શેખર સુમને કહ્યું- ડ્રગ્સને છોડો, અમને જણાવો સુશાંતને કોણે માર્યો?

PC: twimg.com

સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ તેની તપાસ માટે દુનિયાભરમાંથી તેના ફેન્સ દ્વારા CBI તપાસની માગણી કરવામાં આવી હતી. CBI ની તાપસમાં ડ્રગ્સના એંગલથી તપાસ કરવામાં આવતા બોલિવુડના મોટા મોટા સિલેબ્સના નામ બહાર આવી રહ્યા છે. જેને પગલે નાર્કોટિક્સ બ્યૂરો દ્વારા દીપિકા પાદુકોણ, રકુલ પ્રીત, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરની પૂછપરછ કરવામાં આવી છે.

સુશાંતની મોતને 3 મહિના ઉપર થઈ ગયા હોવા છત્તાં ફેન્સ માટે તે આ દુનિયામાં નથી તે માનવું અઘરું છે. પરંતુ જ્યારથી આ કેસમાં વિવિધ સિલેબ્સની ડ્રગ્સ ચેટ બહાર આવી છે, ત્યારથી કેસનું સમગ્ર ધ્યાન ડ્રગ્સ એંગલ તરફ વળી ગયું છે. આ વચ્ચે એવા ઘણા સ્ટાર્સ અને તેના ફેન્સ છે, જે સુશાંત માટે ન્યાયની માગણી કરી રહ્યા છે.

ડ્રગ્સના એંગલ વચ્ચે ફરીથી શેખર સુમને ટ્વિટ કરીને પોતાની લાગણી વ્યક્ત કરી હતી. હાલમાં જ તેમણે ટ્વિટ કરી લખ્યું હતું કે, ડ્રગીસને મરવા દો, જેલમાં નાખો, દેશમાંથી કાઢી મૂકો, ફિલ્મમાંથી કાઢી મૂકો તેનાથી અમને કોઈ મતલબ નથી. અમને માત્ર એ બતાવો કે સુશાંતને કોણે અને કેમ મારી નાખ્યો. ક્યાં ગયા પિઠાની, નીરજન, સૈમ્યુઅલ, ખત્રી, કુક, એમ્બ્યુલન્સવાળો, નકાબવાળી છોકરી, લોકસ્મિથ અને આખી ગેંગ?

જણાવી દઈએ કે શેખર સુમન પહેલી વખત સુશાંત માટે ન્યાયની માંગ નથી કરી રહ્યા પરંતુ આ પહેલા પણ સુશાંત માટે ન્યાયની માંગણી કરી હતી. સીબીઆઈની તપાસની માંગણીથી લઈને સુશાંતની મોતના રાઝ ખોલવાના દરેક મુદ્દા પર શેખર સુમન પોતાનો અવાજ ઉઠાવી ચૂક્યા છે.

સુશાંતના મોત પછી પટનામાં તેના ઘરે રાખવામાં આવેલી શાંતિ સભામાં પણ તે હાજર રહ્યા હતા અને ત્યારબાદ સુશાંતના પિતા સાથે પણ મુલાકાત કરી હતી. સુશાંતની મોતને પગલે તેની ગર્લફ્રેન્ડ રીહાને તેના ભાઈ અને બીજા ડ્રગ્સ પેડલરને જેલમાં મોકલવામાં આવ્યા છે. પરંતુ હાલમાં સુશાંતની મોતને બદલે મીડિયા અને નોર્કોટીક્સ બ્યૂરો ડ્રગ્સ માટે દરેકની પૂછપરછ કરી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે ધીમે ધીમે બોલિવુડના ઘણા મોટા લોકોના નામ આ લિસ્ટમાં આવવાના બાકી છે.

આ તપાસથી એટલું તો ખબર પડી ગઈ કે બોલિવુડમાં ડ્રગ્સ લેવાની વાતને સામાન્ય માનવામાં આવે છે પરંતુ અત્યારની પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે કે બોલિવુડ હવે તેની ચપેટમાં આવી ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp