ડબલ ધમાકો કરતા જ શાહરૂખે ફી કરી ડબલ, 'પઠાણ-જવાન' પછી 'ડંકી' માટે લેશે આટલી રકમ!

PC: rewariyasat.com

શાહરૂખ ખાને સતત ડબલ બ્લોકબસ્ટર ફિલ્મો આપીને દર્શકોને પ્રભાવિત કર્યા છે. 'પઠાણ' અને 'જવાન' ફિલ્મોને કારણે શાહરૂખ ખાને ફરી એકવાર સાબિત કરી દીધું છે કે, તે બોલિવૂડનો અસલી બાદશાહ છે. હવે એવા સમાચાર છે કે, બોક્સ ઓફિસ પર બે વખત તબાહી મચાવનાર કિંગ ખાને તેની આગામી ફિલ્મ માટે તેની ફીમાં ભારે વધારો કરવાની માંગ કરી છે.

આ વર્ષ એટલે કે 2023 શાહરૂખ ખાન માટે સૌથી લકી સાબિત થયું. જાન્યુઆરીમાં તેણે ફિલ્મ 'પઠાણ'થી બોલિવૂડમાં કમબેક કર્યું હતું. આ પછી તેની બીજી ફિલ્મ 'જવાન' પણ બ્લોકબસ્ટર સાબિત થઈ. 'પઠાણ'નો ક્રેઝ હજુ શમ્યો નહોતો કે, તેની બીજી ફિલ્મે પણ દર્શકોને પ્રભાવિત કર્યા. 8 મહિનામાં તેની બીજી ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર સતત કમાણી કરી રહી છે. આવી સ્થિતિમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શાહરૂખ ખાનની માંગ ઘણી વધી ગઈ છે. હવે બેવડી સફળતા પછી એવા સમાચાર છે કે શાહરૂખ ખાને પોતાની ફી વધારી દીધી છે. હવે તે તેની આગામી ફિલ્મ માટે મેકર્સ પાસેથી મોટી રકમ વસૂલવા જઈ રહ્યો છે.

અહીં તમને જણાવી દઈએ કે, વર્ષ 2018માં શાહરૂખ ખાનનો ક્રેઝ ઘણો ઓછો થયો હતો. જ્યારે દર્શકોએ તેની ફિલ્મ 'ઝીરો'ને સંપૂર્ણપણે નકારી કાઢી હતી. ફિલ્મની નિષ્ફળતાને કારણે તે ચાર વર્ષ સુધી અભિનયથી દૂર રહ્યો. જો કે, જ્યારે તેણે આ વર્ષે પુનરાગમન કર્યું ત્યારે બધાએ તેની એક્ટિંગને ખૂબ પ્રેમ આપ્યો. આ સાથે તેણે એક સાથે ત્રણ ફિલ્મો સાઈન કરી હતી જેમાં તેની બે ફિલ્મો રિલીઝ થઈ છે. તેની ત્રીજી ફિલ્મ 'ડંકી' રિલીઝ થવાની છે. દરમિયાન, શાહરૂખ ખાનની ફી અંગે એવા સમાચાર છે કે તેણે તેના આગામી પ્રોજેક્ટ માટે તેની ફી વધારી દીધી છે. અહેવાલો અનુસાર, તેમની માંગ પહેલા કરતા વધુ છે.

મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, શાહરૂખ ખાને ડિરેક્ટર રાજકુમાર હિરાનીની ફિલ્મ 'ડંકી' માટે મોટી ફીની માંગણી કરી છે. રિપોર્ટ્સ અનુસાર, તે આ ફિલ્મ માટે 100 કરોડ રૂપિયા ચાર્જ કરશે. આ સાથે તેને ફિલ્મનો 60 ટકા નફો પણ વહેંચવામાં આવશે. આ સિવાય જ્યારે પણ તે કોઈ નવી ફિલ્મ કરશે તો આ ફી લઈને સાઈન કરશે.

અન્ય મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, શાહરૂખ ખાન પહેલાથી જ મેકર્સ પાસેથી 100 કરોડ રૂપિયાની ફી વસૂલ કરી રહ્યો છે. તેણે તાજેતરમાં રિલીઝ થયેલી તેની ફિલ્મ જવાન માટે 100 કરોડ રૂપિયાની ફી લીધી છે. આ સાથે તેણે ફિલ્મનો 60 ટકા નફો પણ શેર કર્યો છે. જોકે તેણે ફિલ્મ પઠાણ માટે 30 થી 45 કરોડ રૂપિયાની ફી લીધી હતી. જો આ અહેવાલો સાચા સાબિત થાય છે, તો ખરેખર શાહરૂખની ફી હવે બમણીથી વધુ થઈ ગઈ છે.

ફિલ્મ 'ડંકી'ની વાત કરીએ તો તાપસી પન્નુ આ ફિલ્મમાં પહેલીવાર શાહરૂખ ખાન સાથે સ્ક્રીન શેર કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં અનિલ કપૂર પણ મહત્વના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષના અંત સુધીમાં રિલીઝ થઈ શકે છે. સમાચાર એ પણ છે કે ફિલ્મની ટીમ આ ફિલ્મને ખૂબ જ ભવ્ય રીતે દર્શકો સમક્ષ લાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp