ્સ વેકેશન એન્જોય કરવાનું ફેવરિટ ડેસ્ટીનેશન બની ગયેલું લાગે છે. સારાને ફરવાનું ઘણું પસંદ છે અને પોતાની ટ્રિપ અંગે પોતાના ફેન્સને જણાવવાનું ભૂલતી નથી. થોડા દિવસો પહેલા જ સારા અલી ખાન જ્હાન્વી કપૂર સાથે કેદારનાથના દર્શને ગયેલી જોવા મળી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp