શબાના આઝમીને થયો સ્વાઈન ફ્લૂ, રૂટીન ચેકએપ કરવાતા બીમારીની જાણ થઈ

PC: sifa.sg

શબાના આઝમીને સ્વાઈન ફ્લૂ થયું હોવાનો રિપોર્ટ આવ્યો છે. શબાના આઝમી શરદી અને ઉધરસ થતા રૂટીન ચેકએપ કરાવવા માટે હોસ્પિટલ ગઈ હતી. દરમિયાન જાણ થઈ હતી કે, તેને ચેપી રોગ સ્વાઈન ફ્લૂ થયો છે. જોકે, તેની હાલતમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે. શબાના આઝમીને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી છે અને ડૉક્ટરો તેને થઈ રહેલી તકલીફ અંગે સાવચેતી વર્તી રહ્યા છે. શબાના આઝમીને ઘણા સમયથી શરદી-ખાંસી હતા. તેના ફેમિલી ડૉક્ટર્સ તેની સારવાર પણ કરી રહ્યા હતા. પરંતુ જ્યારે મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યુ તો તેમાં સ્વાઈન ફ્લૂના લક્ષણો સામે આવ્યા હતા. 

શબાનાએ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, મને ભાગ્યે જ પોતાને સમજવાની તક મળે છે. જેથી આ તો મારા માટે એક બ્રેક છે. હું હોસ્પિટલમાં દાખલ છું અને મારી હાલતમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે.

સ્વાઈન ફ્લૂના લક્ષણો
નાકમાંથી સતત પાણી વહેતું રહે, સતત છીંક આવવી, ઉધરસ રહેવી, સ્નાયુઓમાં દર્દ અને જકડાઈ જવું, તાવ સાથે માથામાં દુઃખાવો થવો, ઉંઘ ન આવવી, વધારે થાક અનુભવવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp