સચિન તેંદુલકર ઇંગ્લેન્ડમાં અને સારા તેંદુલકર અહીં કરી રહી છે એન્જોય

PC: India.com

ક્રિકેટના ભગવાન મનાતા એવા સચિન તેંદુલકરની દીકરી સારા તેંદુલકર ઇન્ડોનેશિયાના બાલીમાં એન્જોય કરી રહી છે. સારાએ હાલમાં પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે જેમાં તે પોતાની ફ્રેન્ડસ સાથે એન્જોય કરી રહી છે.

આ પહેલા જુલાઈમાં સારા તેંદુલકર દુબઈ ફરવા ગઈ હતી. તેણે પોતાનો આ ફોટો દુબઈના પ્રખ્યાત Madinat Jumeirah Resort પાસે ક્લિક કર્યો હતો.

આ ફોટામાં સારા પોતાના ભાઈ અર્જુન તેંદુલકર સાથે દેખાઈ રહી છે.

આ પહેલા આકાશ અંબાણીની સગાઈમાં સારા તેંદુલકરની એન્ટ્રીનો વીડિયો પણ ખૂબ વાયરલ થયો હતો. આ ફંકશનમાં સારા પિંક કલરના કપડા પહેરીને આવી હતી.

સારા હંમેશાં લાઇમ લાઇટથી દૂર રહે છે પણ તે સચિન અને અંજલી તેંદુલકર સાથે ઘણીવાર પાર્ટી કે ફંક્શનમાં જોવા મળે છે.

ગયા વર્ષે સચિન તેંદુલકરના જીવન પર આધારિત ફિલ્મ 'સચિન: અ બિલિયન ડ્રિમ્સ'ના સ્ક્રીનિંગમાં તેની આખી ફેમિલી આવી હતી. આ પ્રીમિયરમાં અમિતાભ-આમીરથી લઈને અનુષ્કા-વિરાટ પણ આવ્યા હતા, ત્યારે સારા પર દરેકની નજર હતી.

બોલિવુડના દરેક લોકો આ ફિલ્મ માટે શુભેચ્છા આપવા આવ્યા હતા પરંતુ આ બધા વચ્ચે ચર્ચા સચિનની બેટી સારાની હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp