શાહરુખ, અક્ષય કુમાર અને અજય દેવગન ક્યારેય 'શક્તિમાન' નહીં બની શકે: મુકેશ ખન્ના

PC: koimoi.com

મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું હતું કે, રણવીર સિંહ શક્તિમાન બનવા જઈ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે, આ ફિલ્મનું શૂટિંગ 2025થી શરૂ થવાનું છે. દરમિયાન, મુકેશ ખન્નાએ એક વીડિયો શેર કર્યો હતો, જેના પછી ફિલ્મની કાસ્ટિંગ વિગતો સંપૂર્ણપણે અવ્યવસ્થિત થઈ ગઈ હતી. મુકેશ ખન્નાએ કહ્યું કે રણવીર સિંહ જેવો વ્યક્તિ 'શક્તિમાન' ન બની શકે. ડિજિટલ કોમેન્ટરી નામની યુટ્યુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં તેને પૂછવામાં આવ્યું હતું કે, રણવીરની કાસ્ટિંગ પર તેનો શું અભિપ્રાય છે. આ અંગે તેણે કહ્યું કે, 'હમણાં જે ફિલ્મ બનવા જઈ રહી છે તેમાં કોણ અભિનેતા હશે તે અંગે હું કોઈ ટિપ્પણી કરી શકું તેમ નથી. તમે અફવાઓ વાંચી છે. અને માત્ર તેનું (રણવીર સિંહ) નામ આવ્યું નથી. આ પહેલા શાહરૂખ અને અન્ય કલાકારોના નામ પણ સામે આવ્યા હતા. મેં ખુલ્લેઆમ કહ્યું હતું કે, ન તો શાહરૂખ, ન અજય દેવગન, ન અક્ષય કુમાર કે ન ટાઇગર શ્રોફ શક્તિમાન બની શકે છે. કારણ કે, તેમાંથી કોઈની પાસે શક્તિમાન માટે જરૂરી ચહેરો નથી. તેઓ બધા એક છબી ધરાવે છે. કોઈની પાસે ટપોરી ઈમેજ છે, તો કોઈક બીજી ઈમેજ ધરાવે છે. આપણને શક્તિમાન એવો જોઈએ કે, જે બાળકોને શીખવી શકે. હું કહું છું કે નવો છોકરો હોવો જોઈએ.'

સોની ફિલ્મ 'શક્તિમાન' બનાવવા જઈ રહી છે. તેની જાહેરાત વર્ષ 2022માં કરવામાં આવી હતી. મુકેશ ખન્નાએ ફિલ્મ વિશે કહ્યું કે, 'હું ફિલ્મ 'શક્તિમાન' વિશે ચર્ચા નહીં કરું, કારણ કે તેને ત્રણ વર્ષ થઈ ગયા છે. વચ્ચે કોરોના આવ્યો. કામ હજુ ચાલુ છે. હું તે વિશે વાત કરી શકતો નથી. લોકો પૂછે છે કે, અઢી વર્ષ થઈ ગયા, અમને કહો કે 'શક્તિમાન' ક્યારે આવશે. હું તેમની સમસ્યા સમજી શકું છું. સોની ચેનલ સાથે રાઈટ્સ પર કામ ચાલી રહ્યું છે. મારે ઘણી વસ્તુઓ સ્વીકારવી અને નકારી કાઢવી પડે છે. ‘શક્તિમાન’ કોઈ એવેન્જર્સ નથી, એ આપણી પૌરાણિક કથા છે. તેની પોતાની એક સંપૂર્ણ વાર્તા છે.'

અહીં તમને જણાવી દઈએ કે, આ પહેલા મુકેશ ખન્નાએ આ સમગ્ર મામલા પર એક વીડિયો બનાવીને પોતાની યુટ્યુબ ચેનલ પર પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં મુકેશે તેનું નામ લીધા વગર રણવીર સિંહ વિશે વાત કરી હતી. જોકે, રણવીર સિંહનું ન્યૂડ ફોટોશૂટ તેની સ્ક્રીન પર જોવા મળી રહ્યું છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે, તે રણવીર સિંહ વિશે વાત કરી રહ્યો છે. મુકેશ કહે છે કે, 'એક એક્ટર છે, જેણે એક મેગેઝીન માટે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું છે. ત્યાર પછી તેમના તરફથી એક નિવેદન આવ્યું કે તેઓ આરામદાયક છે. તેમના તરફથી એક નિવેદન આવ્યું છે કે, 'સલમાન ખાન શર્ટ ઉતારે છે, ત્યારે સીટી વાગે છે. મેં મારું પેન્ટ કાઢી નાખ્યું, તો તેના પર શા માટે આટલી બધી ધમાલ?' તમે જઈને કોઈ બીજા દેશમાં રહો. જ્યાં સ્વતંત્રતા છે. આ બહુ બાલિશ છે. મર્યાદામાં રહો. તેને ગુપ્તાંગ કહેવામાં આવે છે. તેથી તેને ગુપ્ત રાખો. આ આપણા સ્વસ્થ સમાજનું વિઝન છે.'

મુકેશ ખન્નાએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો પણ શેર કર્યો હતો. આ ફોટોમાં મુકેશ ખન્ના 'શક્તિમાન'ના રોલમાં જોવા મળી રહ્યા છે. જ્યારે બીજી તરફ આગામી ફિલ્મ 'શક્તિમાન'નું એક દ્રશ્ય. આ ફોટા પર લખવામાં આવ્યું છે કે, 'મુકેશ ખન્ના અફવાઓ પર ખરાબ રીતે ગર્જ્યા. હું 'શક્તિમાન'ના સન્માન સાથે ચેડા થવા નહીં દઉં.'

આ ફોટો સાથેના કેપ્શનમાં લખ્યું છે કે, આખું સોશિયલ મીડિયા મહિનાઓથી અફવાઓથી ભરેલું હતું કે રણવીર સિંહ 'શક્તિમાન' કરશે. અને દરેક જણ તેના વિશે ગુસ્સે હતા. હું ચૂપ રહ્યો પરંતુ જ્યારે ચેનલોએ પણ જાહેરાત કરવાનું શરૂ કર્યું કે, રણવીર સિંહને સાઈન કરવામાં આવ્યો છે ત્યારે મારે મોઢું ખોલવું પડ્યું. અને મેં કહ્યું કે, આવી ઇમેજ ધરાવતો વ્યક્તિ ગમે તેટલો મોટો સ્ટાર હોય, તે 'શક્તિમાન' બની શકતો નથી. હું પીછેહઠ કરી ગયો છું. હવે જોઈએ આગળ શું થાય છે?

ત્યાર પછી મુકેશ ખન્નાએ આ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ્સ અને યુટ્યુબ વીડિયો ડિલીટ કરી દીધા હતા. અહીં તમને જણાવી દઈએ કે, બેસિલ જોસેફ 'શક્તિમાન'ને ડિરેક્ટ કરવા જઈ રહ્યા છે. તે અગાઉ મલયાલમ સુપરહીરો ફિલ્મ 'મિનલ મુરલી' પણ બનાવી ચૂક્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp