શું છે સ્પેશિયલ મેરેજ એક્ટ, જે હેઠળ સોનાક્ષી સિંહા-ઝહીર ઇકબાલે કર્યા લગ્ન
સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલ કાયદાકીય રૂપે પતિ-પત્ની બની ગયા છે. આ બંનેએ સિવિલ મેરેજ સાથે જોડાયેલી બધી ઔપચારિક્તાઓ પૂરી કરી લીધી છે. સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલ બંને અલગ અલગ ધર્મોથી છે, એટલે લગ્ન સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ થયા છે. સોનાક્ષીના બાંદ્રા પશ્ચિમમાં સમુદ્ર કિનારે સ્થિત 26 માળના અપાર્ટમેન્ટમાં થયેલા લગ્નમાં બંને પક્ષના મિત્ર અને સંબંધી સામેલ થયા.
સોનાક્ષીના માતા-પિતા, બોલિવુડના દિગ્ગજ એક્ટર અને આસનસોલથી ચૂંટાયેલા લોકસભાના સાંસદ શત્રુધ્ન સિંહા અને તેમની પત્ની પૂનમ, સોનાક્ષીની નજીકની મિત્ર અને ડબલ એક્સએલની સહ કલાકાર હુમા કુરેશી સામેલ થઇ હતી. આવો તો જાણીએ કે શું છે સ્પેશિયલ મેરેજ એક્ટ, જે હેઠળ ધર્મ બદલ્યા વિના સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલે કર્યા લગ્ન.
શું છે સ્પેશિયલ મેરેજ એક્ટ?
સ્પેશિયલ મેરેજ એક્ટ, 1954 હેઠળ લગ્ન માટે રજીસ્ટ્રેશન કરાવવામાં આવે છે. જો કોઈ 2 ધર્મ કે જાતિના લોકોએ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કરવા હોય તો તેમણે લગ્ન માટે અરજી આપવાની તારીખ સુધી પુખ્ત હોવું જરૂરી છે. છોકરાની ઉંમર 21 અને છોકરીની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ. એ સિવાય બંને પહેલાથી પરિણીત ન હોવા જોઈએ. સાથે જ બંને માનસિક રૂપે સ્વસ્થ હોય, તેમના લગ્ન સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ થઈ શકે છે. જો તેમાંથી કોઈ પણ શરત પૂરી થતી નથી તો લગ્નની અરજી રદ્દ કરી દેવામાં આવે છે.
બધી યોગ્યતાઓને પૂરી કરનાર કપલ પોતાના એરિયાના રજિસ્ટ્રાર સમક્ષ હાજર થઈને લગ્ન માટે અરજી જમા કરાવી શકે છે. મોટા ભાગના કેસોમાં કોઈ છોકરો અને છોકરી જ્યારે પોતાના એરિયાના રજિસ્ટ્રારને સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન માટે અરજી કરે છે, તો તેઓ ઈચ્છે છે કે તેમના લગ્ન ગુપ્ત રાખવામાં આવે. આપણા સમાજમાં આજે પણ બે અલગ અલગ ધર્મોના લોકોના લગ્ન દરમિયાન ખૂબ મુશ્કેલીઓ આવે છે, પરંતુ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ એક પ્રાવધાન છે જેનાથી આ લગ્ન ગુપ્ત રહેતા નથી.
ઉલ્લેખનીય છે કે, લગ્ન માટે અરજી આપ્યા બાદ રજીસ્ટ્રાર 1 મહિના એટલે કે 30 દિવસની પબ્લિક નોટિસ કાઢે છે. આ નોટિસમાં રજિસ્ટ્રાર પૂછે છે કે કોઈને આ લગ્નથી કોઈ આપત્તિ તો નથી. જો કોઈ આપત્તિ છે તો તે રજિસ્ટ્રારને લેખિતમાં જાણકારી આપી શકે છે. જો કોઈ આપત્તિ વ્યક્ત કરે છે તો આ લગ્નમાં પેંચ ફસાઈ જાય છે. જો કે, આ આપત્તિનો સમય સમાપ્ત થયા બાદ બંને મેરેજ રજીસ્ટ્રાર સામે પ્રસ્તુત થાય છે અને પછી બંનેના લગ્ન રજિસ્ટર્ડ થઈ જાય છે.
સ્પેશિયલ મેરેજ એક્ટથી એ 30 દિવસની નોટિસ હટાવવાનો પ્રયાસ ઘણા સ્તર પર ચાલી રહ્યો છે. સ્પેશિયલ મેરેજ એક્ટમાં 30 દિવસના સાર્વજનિક નોટિસના પ્રાવધાન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પણ એક કેસ ચાલી રહ્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે 30 દિવસના નોટિસ પીરિયડને જલદી ખતમ કરી દેવામાં આવે કેમ કે તેનાથી કપલની સુરક્ષા પ્રભાવિત થાય છે. જો કે, આ કેસમાં ત્યાર સુધી કોઈ નિર્ણય આવ્યો નથી. સુપ્રીમ કોર્ટ પણ આ વાતથી સંયોગ રાખે છે. સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ 30 દિવસોની આ અનિવાર્ય નોટિસ પિતૃસત્તાત્મક હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp