...તો આ કારણે નવ્યા નવેલી નંદાએ એક્ટિંગના બદલે બિઝનેસને પસંદ કર્યો

PC: instagram.com/navyananda

અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદાના ડેબ્યુની લોકો રાહ જોઈ રહ્યા હતા, પણ તેને બીજી જ ફિલ્ડ પસંદ કરી છે. હવે, તેના ભાઈના ડેબ્યુની વાતો ચાલી રહી છે. નવ્યા પોતાના પિતાનો બિઝનેસ જોઈન કરવા ઈચ્છે છે.

એક ઈન્ટરવ્યૂ દરમિયાન તેને કહ્યું કે, હું હંમેશાંથી જ એવું ઈચ્છતી હતી. જો કે, તેની માતા શ્વેતા નંદાએ કહ્યું કે, થોડા સમય માટે નવ્યાના મનમાં એક્ટ્રેસ બનાવાની વાત પણ આવી હતી, નવ્યા ખૂબ જ સુંદર છે. સોશિયલ મીડિયા પર પણ તે ખૂબ જ પોપ્યુલર છે, તે મહિલાઓના સશક્તિકરણના પ્રોજેક્ટ્સ સાથે જોડાયેલી છે.

નવ્યાને બિઝનેસ કરવો છે

અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા એક્ટ્રેસ નથી. જો કે, લોકોને એવું લાગતું હતું કે, તેની દીકરી નવ્યા નવેલી નંદા જરૂર એક્ટિંગની દુનિયામાં પગ રાખશે. તેના મામા અભિષેક બચ્ચન અને મામી ઐશ્વર્યા રાય પણ એન્ટરટેઈનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં છે. બરખા દત્ત સાથેની વાતચીતમાં નવ્યાએ જણાવ્યું હતું કે, મને ડાન્સ વગેરે કરવો સારો લાગે છે, પણ તેને ક્યારેય વધારે સીરિયસ નથી લીધું કે તેને જ કરિયર બનાવું. મને હંમેશાંથી જ બિઝનેસ પસંદ છે. મારી દાદી અને ફઈ પણ બિઝનેસ વુમન હતા, મારા પિતા અને દાદા તેમની સલાહ લેતા હતા. આ એવી દુનિયા હતી, જેને મને હંમેશાં એક્સાઈટ કર્યું હતું.

 ડેડને કરવા ઈચ્છે છે સપોર્ટ

હું નંદા ફેમિલીની ચોથી જનરેશન છું, જે આ બિઝનેસ સંભાળશે. હું આ વિરાસતને આગળ વધારવા અને પોતાના ડેડને સપોર્ટ કરવા ઈચ્છું છું. મહિલા થઈને બિઝનેસને આગળ લઇ જવું, મારા માટે ગર્વની વાત છે, મને લાગે છે કે, હું એક્ટિંગ કરી શકતી હતી. આ દરમિયાન નવ્યાની માતા શ્વેતાએ કહ્યું કે, થોડા સમય માટે તેને એક્ટિંગનો શોખ લાગ્યો હતો.

શ્વેતા બોલી – બિગ બી કરે છે મહેનત

શ્વેતાએ જણાવ્યું કે, થોડા સમય માટે તેને લાગતું હતું કે અંદાજે... મને પોતાના બંને બાળકોને લઈને ડર હતો. અમને ખૂબ જ વધુ પ્રિવિલેજ મળ્યું છે. અમારી નાની-નાની વાતોને પણ દુનિયા જજ કરે છે, પણ હું એક દિવસ માટે પણ ભૂલતી નથી, મારા પિતા આ વર્ષે 80ના થઇ થશે. અમે જે પ્રિવિલેજની મજા લઇ રહ્યા છે, તે એના માટે ખૂબ જ મહેનત કરે છે. આ માત્ર એક વ્યક્તિના કારણે થઇ રહ્યું છે, જે રોજ સવારે સેટ પર જવા માટે 5 વાગ્યે ઉઠે છે, આ સરળ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp