પૈસા બચાવવા બસમાં કોલેજ જતો હતો શાહીદ કપૂર, મુંબઈની સ્કુલથી હતી નફરત

PC: aajtak.in

મુંબઈમાં પોતાની સ્કુલના દિવસોને યાદ કરતા શાહીદ કપૂરે કહ્યું કે, કેવી રીતે તેને બીજા બાળકો હેરાન કરતા હતા, શાહીદ કપૂરે કહ્યું કે બાળકો જ્યારે તેને છેડતા હતા ત્યારે તે કેવી રીતે જવાબ આપતો હતો, સાથે જ તેણે વધુમાં એ પણ કહ્યું કે, તે કોઈના ડરાવાથી પણ ડર્યો નથી, અને નથી પાછળ ખસ્યો. જોકે કોલેજના દિવસો તેને ખુબ જ પસંદ હતા. શાહિદે એ પણ જણાવ્યું કે, તે કોલેજમાં ઘણો ફેમસ હતો, અને ઘણો શરમાળ પણ હતો.

મુંબઈમાં તેની સ્કુલના દિવસોને યાદ કરતા શાહીદ કપૂરે કહ્યું કે, કેવી રીતે તેની સ્કુલના બાળકો તેને હેરાન કરતા હતા. શાહીદ કપૂરે કહ્યું કે, બાળકોના છેડવા પર તે કેવી રીતે તે બાળકોને જવાબ આપતો હતો. સાથે જ તેણે એમ પણ કહ્યું કે, તે કોઈના ડરાવવાથી કોઈ દિવસ ડર્યો નથી કે નથી પાછળ ખસ્યો. શાહિદ કપૂર એક્ટર પંકજ કપૂર અને એકટ્રેસ નીલિમા આઝીમનો પુત્ર છે. તેણે નવી દિલ્હીની જ્ઞાન ભારતી સ્કુલમાંથી પોતાનો અભ્યાસ કર્યો હતો. 10 વર્ષની ઉંમરમાં જ તે મુંબઈમાં શિફ્ટ થઇ ગયો હતો. ત્યારપછી તેણે મુંબઈની રાજહંસ વિદ્યાલયમાં અભ્યાસ કર્યો.

રીપોર્ટ મુજબ, પોતાની સ્કુલના દિવસોની વાત કરતા શાહિદ કપૂરે જણાવ્યું કે, મને મુંબઈની મારી સ્કુલથી નફરત હતી, કારણકે આ સ્કુલમાં મારી સાથે ગુંડાગીરી કરવામાં આવતી હતી અને મારી સાથે ખુબજ ખરાબ વર્તન કરવામા આવ્યું હતું. ત્યાંના ટીચર પણ મારી સાથે સારું વર્તન કરતા નહોતા, માફ કરજો પણ આ સત્ય છે. મને દિલ્હીની મારી સ્કુલ સાથે પ્રેમ હતો. કારણ કે હું ત્યાં જુ.કેજીથી અભ્યાસ કરતો હતો અને ત્યાં મારા ઘણા મિત્રો પણ હતા. જ્યારે દિલ્હીની મારી યાદો ઘણી સારી છે. પરંતુ મુંબઈની સ્કુલની યાદો સારી નથી. મુંબઈમાં મારી કોલેજ ખુબ જ સારી હતી. મેં ત્યાં ખુબ જ મસ્તી કરી, હું મીઠીબાઈ કોલેજમાં હતો, પરંતુ શિક્ષણ સારું ના હતું.

એવામાં શાહિદ કપૂરને પુછવામાં આવ્યું કે, મુંબઈ અને દિલ્હીના વિદ્યાર્થીઓમાં શું ફર્ક હતો? જે સવાલનો તેણે જવાબ આપ્યો કે કોઈ ફરક નથી. મને લાગે છે કે જ્યારે બાળકો શાળા જોઈન કરે છે, કોઈ બાળક અડધા સત્રથી શાળામાં આવે છે અને તે બધા બાળકો નાની ઉંમરથી સાથે જ હોય છે, તો તે નવો આવનાર બાળક એક રીતે બહારની વ્યક્તિ બની જાય છે.

તેણે વધુમાં જણાવ્યું કે, જોકે હું દિલ્હીથી હતો એટલે મને 'દિલ્હીનો છોકરો' કહેવામાં આવતો  હતો. હું પણ પાછળ ખસતો ન હતો. તો જ્યારે પણ મને કેહવામાં આવતું હતું કે તું હટી જા તો હું કહેતો હતો કે, 'તું શું સમજે છે? હું શા માટે ખસુ? તું જાણતો નથી હું કોણ છું. શાહિદે એ પણ જણાવ્યું કે, તે કોલેજમાં ઘણો ફેમસ હતો. પરંતુ તે ઘણો શરમાળ પણ હતો.

શાહિદે એ પણ જણાવ્યું કે, કોલેજના દિવસોમાં તે કઈ રીતે પોતાનું બજેટ બનાવતો હતો. તેણે કહ્યું કે, જે દિવસોમાં તેની પાસે 20 રૂપિયા હોય અને તેને ખાવાનું અને કોલ્ડડ્રીંક્સ પીવાનું મન થાય તો તે બસમાં મુસાફરી કરતો હતો. જ્યારે તે થાકેલો હોય ત્યારે તે રિક્ષામાં કોલેજ જતો હતો અને કંઈ સારું નહીં ખાઈ શકતો હતો. તેણે વધુમાં કહ્યું કે, હંમેશાં તેણે સિક્કો ઉછાળીને નિર્ણય કરવો પડતો હતો કે શું કરવાનું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp