કૃષ્ણા અભિષેક બાદ આ અભિનેતાએ પણ 'ધ કપિલ શર્મા શો' છોડી દીધો
'ધ કપિલ શર્મા શો' ઘણા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શો ઘણીવાર એક યા બીજા કારણોસર ચર્ચામાં રહે છે. જ્યારે હવે, 'ધ કપિલ શર્મા શો'ને લઈને એક ચોંકાવનારી વાત સામે આવી છે. રિપોર્ટ્સ અનુસાર, કૃષ્ણા અભિષેક અને ચંદન પ્રભાકર બાદ સિદ્ધાર્થ સાગરે પણ શોને અલવિદા કહી દીધું છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો?
'ધ કપિલ શર્મા શો'ની નવી સીઝનમાં ઘણા નવા કલાકારોની એન્ટ્રી જોવા મળી હતી. સિદ્ધાર્થ સાગર પણ તેમાંથી એક છે. કોમેડી શોમાં સિદ્ધાર્થ સાગર 'સેલ્ફી મૌસી' અને 'ઉસ્તાદ ઘરચોરદાસ' જેવી વિવિધ ભૂમિકાઓમાં દર્શકોને હસાવતા જોવા મળે છે. જ્યારે હવે, તેના શો છોડવાના સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત અહેવાલ મુજબ, સિદ્ધાર્થ સાગરે 'ધ કપિલ શર્મા શો'ને બાય કહી દીધું છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, સિદ્ધાર્થ સાગર શોમાં તેની ફી વધારવા માંગતો હતો, પરંતુ મેકર્સ તેના માટે સહમત ન હતા. જેના કારણે તેણે શો છોડવાનો નિર્ણય લીધો હતો. 'ધ કપિલ શર્મા શો' ઓફર થયા બાદ સિદ્ધાર્થ દિલ્હીથી મુંબઈ શિફ્ટ થઈ ગયો હતો. અને હવે તે ફરીથી દિલ્હી પરત ફર્યો છે. જો કે, જ્યારે આ અંગે સિદ્ધાર્થ સાગર સાથે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે તેણે આ અંગે કંઈપણ કહેવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો. આવી સ્થિતિમાં સિદ્ધાર્થ કપિલ શર્મા શોમાં કમબેક કરે તેવી આશા ઓછી છે.
સિદ્ધાર્થ સાગર પ્રથમ એવા કલાકાર નથી કે, જેમણે લોકપ્રિય ટેલિવિઝન શોને અલવિદા કહ્યું હોય. અગાઉ ભારતી સિંહ, કૃષ્ણા અભિષેક, સુનીલ ગ્રોવર, અલી અસગર, ઉપાસના સિંહ અને ચંદુ ચાયવાલાની ભૂમિકા ભજવનાર ચંદન પ્રભાકરે પણ શો છોડી દીધો છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન કૃષ્ણા અભિષેકે વાત કરતા કહ્યું હતું કે, તેની અને કપિલ શર્મા વચ્ચે કોઈ અણબનાવ નથી. આ બંને ટૂંક સમયમાં ફરી સાથે કામ કરતા જોવા મળશે.
આવી સ્થિતિમાં, સવાલ એ છે કે સિદ્ધાર્થ સાગરના શો છોડ્યા પછી 'ધ કપિલ શર્મા શો'માં કૃષ્ણા અભિષેકની એન્ટ્રી થશે? અથવા તો મેકર્સ સિદ્ધાર્થની શરત પૂરી કરીને તેને શોમાં રાખશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp