મળી રહી છે મારી નાખવાની ધમકી, ફરિયાદ બાદ શાહરૂખને સરકારે આપી Y+ કેટેગરી સુરક્ષા

PC: news18.com

બોલિવુડના બાદશાહ શાહરુખ ખાનને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. શાહરુખની સેફ્ટીને જોતા તેની સુરક્ષા વધારી દેવામાં આવી છે. હવે તેને Y+ સિક્યોરિટી આપવામાં આવશે. શાહરુખની ફિલ્મોએ વર્ષ 2023માં બોક્સ ઓફિસ પર શાનદાર પરફોર્મ કર્યું છે. તેણે ‘જવાન’ અને ‘પઠાણ’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મોની ભેટ આપી છે. મોટી બોક્સ ઓફિસ ઇનિંગ બાદ શાહરૂખને ધમકીના કોલ આવી રહ્યા હતા, જેને જોતા મહારાષ્ટ્ર સરકારે શાહરુખની સુરક્ષા વધારવાનો નિર્ણય લીધો છે.

શાહરુખે રાજ્ય સરકારને એક લેખિત ફરિયાદ કરી હતી કે તેની ફિલ્મ ‘પઠાણ’ અને ‘જવાન’ની સફળતા બાદ જ તેને જીવથી મારી નાખવાના કોલ આવી રહ્યા છે. એવામાં રાજ્ય સરકાર શાહરૂખની સેફટી સાથે કો બેદરકારી રાખવા માગતી નથી. રાજ્ય સરકારે કિંગ ખાનની સુરક્ષા માટે IG VIP સિક્યોરિટીનો આદેશ આપ્યો છે. તેણે કહ્યું કે, શાહરુખની સુરક્ષા વ્યવસ્થાને અપગ્રેડ કરવામાં આવે. શાહરૂખને હવેથી Y+ સિક્યોરિટી આપવામાં આવશે. જો કે, આ પેઇડ સુરક્ષા છે. પોતાની સિક્યોરિટીનો ખર્ચ શાહરુખ પોતે ઉઠાવશે. તેની ચૂકવણી શાહરુખે સરકારને કરવી પડશે.

મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે શાહરુખ ખાન સાથે હવેથી 6 પોલીસ કમાન્ડો રહેશે. એક્ટર દેશભરમાં જ્યાં પણ જશે, તેને દરેક જગ્યાએ સિક્યોરિટી આપવામાં આવશે. તેના ઘર બહાર પણ પોલીસ તૈનાત રહેશે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે આવેલી શાહરુખની ફિલ્મ ‘પઠાણ’ અને ‘જવાન’એ બોક્સ ઓફિસ પર રેકોર્ડતોડ કમાણી કરી છે. ફિલ્મની મોટી સફળતાને જોતા કહેવામાં આવ્યું છે કે શાહરૂખના જીવને જોખમ છે. તેની સુરક્ષાને ધ્યાનમાં લઈને તેને એસ્કોર્ટ સ્કેલ સાથે Y+ સુરક્ષા આપવાનો નિર્ણય લીધો છે.

શાહરુખ અગાઉ સલમાન ખાનની સુરક્ષાને X થી વધારીને Y+ કરી દેવામાં આવી હતી. કંગનાને પણ Y+ સિક્યોરિટી આપવામાં આવી હતી. શાહરૂખના સ્ટારડમ આ વર્ષે અલગ લેવલ પર જલવો વિખેરી રહ્યા છે. અત્યાર સુધી તેની બે ફિલ્મો રીલિઝ થઈ ચૂકી છે. વર્લ્ડવાઈડ 1055 કરોડના કલેક્શનવાળી ‘પઠાણ’ અને તેને પાછળ છોડીને 1,100 કરોડ કામનારી ‘જવાન’થી શાહરુખે ધમાકો કર્યો. વર્ષની તેની ત્રીજી રીલિઝ ‘ડંકી’ ડિસેમ્બરમાં રીલિઝ થવાની છે અને તેની પાસેથી પણ સારી આશા રાખવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp