અલ્કા યાગ્નિકને થઈ આ રેર ડીસિઝ, સિંગરે ફેન્સને કરી અપીલ

PC: freepressjournal.in

દિગ્ગજ સિંગર અલ્કા યાજ્ઞિકે જણાવ્યું કે, તેને એક રેર સેન્સરી ન્યૂરલ નર્વ હિયરિંગ લોસની જાણકારી મળી છે. ઇંન્સ્ટાગ્રામ પર પોતાની પોસ્ટમાં તેણે જણાવ્યું કે, આ જ કારણ હતું કે તે થોડા સમયથી ગાયબ હતી. તેણે એ પણ જણાવ્યું કે, આ અચાનક મોટા ઝટકાએ તેને ચોંકાવી દીધી અને તે અત્યારે તેનાથી બહાર આવવાનો પ્રયાસ કરી રહી છે. અલ્કા યાજ્ઞિકની આ સ્થિતિ બાબતે જાણીને ફેન્સથી લઈને ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો ચિંતિત છે. સોનૂ નિગમ, ઇલા અરુણ અને પૂનમ ઢીલ્લો જેવા સ્તરોએ અલ્કા યાજ્ઞિકની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે.

સેલિબ્રિટીઓએ આપી પ્રતિક્રિયા:

અલ્કા યાજ્ઞિકની પોસ્ટ પર સોનૂ નિગમે લખ્યું કે, ‘મને લાગી જ રહ્યું હતું કે કંઈક સારું નથી. પાછો આવીને તમને મળું છું.’ ઇલા અરુણે લખ્યું કે, ‘એ સાંભળીને ખૂબ દુઃખ થયું. ડીયર અલ્કા, તારો ફોટો જોઈને મેં પ્રતિક્રિયા આપી, પરંતુ જ્યારે મેં પોસ્ટ વાંચી તો દિલ તૂટી ગયું, પરંતુ બેસ્ટ વિશિસ. તમે જલદી સારા થશો અને તમારો સુરીલો અવાજ અમે ફરી સાંભળીશુ. એક્ટ્રેસ પૂનમ ઢીલ્લોએ પોસ્ટ પર લખ્યું કે, તમારા માટે ભરપૂર પ્રેમ, દુવા અને બ્લેસિંગ્સ. તમને પ્રેમથી એ બધી શક્તિ મળે, જેનાથી તમે સારા થઈ જાવ. લવ યુ.’ આ પ્રકારે ઘણા સેલિબ્રિટીઓની કમેન્ટ અલ્કા યાજ્ઞિકની પોસ્ટ પર આવી છે.

ઉલ્લેખનીય છે કે, 17 જૂને અલ્કા યાજ્ઞિકે પોતાની એક તસવીર શેર કરી અને લખ્યું કે, ‘મારા બધા ફેન્સ, મિત્રો, ફોલોઅર્સ અને શુભચિંતકો માટે. થોડા અઠવાડિયા અગાઉ, જ્યારે હું ફ્લાઇટ બહાર નીકળી, તો મને અચાનક લાગ્યું કે, હું કંઇ સાંભળી શકતી નથી. આ ઘટના બાદ અઠવાડિયાઓ સુધી હું થોડી હિંમત ભેગી કરીને, હું પોતાના બધા મિત્રો અને શુભચિંતકો માટે હવે પોતાનું મૌન તોડવા માગું છું, જે મને પૂછી રહ્યા છે કે હું એક્શનથી કેમ ગાયબ છું. તેણે કહ્યું કે, મારા ડૉક્ટરોએ વાયરલ એટેકના કારણે એક રેર સેન્સરી ન્યૂરલ નર્વ હિયરિંગ લોસના રૂપમાં તેનો ડાયગ્નોઝ કર્યું છે. આ અચાનક, મોટા ઝટકાએ મને પૂરી રીતે ચોંકાવી દીધી છે, જ્યારે હું તેનાથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યો છું. કૃપયા મને તમારી પ્રાર્થનાઓમાં રાખો.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp