સોનાક્ષીએ જણાવ્યું ઝહીર સાથેના સંબંધ અંગે પિતાનું પહેલું રીએક્શન કેવું હતું
સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલના લગ્નને લઈને ઘણા પ્રકારના સમાચાર હતા. બંને 7 વર્ષથી રિલેશનશીપમાં હતા અને સોનાક્ષી ઘણી વખત ઇવેન્ટ્સમાં હિંટ આપી ચૂકી હતી કે તે જલદી જ લગ્ન કરવા માગે છે. હવે એક ઇન્ટરવ્યૂમાં તેણે વિસ્તારથી જણાવ્યું કે, જ્યારે શત્રુધ્ન સિંહાને જણાવ્યું કે, તે લગ્ન કરવામાં માગે છે તો તેમનું રીએક્શન શું હતું. સાથે જ ઝહીરે પણ જણાવ્યું કે, તે સોનાક્ષીના પિતા પાસે હાથ માગવા ગયો ત્યારે શું થયું હતું. સોનાક્ષીએ જણાવ્યું કે, લગ્ન માત્ર 25 દિવસોમાં પ્લાન કર્યા હતા.
સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલ પોતાની જિંદગીના સુંદર ફેઝમાં છે. પ્રેમ પ્રકારણના 7 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે અને હવે બંને પતિ-પત્ની છે. સોનાક્ષી અને ઝહીર લગ્ન અગાઉ હંમેશાં પોતાની અફેર પર વાત કરતા બચતા રહ્યા. હવે એક અખબાર સાથે વાત કરતા ઝહીર અને સોનાક્ષીએ જણાવ્યું કે, શત્રુધ્ન સિંહાને આ વાત કેવી રીતે બતાવવામાં આવી હતી. ઝહીર કહે છે કે, ‘હું તેમના ઘરે ગયો અને નર્વસ હતો કેમ કે આ અગાઉ તેમની સાથે ક્યારેય સામસામે વાત થઈ નહોતી. જ્યારે અમે વાત કરવાની શરૂ કરી તો ઘણી વસ્તુઓ પર ડિસ્કશન શરૂ થઈ ગયું અને અમે મિત્ર જેવા બની ગયા.
તેણે કહ્યું કે, તેમાં કોઈ શંકા નથી કે મેં એ પણ બતાવ્યું કે, હું સોનાક્ષીને લગ્ન માટે પ્રપોઝ કરવા માગુ છું. મને ખબર છે કે તેમની ઇમેજ ડરાવનારી છે, પરંતુ તેઓ ખૂબ સાચા, ચિલ્ડ આઉટ અને ખૂબ સ્વીટ વ્યક્તિ છે. સોનાક્ષી બતાવે છે કે જ્યારે મેં પોતાના પિતાને અમારી બાબતે જણાવ્યું તો હું પણ નર્વસ હતી. મને ખબર હતી કે તેમનું રીએક્શન શું હશે. મેં ખૂબ શાંતિથી તેના પર વાત કરવાનો પ્રયાસ કર્યો. મેં તેમને પૂછ્યું કે, શું તમને મારા લગ્નની ચિંતા નથી કેમ કે તમે મને આ બાબતે કંઇ પૂછ્યું નથી?
તેઓ બોલ્યા મેં તારી માતાને કહી દીધું છે કે પોતાની દીકરીને પૂછો. ત્યારે મેં જણાવ્યું કે, મારી જિંદગીમાં ઝહીર નામનો એક છોકરો. તેઓ બોલ્યા- હાં મેં વાંચ્યુ પણ હતું. તમે લોકો સમજદાર છો, મિયાં બીવી રાજી તો ક્યાં કરેગા કાજી. સોનાક્ષી કહે છે કે મને લાગ્યું એ તો ખૂબ સરળ હતું. મને લાગ્યું કે, મારા પિતા કેટલા કૂલ અને ચિલ્ડ આઉટ છે. અમારા સંબંધ માટે તેઓ ખૂબ સપોર્ટિવ હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp