શું શ્રુતિ હાસને તેના બોયફ્રેન્ડ સાથે ગુપચુપ લગ્ન કર્યા?ઓરીએ રહસ્ય ખોલ્યું!

PC: m.bollywoodtadka.in

સાઉથથી લઈને બોલિવૂડ સુધી પોતાની જોરદાર એક્ટિંગ માટે જાણીતી પીઢ અભિનેત્રી શ્રુતિ હાસન આ દિવસોમાં તેની ફિલ્મ 'સાલાર' માટે ચર્ચામાં છે. આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે, જેને ઘણી પસંદ કરવામાં આવી રહી છે.

અભિનેત્રી આ ફિલ્મમાં પ્રભાસ સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળી રહી છે. આ દરમિયાન અભિનેત્રી પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં આવી છે. હવે તાજેતરમાં જ બોલિવૂડ સેલિબ્રિટી ઓરી (ઓરહાન અવતરમણિ)એ અભિનેત્રી વિશે કંઈક કહ્યું છે, જેના પછી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, અભિનેત્રીએ તેના બોયફ્રેન્ડ સાથે ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે. અહીં તમને જણાવી દઈએ કે, અભિનેત્રી શ્રુતિ છેલ્લા કેટલાક સમયથી બોયફ્રેન્ડ સંતનુ હજારિકાને ડેટ કરી રહી છે અને લિવ-ઈન રિલેશનશિપમાં સાથે રહે છે.

ખરેખર, તાજેતરમાં જ ઓરીએ Reddit પર આસ્ક મી એનિથિંગ સેશનનું આયોજન કર્યું હતું. જેમાં એક સોશિયલ મીડિયા યુઝરે તેને પૂછ્યું, 'હેલો ઓરી, શું એવી કોઈ સેલિબ્રિટી છે જેણે તમારી સાથે ફોટો ક્લિક કરાવવામાં જોરદાર વલણ દાખવ્યું હોય? જો તમે નામ ન લઈ શકો તો માત્ર એક સંકેત આપો.'

આનો જવાબ આપતા ઓરીએ લખ્યું, 'શ્રુતિ હાસન. પોઝ આપવા માટે નહીં, કારણ કે મેં તેને ક્યારેય એવું કરવાનું કહ્યું નથી, પરંતુ એક ઇવેન્ટમાં જ્યાં તે મને મળી હતી, તેનું મારી સાથેનું વર્તન ખુબ અસભ્યતાભર્યું હતું. અને મેં એમ પણ કહ્યું કે, હું તેને ઓળખું છું. આટલું જ નહીં, ઓરીએ આગળ લખ્યું કે, તે સમયે મને ખૂબ જ ખરાબ લાગ્યું હતું, પરંતુ કદાચ થોડી ગેરસમજ હતી, કારણ કે મેં તેના પતિ સાથે ખૂબ સારું વર્તન કર્યું હતું, અને તેના વખાણ કર્યા હતા. આ વસ્તુઓ સમયની સાથે સારી થઈ જશે. પરંતુ મેં એવી અફવાઓ સાંભળી હતી કે, તેણે મને પટાવાળા અથવા સ્પોટ બોય જેવો કંઈક બોલાવ્યો હતો.'

ઓરહાનના આ જવાબે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. લોકો અલગ અલગ પ્રકારની ગપસપ કરી રહ્યા છે. લોકો અનુમાન લગાવી રહ્યા છે કે, શું શાંતનુ હજારિકા અને શ્રુતિ હાસને ગુપચુપ લગ્ન કરી લીધા છે? તે જાણીતું છે કે આ વર્ષે શ્રુતિએ કહ્યું હતું કે, તેના અત્યારે લગ્ન કરવાની કોઈ યોજના નથી. કારણ કે તેઓ લગ્ન શબ્દથી ખૂબ ડરે છે. અભિનેત્રીએ વધુમાં કહ્યું હતું કે, શાંતનુ તેનો શ્રેષ્ઠ મિત્ર છે. તેને શાંતનુ સાથે સમય વિતાવવાની મજા આવે છે. શ્રુતિ અને શાંતનુ 2018થી એકબીજાને ઓળખે છે અને 2020માં બંનેએ સાથે રહેવાનો નિર્ણય લીધો હતો. અહીં તમને જણાવી દઈએ કે, શાંતનુ હઝારિકા એક ડૂડલ આર્ટિસ્ટ છે જેણે રફ્તાર, ડિવાઈન, ઋત્વિજ જેવા મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના ઘણા મોટા કલાકારો સાથે કામ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp