આ ગુજરાતી ફિલ્મ પરથી બની છે અજય દેવગણની 'શૈતાન'

PC: twitter.com

અજય દેવગનની ફિલ્મ 'શૈતાન'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ટ્રેલર, જે શેતાન દ્વારા એક છોકરીને વશ કરવામાં આવે છે અને પિતાની લાચારી દર્શાવે છે, ફિલ્મનું આ ટ્રેલર તમારા રુંવાડા ઉભા કરી દેશે. ફિલ્મમાં, અભિનેતા R. માધવને એક તાંત્રિકની ભૂમિકા ભજવી છે, જે અજય દેવગનના પાત્રની પુત્રીનો કબજો લઈ લે છે. તેનો હેતુ છોકરીને પોતાની સાથે લઈ જવાનો છે. પરંતુ અજય અને તેની પત્ની જ્યોતિકા એવું નથી ઈચ્છતા. પરિવાર અને તાંત્રિક વચ્ચેની લડાઈ જોવા માટે જોરદાર રહેશે.

'શૈતાન'ના ટ્રેલર લોન્ચ દરમિયાન, ફિલ્મના કલાકારો અજય દેવગન, જ્યોતિકા, R. માધવન, જાનકી બોડીવાલાએ મીડિયા સાથે વાત કરી હતી. આ દરમિયાન અજય દેવગને જાનકીના વખાણ કર્યા હતા જે ફિલ્મમાં તેની દીકરીનો રોલ કરી રહી છે. અજયે કહ્યું કે, જાનકીએ અભિનયના મામલે ફિલ્મના તમામ કલાકારોને પાછળ છોડી દીધા છે. જાનકી સાથે, તેણે જ્યોતિકા, માધવન અને બાળ કલાકાર ધ્રુવ વિશે પણ વાત કરી જે તેના પુત્રનો રોલ કરે છે.

ટ્રેલર લોન્ચ વખતે ફિલ્મ 'શૈતાન'ના ડાયરેક્ટર વિકાસ બહલ પણ હાજર હતા. વિકાસે જણાવ્યું કે, કેવી રીતે અજય દેવગણે તેને આ ફિલ્મ ડિરેક્ટ કરવાની ઓફર કરી હતી. વિકાસે કહ્યું કે, અજય દેવગને તેને પૂછ્યું હતું કે, શું તે હોરર ફિલ્મો જુએ છે. તેણે ના માં જવાબ આપ્યો અને અજયને કહ્યું કે, તેનાથી તેને ડર લાગે છે. આના પર અજયે તેને કહ્યું કે, જો તે હોરર ફિલ્મોથી ડરતો હોય તો ઘણું સારું છે. હવે તે જ શેતાનને નિર્દેશિત કરશે.

વિકાસે વધુમાં જણાવ્યું કે, તેણે જાનકી બોડીવાલાને લેવાનું વિચારી લીધું હતું. દિગ્દર્શકના કહેવા પ્રમાણે, આ રોલ તેમનાથી વધુ સારી રીતે કોઈ કરી શકે તેમ નથી. પછી તેણે માધવનને ફિલ્મ ઓફર કરી. તે જાણે છે કે, માધવન સારો એક્ટર છે. તે જાણતો હતો કે તે ચોક્કસપણે કંઈક અદ્ભુત કરશે. જ્યોતિકાને આ ફિલ્મની ઓફર કરવામાં આવી અને પછી ધ્રુવનો વારો આવ્યો.વિકાસ બહલે મજાકમાં કહ્યું કે, તેણે ધ્રુવની પાછળ ખૂબ દોડવું પડયું હતું. દિગ્દર્શકના જણાવ્યા અનુસાર, ફિલ્મનું કાસ્ટિંગ 4-5 દિવસમાં પૂર્ણ થયું હતું અને તેણે 40 દિવસમાં તેનું શૂટિંગ પણ શરૂ કરી દીધું હતું.

ફિલ્મ 'શૈતાન'માં વશિકરણની વાર્તા બતાવવામાં આવી છે. આ હોરર ફિલ્મ વિશે વાત કરતી વખતે, અજય દેવગન અને R. માધવનને પૂછવામાં આવ્યું કે, શું તેમની સાથે ક્યારેય કોઈ ભૂત કે આત્મા દેખાય એવી ઘટના બની છે. માધવને કહ્યું કે, તેની સાથે આવું ઘણી વખત બન્યું છે. હજુ પણ થાય છે. આ પછી અભિનેતાએ વશિકરણ વિશે વાત કરી. તેમણે કહ્યું કે, આપણે જાણીએ છીએ કે આજની દુનિયામાં તાંત્રિક સિવાય અન્ય અનેક પ્રકારના વશિકરણ છે. જેમ કે આજે ઘણા લોકો સોશિયલ મીડિયાના નિયંત્રણમાં છે, તેઓ કંઈપણ કરવાનું શરૂ કરે છે.

'શૈતાન' ગુજરાતી ફિલ્મ 'વશ'ની રિમેક છે. અજય દેવગન, જ્યોતિકા, R. માધવન, જાનકી બોડીવાલા અને અન્ય કલાકારો તેમાં જોવા મળશે. દિગ્દર્શક વિકાસ બહલ દ્વારા બનાવવામાં આવેલી આ ફિલ્મ 8 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp