Video: 32 દિવસ સુધી મન્નતની બહાર શાહરૂખની રાહ જોઇ, પછી થયું એવું કે...

PC: instagram.com

ફેન્સ તેમના ફેવરિટ સ્ટારને મળવા માટે કઇને કઇ અતરંગી વસ્તુઓ કરતા રહેતા હોય છે. આવું જ કંઇક શાહરૂખ ખાનના એક ફેને કર્યું. કોઇ સુપરસ્ટારનો ફેન તેને મળવા માટે કેટલી હદ સુધી જઇ શકે છે, તેનું ઉદાહરણ આકાશ પિલ્લઇ નામના ફેને આપ્યું છે. 33 દિવસની કડી મહેનત પછી આખરે શાહરૂખ ખાને પોતે તેને મન્નતમાં બોલાવ્યો અને તેની સાથે મુલાકાત કરી.

આકાશ પિલ્લઈ નામના આ ફેને પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ વાતની જાણકારી આપી. આ વ્યક્તિ પહેલા દિવસથી શાહરૂખને મળવા માગતો હતો. જેમ જેમ દિવસ પસાર થતા ગયા તેમ તેમ તે બોર્ડ પર લખતો ગયો કે, ડે 15 ઓફ વેટિંગ ફો એસઆરકે. બસ આ વાક્યમાં દિવસોની સંથ્યા બદલાતી રહેતી હતી. હવે જઇને આકાશની રાહનો અંત આવ્યો. તેની મુલાકાત શાહરૂખ સાથે 33માં દિવસે થઇ.

આકાશ રોજ શાહરૂખના ઘર મન્નતની બહાર જતો હતો. જેથી તેની મુલાકાત શાહરૂખ સાથે થઇ શકે. રોજ તે પોતાના હાથમાં એક બોર્ડ રાખતો હતો. આકાશે શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાનીને મેસેજ કર્યો હતો. પણ તેની મુલાકાત થઇ શકી નહોતી. આખરે, 32માં દિવસે સાંજે આકાશને મેસેજ આવે છે. જેમાં લખ્યું હોય છે કે આવતીકાલે શાહરૂખ ખાન તને મળશે.

 
 
 
View this post on Instagram

A post shared by Aakash Pillay (AeyPee) (@aakash_pillay)

આકાશે આ કિસ્સાને લઇ એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં તે બોલે છે કે, શાહરૂખ સરની મેનેજર પૂજાનો મને 32મા દિવસે સાંજે મેસેજ આવે છે કે શાહરૂખ સર મને કાલે મળશે. એટલે કે 33માં દિવસે મળશે. તેના થોડા ક્ષણ પહેલા જ મારી પર્સનલ લાઇફમાં કશું થયું હતું. હું રડી રહ્યો હતો. ત્યાર પછી મારી પાસે શાહરૂખ સરની મેનેજરનો મેસેજ આવ્યો. મારા આંસૂ ક્યારે ખુશીમાં ફેરવાઇ ગયા તેની ખબર જ ન પડી. મને સમજ નહોતું આવી રહ્યું કે શું બની રહ્યું છે.

 
 
 
View this post on Instagram

A post shared by Aakash Pillay (AeyPee) (@aakash_pillay)

આકાશે આગળ કહ્યું કે, તે મન્નત પહોંચી ગયો. પૂજાએ તેને રાહ જોવા કહ્યું. આખરે રાતે 10.30 વાગ્યે તેમણે મને બોલાવ્યો. આકાશ કહે છે, આખરે શાહરૂખ આવ્યા. હું તેમને મળ્યો. શાહરૂખના ઘરની બહાર રાહ જોવી. એક જગ્યાથી બીજી જગ્યાએ ટ્રાવેલ કરવું. જે કરી શકતો હતો તે કર્યું. 33 દિવસના સંઘર્ષ પછી આખરે મને મારું ફળ મળી ગયું. અત્યાર સુધીમાં હું જેટલા પણ લોકોને મળ્યો, શાહરૂખ ખાન તેમાંથી સૌથી સારા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp