‘જે લોકો ખુશ..’, શત્રુઘ્નએ કોના પર કર્યો કટાક્ષ, ઘરે પહોંચીને સર્જરીનું સત્ય...
બોલિવુડના દિગ્ગજ એક્ટરમાંથી સાંસદ બનેલા શત્રુધ્ન સિંહા લાસ્ટ વિકેન્ડ પર મુંબઈની કોકિલાબેન હૉસ્પિટલમાં એડમિટ હતા. જો કે, તેમની હેલ્થનું અપડેટ તેમના પુત્રએ આપ્યું હતું, પરંતુ ત્યારબાદ પણ જાત જાતની વાતો થતી રહી. એવા સમાચાર હતા કે સોફા પરથી પડી ગયા અને તેમની સર્જરી થઈ છે. શું આ વાત સાચી છે? તેના પરથી પરદો ઉઠાવતા શત્રુધ્ન સિંહા ફિટ થઈને ઘરે પહોંચ્યા બાદ ઉઠાવ્યો છે. તો દીકરી સોનાક્ષી અને ઝહીર ઇકબાલના લગ્નને લઈને પણ તેમણે ફરી મૌન તોડીને જડબાતોડ જવાબ આપ્યો છે.
શત્રુધ્ન સિંહા અને તેનો પરિવાર છેલ્લા ઘણા સમયથી લાઇમલાઇટમાં છે. ઝહીર ઇકબાલ સાથે દીકરી સોનાક્ષીના લગ્ન અને પછી પુત્ર લવનું એ નિવેદન કે તે લગ્નમાં સામેલ થયો નથી. ત્યારબાદ સિંહા પરિવારમાં ચાલી રહેલી ખટપટના સમાચારોએ ખૂબ લાઇમલાઇટ મેળવી. હવે એક્ટરે હૉસ્પિટલથી ઘરે ફર્યા બાદ પહેલી વખત પોતાના સ્વાસ્થ્ય અને દીકરી સોનાક્ષી સાથે ઝહીરના લગ્નના સમાચારો પર મૌન તોડ્યું છે. તેમણે એ બધા સમાચારોનું ખંડન કર્યું. તેમણે કહ્યું કે, અરે ભાઈ મને સર્જરી થઈ અને મને પોતાને ખબર નથી.
જ્યારે તેમને હોસ્પિટલમાં એડમિટ થવા બાબતે પૂછ્યું તો તેમણે કહ્યું કે, હું માત્ર રૂટિન બોડી ચેકઅપ માટે એડમિટ થયો હતો. હું એ બધાને એ કરવાની સલાહ આપીશ, જેમની ઉંમર 60 વર્ષથી વધારે છે. હું છેલ્લા 3 મહિનાથી સતત ઇલેક્શન કેમ્પેન માટે ટ્રાવેલ કરી રહ્યો છું. પછી તેના તુરંત બાદ મારી દીકરીના લગ્ન થયા. તેમણે પોતાની વાતને આગળ વધારતા કહ્યું કે, મારા શરીરમાં હવે યંગ લોકોની જેમ એનર્જી રહી નથી, જે 3 શિફ્ટ કર્યા બાદ રાત્રે પાર્ટી પણ કરી લે. મારે થોડા સ્લો થવાની જરૂરિયાત છે.
શત્રુધ્ન સિંહાએ એ વાતચીતમાં દીકરી સોનાક્ષી અને જમાઈ ઝહીરને લઈને પણ વાત કરી. તેમણે કહ્યું કે, તેઓ ખૂબ ખુશ છે. જે લોકો ખુશ છે, જે લોકો ખુશ નથી, તેમના માટે મારી પાસે કહેવા કંઇ નથી. ઉલ્લેખનીય છે કે, 23 જૂને પોતાના લોંગ ટાઇમ બોયફ્રેન્ડ ઝહીર ઇકબાલ સાથે લગ્ન કર્યા છે. લગ્ન બાદ આ કપલે મુંબઇમાં ગ્રાન્ડ રિસેપ્શન હોસ્ટ કર્યું હતું, જેમાં ઘણા બોલિવુડ સેલિબ્રિટી સામેલ થયા હતા અને રિસેપ્શનનો વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. લગ્નના બરાબર 5 દિવસ બાદ શત્રુધ્ન સિંહા હૉસ્પિટલમાં એડમિટ થયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp