શાહરૂખ ખાને પહેલી મુલાકાતમાં ઝાયેદ ખાનને પૂછેલું- ભાઈ એક્ટિંગ તો આવડે છે ને?
શાહરુખ ખાન બોલિવૂડના સુપરસ્ટાર છે. સાથે જ તેને તેના મજાકિયા અંદાજ માટે પણ ઓળખવામાં આવે છે. જોકે કોઈ-કોઈ વાર શાહરૂખની વાતો બીજાને ખરાબ પણ લાગી જાય છે. એવું જ કંઈક એક્ટર ઝાયેદ ખાનની સાથે થયું હતું. શાહરૂખ અને ઝાયેદે મળીને ફિલ્મ 'મેં હુ ના'માં કામ કર્યું હતું. 2004માં આવેલી આ ફિલ્મમાં તેનો ભાઈ બનેલો કિંગ ખાન સાથે તેની પહેલી મુલાકાત વિશે ઝાયેદે વાત કરી છે.
ઝાયેદ ખાને 2003મા ફિલ્મ 'ચુરા લિયા હે તુમને'થી ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં તેની હિરોઈન ઇશા દેઓલ હતી. હવે ઝાયેદે જણાવ્યું છે કે, તેની મુલાકાત શાહરૂખ અને ફિલ્મ 'મેં હુ નાની' ડાયરેક્ટર ફરાહ ખાન સાથે ક્યાં થઈ હતી. ઝાયેદે કહ્યું કે તે ફરાહને તેની ફિલ્મમાં એક ગીત કોરિયોગ્રાફ કરવા માટે મનાવવાની કોશિશ કરી રહ્યો હતો. પરંતુ તેના બદલામાં તેને ફિલ્મ 'મેં હુ ના' મળી ગઈ.
શાહરૂખનાની આ વાતથી નારાજ થયો હતો ઝાયેદ
'મેં હુ ના' ફિલ્મ ફરાહ ખાનની ડાયરેક્ટર તરીકે ડેબ્યુ ફિલ્મ હતી. આ ફિલ્મમાં ઝાયેદ ખાને લકી ઉર્ફે લક્ષ્મણ શર્માનો રોલ કર્યો હતો. જ્યારે શાહરુખ ખાન રામ પ્રસાદ શર્માના રોલમાં હતો. ઝાયેદે કહ્યું મેં ઈચ્છતો હતો કે ફરાહ મારી ફિલ્મ 'ચુરા લિયા હે તુમને' માટે એક ગીત કરે. મેં તેનો કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી રહ્યો હતો અને તે મને સારી રીતે ઓળખતી હતી. હું પોતાને મિસ્ટર સંજય ખાનનો દિકરો અને ફરદીન ખાનનો ભાઈ જણાવતો હતો, કારણકે ત્યારે કોઈ મને ઓળખતું ન હતું.
તેણે આગળ જણાવ્યું કે, ફરાહ ખાને મને કહ્યું કે મળવા આવી જા અને હું તેની ઓફિસ પહોંચી ગયો. ખબર નહી કેમ મેં કહ્યું કે હું એક ફિલ્મ કરી રહ્યો છું. તેણે કહ્યું કે હું તને 'મેં હુ ના'માં રોલ આપવા માટે વિચારી રહી છું અને પછી શાહરુખ ખાન આવ્યો, ખૂબ જ લવલી અને ઉદાર જેન્ટલમેન.
મીટીંગ પછી ફરાહે કહી આ વાત
ઝાયેેદ ખાને આગળ જણાવ્યું કે, ફરાહ ખાને મને બેસાડ્યો અને પૂછ્યું કેવું છે ઝાયેેદ ? અમે એક ફિલ્મ માટે સેકન્ડ લીડની શોધ કરી રહ્યા છે અને ફરાહ એ કહ્યું કે તું આમાં યોગ્ય રહેશે. પરંતુ ભાઈ એક વાત જણાવી દઉં તને એક્ટિંગ તો આવડે છે ને ? આ સવાલથી હું થોડો પરેશાન થયો હતો. તેણે કહ્યું મારા મગજમાં તરત જ એવું આવ્યું કે મારો જન્મ એક્ટિંગ ફેમિલીમાં થયો છે. ઉલ્લેખનીય છે કે એક્ટિંગ મારા લોહીમાં છે, પરંતુ મેં કહ્યું હા ભાઈ આવડે છે, મેં એક્ટિંગ કરવા માટે જ જન્મ લીધો છે અને બીજી બધી વાતો ઇતિહાસ છે. મીટીંગ પૂરી થયા પછી ફરાહ ખાને પોતાની ગાડીમાં બેસતાં સમયે મને કહ્યું તારું માપ મોકલાવી દેજે તું મારી ફિલ્મનો ભાગ છે.
ઝાયેેદ ખાનને પહેલીવાર ટીવી સીરિયલ 'હાસિલ'માં જોવામાં આવ્યો હતો. આ સીરિયલ 2017 થી 2018 સુધી આવી હતી. જલ્દી જ ઝાયેદ એક ફિલ્મથી બોલીવુડમાં કમબેક કરી રહ્યો છે. આ ફિલ્મનું શૂટિંગ તેણે થોડા સમય પહેલા જ પૂરું કર્યું છે. હાલમાં આ ફિલ્મને લઈને કોઈ માહિતી સામે આવી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp