1000 કરોડની ફિલ્મ 'પઠાણ' આપનાર સિદ્ધાર્થ આનંદ 'પઠાણ 2' કેમ નહીં ડિરેક્ટ કરશે?

PC: koimoi.com

શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણની પઠાણ 2 પર કામ શરૂ થઈ ગયું છે. ગયા વર્ષે રિલીઝ થયેલી 'પઠાણ'થી શાહરૂખે જબરદસ્ત કમબેક કર્યું હતું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. આ કારણોસર 'પઠાણ 2'ને લઈને ઘણી અપેક્ષાઓ છે. પરંતુ નવીનતમ અપડેટ એ છે કે, પઠાણનું નિર્દેશન કરનાર સિદ્ધાર્થ આનંદ પઠાણ 2નું નિર્દેશન કરશે નહીં.

મીડિયા સૂત્રોના રિપોર્ટ અનુસાર YRFના આદિત્ય ચોપરા 'પઠાણ 2' માટે નવા ડિરેક્ટરની શોધમાં છે. તે નથી ઈચ્છતો કે, સ્પાય યુનિવર્સની કોઈપણ ફિલ્મમાં કંઈપણ પુનરાવર્તન થાય. તે ઈચ્છે છે કે સ્પાય યુનિવર્સ હેઠળ બનેલી દરેક ફિલ્મમાં તાજગી હોવી જોઈએ. શોટ, એક્શન કે ડિરેક્શનમાં કોઈ રિપીટેશન ન હોવું જોઈએ. તેથી જ તે 'પઠાણ 2' સિદ્ધાર્થ આનંદને સોંપવા માંગતો નથી.

મીડિયા સૂત્રોએ પોતાના બોલિવૂડ સૂત્રો સાથે વાત કરી અને એક અહેવાલ પ્રકાશિત કર્યો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, 'આદિત્ય ચોપરા સ્પાય યુનિવર્સની દરેક ફિલ્મ માટે ખૂબ વ્યૂહાત્મક રીતે નિર્દેશકોની પસંદગી કરે છે. તે નથી ઈચ્છતો કે, એક જ ડિરેક્ટર કોઈ ફિલ્મની સિક્વલનું નિર્દેશન કરે. આનું મોટું ઉદાહરણ 'ટાઈગર' અને 'વોર' છે. તે 'પઠાણ 2' સાથે આ જ ફોર્મ્યુલા અપનાવવા જઈ રહ્યો છે. સિદ્ધાર્થ આનંદની જગ્યાએ, 'પઠાણ 2' ના ડિરેક્ટરની ખુરશી અન્ય કોઈને આપવામાં આવશે. જેથી શાહરૂખના પાત્રને નવો અંદાજ મળે. તેણે સ્ક્રીન પર ફ્રેશ દેખાવું જોઈએ. 'પઠાણ 2'ના દિગ્દર્શક કોણ હશે તે હાલમાં નક્કી નથી. શોધ ચાલુ છે. જો બધું બરાબર રહ્યું, તો આ ફિલ્મ આ વર્ષના અંત સુધીમાં ફ્લોર પર જશે.'

સિદ્ધાર્થ આનંદ કદાચ 'પઠાણ 2'નું નિર્દેશન નહીં કરે. પરંતુ આનો અર્થ એ નથી કે, તે ભવિષ્યમાં ક્યારેય YRF સાથે કામ કરશે નહીં. 'વોર' અને 'ફાઈટર' પછી સિદ્ધાર્થ 'ટાઈગર વર્સિસ પઠાણ'ની જવાબદારી નિભાવશે. આ સ્પાય યુનિવર્સની મોટી ફિલ્મોમાંથી એક હશે. જેમાં શાહરૂખ અને સલમાન સામસામે આવશે. જો કે, તે ક્યારે ફ્લોર પર પહોંચશે તે અંગે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.

સિદ્ધાર્થ આનંદ ભલે 'પઠાણ 2'નું નિર્દેશન ન કરી રહ્યો હોય, પરંતુ તે શાહરૂખ સાથે સહયોગ કરવા જઈ રહ્યો છે. શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન સિદ્ધાર્થના પ્રોડક્શન હાઉસની આગામી ફિલ્મ 'કિંગ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. જેમાં શાહરૂખ ખાનનો પણ રોલ હશે. આ ફિલ્મનું નિર્દેશન સુજોય ઘોષ કરશે. આ ફિલ્મ આવતા મહિનાથી ફ્લોર પર જઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp