આ ફિલ્મે બોક્સ ઓફિસ પર મચાવ્યો તરખાટ, ‘બાહુબલી 2’, 'સંજૂ'ના રૅકોર્ડ્સ થયા ધ્વસ્ત

PC: socialnews.xyz

દેશભરમાં હાલ ભલે અમિતાભ બચ્ચન અને આમિર ખાન સ્ટારર ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિંદોસ્તાન’ની ચર્ચા છે, પરંતુ સાઉથની એક ફિલ્મે એવી કમાલ કરી છે કે, તમે તેની કમાણી જાણીને દંગ રહી જશો. વિજય સ્ટારર ફિલ્મ ‘સરકાર’એ બોક્સ ઓફિસ પર તહલકો મચાવી દીધો છે, તેણે આખી દુનિયામાં 100 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. બોક્સ ઓફિસ પર આ મંગળવારે રીલિઝ થયેલી ફિલ્મ ‘સરકાર’એ એક સાથે ઘણા બધા રેકોર્ડ્સ તોડી નાંખ્યા છે. તામિલનાડુના બોક્સ ઓફિસ પર ફિલ્મે ‘બાહુબલી 2’ના ઓપનિંગ કલેક્શનને પણ પાછળ રાખી દીધુ છે. ‘સરકાર’ને તામિલનાડુ બોક્સ ઓફિસ પર પહેલા દિવસે 30 કરોડ રૂપિયાનું કલેક્શન મળ્યુ, જ્યારે ‘બાહુબલી’ના બીજા ભાગે 19 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ઈન્ડિયન બોક્સ ઓફિસ પર આ ફિલ્મે 47 કરોડ 85 લાખ રૂપિયાનું ગ્રોસ કલેક્શન મળ્યુ છે અને તેણે રણબીર કપૂરની ફિલ્મ ‘સંજૂ’ના 24 કરોડ 75 લાખ રૂપિયાનાં ઓપનિંગના રેકોર્ડને તોડી નાંખ્યો છે.

ફિલ્મને તામિલનાડુમાં બીજા દિવસે 24 કરોડથી વધુ કલેક્શન મળી ચૂક્યુ છે. એ આર મુરુગાડોસના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મને આખા વિશ્વમાં 3400 સ્ક્રીન્સમાં રીલિઝ કરવામાં આવી છે. તામિલ ફિલ્મ ‘સરકાર’એ એક NRI બિઝનેસમેનની સ્ટોરી છે, જે વિધાનસભા ચૂંટણીમાં વોટ આપવા માટે આવે છે અને પછી પોતે જ ચૂંટણી લડીને મુખ્યમંત્રી બનવા માંગે છે. ચૂંટણી ભ્રષ્ટાચાર અને વોટિંગ વિવાદને લઈને બનેલી આ ફિલ્મમાં વિજય લીડ રોલમાં છે અને તેની સાથે વરલક્ષ્મી, કીર્તિ સુરેશ અને રાધા રવિ મહત્ત્વની ભૂમિકામાં છે.

ચેન્નાઈમાં આ ફિલ્મે પહેલા દિવસે 2 કરોડ 37 લાખ રૂપિયાનું કલેક્શન કર્યુ હતુ, જ્યારે બીજા દિવસે 2 કરોડ 32 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. માનવામાં આવી રહ્યુ છે કે, આ વીકેન્ડ પૂર્ણ થવાની સાથે ફિલ્મને 200 કરોડ વર્લ્ડવાઈડ કલેક્શન મળી જશે.

 જુઓ ટ્રેલર...

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp