શાહરુખ ખાને રામ ચરણને એવું શું કહ્યું કે, ઇવેન્ટ છોડીને જતી રહી આર્ટિસ્ટ

PC: siasat.com

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ સેલિબ્રેશન લાઇમલાઇટમાં છે. ઉત્સવ તો રવિવારે જ સમાપ્ત થઈ ગયો હતો, પરંતુ તેની વાતો પૂરી થવાનું નામ જ લઈ રહી નથી. જ્યાં સુધી જામનગરમાં થયેલા આ કાર્યક્રમની ભવ્યતા લાઇમલાઇટમાં હતી. તો હવે આ કાર્યક્રમ દરમિયાન થયેલી એક ઘટના ચર્ચાનો વિષય બની છે. ઉલ્લેખનીય છે કે, કોનિડેલા ઉપાસના (રામ ચરણની પત્ની)ની મેકઅપ આર્ટિસ્ટે શાહરુખ ખાન પર દુર્વ્યયવહારનો આરોપ લગાવ્યો છે.

શું છે આખો મામલો?

પ્રી-વેડિંગ સેલિબ્રેશન દરમિયાન સલમાન ખાન, શાહરુખ ખાન અને આમીર ખાન મંચ પર 'RRR'ના હિટ ટ્રેક 'નાટૂ નાટૂ' પર ડાન્સ કરી રહ્યા હતા. ત્યારે શાહરુખ ખાને કાર્યક્રમમાં ઉપસ્થિત રામ ચરણને ડાન્સ કરવા માટે સ્ટેજ પર બોલાવ્યો. આ દરમિયાન શાહરુખ ખાને મજાક કરતા રામ ચરણને 'ઇડલી વડા' કહ્યો. રામ ચરણે તો કંઇ ન કહ્યું, પરંતુ તેની પત્નીની મેકઅપ આર્ટિસ્ટ અને તેના ફેન્સ રોષે ભરાઈ ગયા. ઉપાસનાની મેકઅપ આર્ટિસ્ટ જેબા હસને ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે, 'ભેંડ ઇડલી વડા રામ ચરણ ક્યાં છે તું??? ત્યારબાદ હું બહાર જતી રહી. રામ ચરણ જેવા સ્ટાર પ્રત્યે આટલો અપમાનજનક વ્યવહાર?'

જેબા હસને પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક નિવેદનમાં કહ્યું કે, કેવી રીતે સાઉથ આ એક્ટર્સની પ્રશંસા કે સન્માન કરવામાં આવતું નથી. એ અજીબ છે કે દરેક અમને ઓછી ચૂકવણી કરવા માગે છે કેમ કે અમે દક્ષિણ ભારતથી છીએ, જ્યારે કોઈ કલાકારને કોઈ એક જ વસ્તુ માટે 3 ગણી રકમની ચૂકવણી કરવી સારી છે, જો તે એક્ટર દિલ્હી કે મુંબઇનો હોય. જેબા હસનાના દાવા પર રામ ચરણના ફેન્સ ટ્વીટર પર શાહરુખ ખાનની નિંદા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, એક સાઉથ ઇન્ડિયન ડિરેક્ટરે તેને તેના કરિયરની સૌથી મોટી હિટ ફિલ્મ આપી છે અને તે રામ ચરણને ઇડલી કહીને દક્ષિણ ભારતીય પ્રત્યે જાતિય વ્યવહાર કરી રહ્યો છે?

અન્ય યુઝરે લખ્યું કે, શાહરુખ ખાને એ સારું કર્યું નથી. ત્રીજા યુઝરે લખ્યું કે, સાઉથના રામ ચરણને ઇડલી કહેવું જાતિવાદી વ્યવહાર છે. ઘણા નેટિજેન્સે ટ્વીટર પર શાહરુખ ખાનની નિંદા કરી છે. વીડિયો પણ જોત જોતામાં વાયરલ થઈ ગયો. એક યુઝરે નિંદા કરતા લખ્યું કે, 'હું શાહરુખનો ફેન છું અને હું તેની ટિપ્પણીઓથી ચકિત છું. આ મુદ્દાને ઉઠાવીને તેણે સારું કર્યું. આશા છે કે શાહરુકના ફેન્સને નફરત નહીં મળે.

એક અન્ય યુઝરે લખ્યું કે, તેને આપત્તિજનક માનવા માટે દક્ષિણથી હોવું જરૂરી નથી. આ 2024 છે. આ બધુ કહેવા માટે કોઈ બહાનું નહીં ચાલે. જો કે કિંગ ખાનના ફેન્સ પોતાના ફેવરિટ સ્ટારના બચાવમાં આવ્યા છે અને તેમણે દાવો કર્યો કે શાહરુખે પોતાની ફિલ્મ વન 2 કા 4નો એક ડાયલોગ કહ્યો હતો. એક ફેને વીડિયો શેર કરતા લખ્યું કે, SRKએ રામ ચરણને મંચ પર બોલાવવા માટે પોતાની ફિલ્મનો સંવાદ બોલ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp