હૉસ્પિટલથી વાયરલ થઈ શત્રુધ્ન સિંહાની તસવીરો, આ સ્થિતિમાં નજરે પડ્યા

PC: x.com/ShatruganSinha

દિગ્ગજ એક્ટ્રેસ શત્રુધ્ન સિંહા હાલના દિવસોમાં એડમિટ છે. દીકરી સોનાક્ષી સિન્હાના લગ્નના થોડા દિવસ બાદ જ તેમનું સ્વાસ્થ્ય બગડી ગયું હતું, ત્યારબાદ તેમને કોકિલાબે અંબાણી હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. તો દીકરીના લગ્નના થોડા દિવસો બાદ શત્રુધ્ન સિંહા આ રીતે હૉસ્પિટલમાં એડમિટ થવાને લઈને ઘણા પ્રકારની અફવાઓ પણ સામે આવવા લાગી હતી. આ અફવાઓ વચ્ચે ગત દિવસોના શત્રુધ્ન સિન્હાના પુત્ર લવ સિંહાએ તેના હેલ્થને લઈને વાત કરી હતી અને જણાવ્યું હતું કે તેમને વાયરલ ફીવર હતો અને છેલ્લા કેટલાક દિવસોથી તેમને નબળાઈ લાગી રહી હતી, જેના કારણે તેમને હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા.

તો હવે હાલમાં જ હૉસ્પિટલથી શત્રુધ્ન સિંહાની કેટલીક તસવીરો સામે આવી છે, જે આ સમયે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. હાલમાં જ શત્રુધ્ન સિંહાએ પોતાના X હેન્ડલ પર હૉસ્પિટલથી કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તેઓ પરિવારના સભ્યો સાથે T20 વર્લ્ડ કપ ફાઇનલ મેચનો આનંદ ઉઠાવતા નજરે પડી રહ્યા છે. આ તસવીરોમાં શત્રુધ્ન સિંહા હૉસ્પિટલના કપડામાં ખુરશી પર બેઠા પરિવારના લોકો સાથે કેમેરા માટે પોઝ આપતા નજરે પડી રહ્યા છે.

તો પાછળ તેમના પત્ની પૂનમ સિંહા પણ સોફા પર બેઠા નજરે પડી રહ્યા છે. તસવીરોમાં શત્રુધ્ન સિંહા પહેલાંની તુલનામાં થોડા નબળા પણ નજરે પડી રહ્યા છે. જો કે, તસવીરોમાં તેમની સ્માઇલ જોઈને કહી શકાય છે કે તેમના સ્વસ્થ્યમાં સુધાર છે. તો આ તસવીરોને શેર કરતા શત્રુધ્ન સિંહાએ T20 વર્લ્ડ કપની ફાઇનલ બાબતે પણ મેસેજ લખ્યો. તેમણે જણાવ્યું કે, શનિવારે તેમણે પોતાના મિત્રો અને પરિવારના સભ્યો સાથે મેચ જોઈ. શત્રુધ્ન સિંહાએ કેપ્શનમાં લખ્યું કે, સોશિયલ મીડિયા/યુટ્યુબર્સના અમારા કેટલાક સારા મિત્રો દ્વારા બનાવવામાં આવેલા વિવાદ અને ભ્રમથી દૂર.

સત્ય તો એ છે કે પોતાના પરિવારના સૌથી સારા સભ્યો, ભાઈઓ અને વ્હાલા મિત્રો સાથે આનંદમાં છે. દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે સૌથી ચર્ચિત ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચનો આનંદ લીધો. તેની સાથે જ શત્રુધ્ન સિંહાએ પોતાની પોસ્ટમાં વિરાટ કોહલીન પણ વખાણ કર્યા અને કહ્યું કે, ન માત્ર આપણી પ્રિય અનુષ્કા શર્મા, પરંતુ દેશના નાયક વિરાટ કોહલીને પણ હીરોના રૂપમાં જોવું ખૂબ સારું છે. જસપ્રીત બૂમરાહ, હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ અને નિશ્ચિત રૂપે દરેકના પસંદગીના અને કદાચ એકમાત્ર રોહિત શર્મા. આ શાનદાર જીત માટે આપણાં છોકરાઓને શુભેચ્છા. હવે શત્રુધ્ન સિંહાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp