ફરીથી માતા-પિતા બનવાના છે સિદ્ધુ મૂસેવાલાના પેરેન્ટ્સ, ચરણ કૌર બાળકને આપશે જન્મ

PC: moneycontrol.com

પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાના ફેન્સ માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. શુભદીપ સિંહ સિદ્ધુ ઉર્ફ સિદ્ધુ મૂસેવાલાની માતા ચરણકૌર આગામી મહિને એક સંતાનને જન્મ આપવાની છે. મીડિયા રિપોર્ટ મુજબ, ચરણકૌર IVFના માધ્યમથી પ્રેગ્નેન્ટ થઈ છે. સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ આ પહેલી વખત હશે, જ્યારે ગાયકના ઘરમાં ખુશીનો અવાજ સંભળાશે. સિદ્ધુ મૂસેવાલા પોતાના માતા-પિતાનો એકમાત્ર દીકરો હતો અને તેની હત્યા બાદ વૃદ્ધ માતા-પિતાનીઓ કોઈ સહારો નહોતો. એટલે સિદ્ધુ પરિવારના વારસાને લઈને તેના ફેન્સ સતત દુવાઓ માગી રહ્યા હતા.

આ જ કારણ છે કે ચરણકૌર સિંહ IVF ટેક્નિકના માધ્યમથી પ્રેગ્નેન્ટ થઈ છે. હવે એવા સમાચાર મળી રહ્યા છે કે, તે માર્ચ મહિનામાં એક બાળકને જન્મ આપવાની છે. કાકા ચમકૌર સિંહે ચરણકૌર સિંહ માતા બનવાની છે એ વાતની પુષ્ટિ કરી દીધી છે, પરંતુ પરિવારમાં પિતા બાલકૌર સિંહ અને માતા ચરણકૌરે કંઇ પણ કહેવાનો ઇનકાર કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે, 29 મે 2022ના રોજ પંજાબના માનસા જિલ્લામાં પ્રસિદ્ધ સિંગર સિદ્ધુ મૂસેવાલાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.

સિદ્ધુ મૂસેવાલા યુવાઓ વચ્ચે ખૂબ ફેમસ હતો. મૂસેવાલાએ પોતાના ગીતો પોતે લખ્યા અને બનાવ્યા હતા. તેની હત્યા બાદ પણ તેના ઘણા ગીત રીલિઝ થયા અને લાખોમાં વ્યૂ પણ આવ્યા. એવી પણ અટકળો લગાવવામાં આવી રહી છે કે પિતા બલકૌર સિંહ લોકસભા ચૂંટણી લડી શકે છે. જો કે, તેના પિતાએ એમ પણ કહ્યું હતું કે રાજનીતિમાં આવી જવાથી બધુ બદલાઈ નહીં જાય. સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો જવાબદારી ગોલ્ડી બરાર અને લોરેન્સ બિશ્નોઈએ લીધી હતી.

દિલ્હી પોલીસે દાવો કરતા કહ્યું હતું કે હત્યા અગાઉ 6 હત્યારા 15 દિવસમાં 8 વખત સિદ્ધુ મૂસેવાલાના ઘર અને તેના રૂટ્સની રેકી કરી ચૂક્યા હતા, પરંતુ તેઓ 8 વખત મૂસેવાલાની હત્યા એટલે ન કરી શક્યા કેમ કે તે બુલેટ પ્રૂફ કાર અને કમાન્ડો સાથે ચાલતો હતો.

સિદ્ધુ મૂસેવાલાનો જન્મ 17 જૂન 1993ના રોજ થયો હતો. તેણે ઓછી ઉંમરમાં પોતાની સારી ઓળખ બનાવી. તેણે ઘણા હિટ ગીતો ગાયા હતા, પરંતુ તે ગેંગસ્ટર રેપ સોંગ માટે ઓળખાતો હતો. સિદ્ધુ મૂસેવાલાને વિવાદિત સિંગર તરીકે પણ ઓળખવામાં આવતો હતો. તેના પર ખુલ્લેઆમ ગન કલ્ચરને પ્રોત્સાહન આપવાનો આરોપ લાગ્યા હતા, છતા ફેન્સ તેના પર ફેન્સ ફીદા રહેતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp