શું સારા અલી ખાનને ડેટ કરી રહ્યો છે શુભમન ગિલ, સારાએ જ કર્યો ખુલાસો, જુઓ Video

PC: bollywoodbubble.com

કરણ જોહરના ચેટ શો કોફી વિધ કરણમાં આ વખતે બોલિવુડની બે ડીવા સારા અલી ખાન અને અનન્યા પાંડે જોવા મળશે. સારા અને અનન્યાએ કરણના આ શોમાં પોતાની લવ લાઇફને લઇ ઘણાં સિક્રેટ્સ રીવિલ કર્યા છે. જેણે દર્શકોની રૂચિ વધારી દીધી છે. સારાએ શોમાં ઈશારા ઈશારામાં એ પણ કંફર્મ કરી દીધું કે તે ક્રિકેટર શુભમન ગિલને ડેટ કરી રહી નથી. બલ્કે બીજી સારા એટલે કે સારા તેંદુલકર તેની લેડી લવ છે.

વાત એ છે કે, સારા અલી ખાનનું નામ ઘણીવાર શુભમન ગિલ સાથે જોડાયું છે. એવામાં કરણ જોહરે તેને તેના રિલેશનશિપ સ્ટેટસ વિશે પૂછી લીધું. કરણ શોમાં સારાને પૂછે છે કે, તને લઇ એવી અફવા છે કે તમે અને શુભમન ગિલ ડેટ કરી રહ્યા છો. જેના પર સારા હંસતા હંસતા કહે છે કે, ના...ના...ના... તમે ખોટી સારા સમજી લીધી છે. સારા કા સારા દુનિયા ખોટી સારાની પાછળ પડ્યા છે.

સારા અલી ખાનની આ વાતથી માનવામાં આવી રહ્યું છે કે, તેનો ઈશારો સારા તેંદુલકર પર છે. એટલે કે શુભમન ગિલ તેને નહીં બલ્કે સારા તેંદુલકરને ડેટ કરી રહ્યો છે.

જાણ હોય તો, થોડા દિવસ પહેલા જ ભારતીય ક્રિકેટર શુભમન ગિલ અને સારા તેંદુલકરને એક ઈવેન્ટમાં સાથે જોવામાં આવ્યા હતા. એટલું જ નહીં સારા તેંદુલકરને ભારતીય ક્રિકેટ ટીમની બે મેચોમાં પણ સ્પોટ કરવામાં આવી છે. જેના વીડિયો સોશિયલ મીડિયા પર પણ ઘણાં વાયરલ થયા છે. એક મેચમાં શુભમનની હાફ સેન્ચ્યુરી પછી સારાએ સ્ટેન્ડિંગ ઓવેશન પણ આપ્યું હતું.

આ શોમાં કરણ જોહરે એ પણ ખુલાસો કર્યો કે, સારા અને અનન્યા એક જ વ્યક્તિને ડેટ કરી ચૂકી છે. બંનેના એક્સ બોયફ્રેન્ડ્સ કોમન છે. સારા અલી ખાન તેની ફ્રેન્ડ અનન્યા પાંડેની લવ લાઇફ પરથી પણ સસ્પેંસ ઉઠાવી લીધું. તેણે વાત વાતમાં એ કંન્ફર્મ કરી દીધું કે, અનન્યા પાંડે અભિનેતા આદિત્ય રોય કપૂરને ડેટ કરી રહી છે.

 
 
 
View this post on Instagram

A post shared by Karan Johar (@karanjohar)

શોના પ્રોમો વીડિયોમાં આ પ્રકારના ખુલાસા થયા છે. સારા અને અનન્યાના આ મસ્તીભર્યા અંદાજને લોકો પસંદ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp